AAPમાં બળવો ભાજપ કરતા વધુ કોંગ્રેસ માટે 'જેકપોટ' કેવી રીતે? આ 5 રાજ્યોમાં ફાયદો

આમ આદમી પાર્ટી (AAP)ના 10 રાજ્યસભાના સાંસદોમાંથી 7 ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ આ બળવાખોરોને સત્તાવાર રીતે BJPના સાંસદ તરીકે માન્યતા આપી છે. આ આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો છે, કારણ કે જે નેતાઓએ રાજીનામું આપ્યું છે તેમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ અને સંદીપ પાઠક તો કેજરીવાલની પોતાની રાજકીય પ્રયોગશાળામાંથી બહાર આવ્યા છે, અને ત્યાં જ તેમને સામાજિક અને રાજકીય ઓળખ મળી છે.

રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં અરવિંદ કેજરીવાલ સામે AAPના 7 રાજ્યસભા સાંસદોનો બળવો આમ આદમી પાર્ટી માટે રાજકીય સંકટ છે; પરંતુ, તે ભાજપ કરતા કોંગ્રેસને વધુ ફાયદો કરાવશે. કોંગ્રેસ માટે આ પંજાબથી લઇને ગુજરાત, દિલ્હી અને ગોવા સુધીના રાજ્યોમાં રાજકીય જેકપોટ સાબિત થઈ શકે છે.

47

આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ કોંગ્રેસ પક્ષના વિરોધમાં ઉભા રહેલા અન્ના આંદોલનથી થયો છે. આવા આંદોલનોમાંથી ઉદ્ભવેલી રાજકીય ચળવળો ઘણીવાર પ્રારંભિક સફળતા મેળવે છે, પરંતુ ત્યારબાદ તે વારંવાર વિભાજીત થવા લાગે છે. શું હવે AAPમાં પણ એવું જ થઇ રહ્યું છે? રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં AAPના 10માંથી 7 સાંસદો બળવો કરીને ભાજપમાં જોડાયા છે, પરંતુ ખુશી કોંગ્રેસમાં જ દેખાય છે.

રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં, રાજ્યસભાના 7 સાંસદો ભાજપમાં જોડાયા છે; આ જૂથમાં સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ, વિક્રમજીત સિંહ સાહની અને રાજિન્દર ગુપ્તાનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી છોડવાની આ પહેલી ઘટના નથી, જ્યારે અગાઉ યોગેન્દ્ર યાદવ અને પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણને શરૂઆતમાં જ  હાંકી કાઢવામાં આવ્યા હતા.

અન્ના આંદોલનમાં અરવિંદ કેજરીવાલ સાથે સામેલ રહેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી કિરણ બેદી પણ આખરે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. 2013માં પાર્ટીનો મોટો ચહેરો  રહેલી શાઝિયા ઇલ્મી પણ કેજરીવાલને છોડીને ભાજમાં સામેલ થઇ ગયા હતા. આ ઉપરાંત, આનંદ કુમાર, કપિલ મિશ્રા અને કૈલાશ ગેહલોત સહિત ઘણા અન્ય લોકો અલગ થઈ ગયા; પરંતુ, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને માલીવાલ શરૂઆતથી જ પાર્ટીમાં મુખ્ય રણનીતિકાર અને આયોજક રહ્યા છે.

ચઢ્ઢા, પાઠક અને માલીવાલને કેજરીવાલના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. આ ત્રણેય નેતાઓ તેમની સંપૂર્ણ રાજકીય ઓળખ અને કદ આમ આદમી પાર્ટી (AAP)માં જ મળી છે. પંજાબમાં AAPને સત્તામાં લાવવાનો શ્રેય જ્યારે રાઘવ ચઢ્ઢાને આપવામાં આવે છે, ત્યારે સંદીપ પાઠકને મુખ્યત્વે પાર્ટીના રણનીતિકાર તરીકે જોવામાં આવતા હતા, જેમણે સંગઠન સચિવ તરીકે કામ કરી રહ્યા હતા.

46

ભાજપ કરતા કોંગ્રેસ માટે મોટો ફાયદો

આમ આદમી પાર્ટીના 7 સાંસદોના બળવાથી હાલ ભાજપને સીધો ફાયદો થયો છે. રાજ્યસભામાં ભાજપની તાકાત વધી છે; આ 7 સાંસદોના કારણે પાર્ટી ઉપલા ગૃહમાં બહુમતી મેળવવાની નજીક પહોંચી ગઈ છે. જોકે, આ તાત્કાલિક લાભ ઉપરાંત કોઈ મોટો લાભ થવાની શક્યતા દેખાતી નથી. ચઢ્ઢાને જરૂર 2022ની ચૂંટણી પહેલા પંજાબમાં AAPના રાજકીય પુનરુત્થાનની સ્ક્રિપ્ટ લખનારા પડદા પાછળના રણનીતિકાર માનવામાં આવે છે, પરંતુ તેઓ ચહેરો નહોતા.

રાઘવ ચઢ્ઢા સાથે ભાજપમાં જોડાયા છે, તેમાંથી એક પણ નેતા સ્વતંત્ર રાજકીય જન આધારવાળા નથી. ચઢ્ઢાથી લઈને પાઠક અને સાહની સુધી, માત્ર સંગઠનાત્મક રાજકારણમાં જોડાવા સક્ષમ છે, પરંતુ તેઓ ફક્ત તેમના ચહેરા પર મત મળતા નથી. જ્યારે આ બળવો તો જરૂર કેજરીવાલ માટે રાજકીય ઝટકો છે, પરંતુ ભાજપ માટે કેટલા ફાયદાકારક સાબિત થશે તે આગાહી કરવી મુશ્કેલ છે.

જોકે, આગામી વર્ષે ગુજરાત, ગોવા અને પંજાબમાં ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાતમાં, આમ આદમી પાર્ટીએ વારંવાર એક સક્ષમ ત્રીજી શક્તિ તરીકે પ્રયાસ કર્યો છે. તેથી, આ બળવાથી તેના પાયાના કાર્યકરોના મનોબળ પર પ્રતિકૂળ અસર કરશે. પંજાબમાં, ભાજપ અત્યાર સુધી મોટી હાજરી નોંધાવી શકી નથી. હવે, રાઘવ ચઢ્ઢાનો ઉપયોગ કરીને, ભાજપ પંજાબમાં AAPની વોટ બેંકમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે; પરંતુ, આ પ્રયાસમાં તેમની રાજકીય સફળતા કેટલી હદ સુધી પહોંચશે તે કહેવું મુશ્કેલ છે.

45

ગ્રેસ માટે રાજકીય વરદાન?

આમ આદમી પાર્ટી (AAP)માં બળવો ભાજપ કરતાં કોંગ્રેસ માટે રાજકીય રીતે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટીની રાજકીય સફર કોંગ્રેસના વિરોધમાં શરૂ થઈ હતી, અને કોંગ્રેસ જમીન પર જ તેની સંપૂર્ણ ઇમારત ઉભી છે. આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્હીમાં કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી દીધી હતી, ત્યારબાદ કોંગ્રેસ રાજધાનીમાં તેનું ચૂંટણી ખાતું પણ ખોલી શકી નથી. ત્યારબાદ, આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસને સત્તામાંથી બહારનો રસ્તો બતાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી.

કેજરીવાલના રાજકારણને કોંગ્રેસ સતત ભાજપની B ટીમ ગણાવતી રહી છે. રાઘવ ચઢ્ઢાના બળવાના એ નેરેટિવને વધૂ રાડકીય ધાર આપવાનું શરૂ કરી દીધું છે. આટલું જ નહીં કેજરીવાલના પાર્ટીના રાષ્ટ્રીય વિસ્તાર કરનાર મંશા માટે પણ ઝટકો છે, જેનાથી કોંગ્રેસને રાજકીય વાપસીને તક આપી દીધી છે.

પંજાબથી ગોવા સુધી થશે અસર

પંજાબ, ગુજરાત અને ગોવામાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. પાંચ વર્ષ અગાઉ, આમ આદમી પાર્ટીએ આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો; પરંતુ હવે, કોંગ્રેસ માટે રાજકીય જમીન માફક આવી શકે છે. AAP સાંસદોમાં થયેલા બળવાથી કોંગ્રેસમાં નવી આશા જાગી છે. પાર્ટી હવે અગાઉ ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવા માટે પ્રયાસ શરૂ કરી શકે છે.

આમ આદમી પાર્ટીમાં આંતરિક બળવો પણ પંજાબના રાજકારણના સંદર્ભમાં કોંગ્રેસને ફાયદો કરાવે છે. બંને પક્ષો રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા બ્લોકના ઘટક હોવાથી, સ્થાનિક કોંગ્રેસના નેતાઓ માટે AAPના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સામે જોરદાર વિરોધ કરવાનું સરળ નહોતું; પરંતુ, વર્તમાન હવે તક મળી ગઇ છે. દિલ્હીમાં આ આંતરિક ઝઘડો આમ આદમી પાર્ટી માટે રાજકીય નુકસાન સાબિત થઈ શકે છે અને જ્યારે કોંગ્રેસને તેની પરંપરાગત મુસ્લિમ અને દલિત વોટ બેંકો સાથે ફરીથી જોડાવા અને એકીકૃત કરવાના પ્રયાસો શરૂ કરી શકે છે.

પંજાબના રાજકારણ પર નજીકથી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર સુખવિંદર સિંહ કહે છે કે ભાજપનો મુખ્ય હરીફ AAP નથી, પરંતુ કોંગ્રેસ છે. પંજાબમાં, ભાજપ પર ખેડૂત વિરોધી હોવાના આરોપ લાગે ડે છે; એટલે, અકાલી દળ પણ હવે પક્ષ સાથે જોડાવા તૈયાર નથી.

રાજ્યની 57 ટકા શીખ વસ્તી છે, અને પંજાબનું રાજકીય વાતાવરણ ભાજપને મેચ કરતી નથી. આ AAP નેતાઓના ભાજપમાં જોડાવાથી કોઈ ફાયદો નથી, કારણ કે તેમાંથી કોઈનો પણ જનાધાર નથી. કોંગ્રેસને આ પરિસ્થિતિમાંથી ફાયદો થવાનો છે; તો, પાર્ટી ગોવા અને ગુજરાતમાં પણ રાજકીય લાભ મેળવી શકે છે, જે અરવિંદ કેજરીવાલના રાજકીય ઉદયને કારણે અગાઉની ચૂંટણીઓમાં જમીન ગુમાવી હતી.

About The Author

Related Posts

Top News

'પોપટ પણ જંગલી પ્રાણી છે', બોમ્બે હાઈકોર્ટનો રસપ્રદ ચૂકાદો, સરકારને કેમ આપ્યો ઠપકો?

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે કે પોપટ પણ 'જંગલી પ્રાણીઓ'ની શ્રેણીમાં આવે છે...
National 
'પોપટ પણ જંગલી પ્રાણી છે', બોમ્બે હાઈકોર્ટનો રસપ્રદ ચૂકાદો, સરકારને કેમ આપ્યો ઠપકો?

AAPમાં બળવો ભાજપ કરતા વધુ કોંગ્રેસ માટે 'જેકપોટ' કેવી રીતે? આ 5 રાજ્યોમાં ફાયદો

આમ આદમી પાર્ટી (AAP)ના 10 રાજ્યસભાના સાંસદોમાંથી 7 ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ આ બળવાખોરોને સત્તાવાર રીતે ...
Politics 
AAPમાં બળવો ભાજપ કરતા વધુ કોંગ્રેસ માટે 'જેકપોટ' કેવી રીતે? આ 5 રાજ્યોમાં ફાયદો

સુરતમાં લિફ્ટ ખોટકાતા 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા, ફાયર વિભાગે તમામને હેમખેમ બહાર કાઢ્યા

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે અચાનક લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી હતી. લિફ્ટ ચાલુ હતી ત્યારે ટેકનિકલ ખામીને...
Gujarat 
સુરતમાં લિફ્ટ ખોટકાતા 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા, ફાયર વિભાગે તમામને હેમખેમ બહાર કાઢ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર 29 એપ્રિલ, 2026ના મતદાન થવાનું છે. આને ધ્યાનમાં રાખતા આજે (27 એપ્રિલ...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’
Copyright (c) Khabarchhe All Rights Reserved.