ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે? અમિત શાહે જણાવી બે વિશેષતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખૈરાસોલમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, જો ભાજપ જીતશે, તો મુખ્યમંત્રી એવા હશે જે બંગાળી બોલતા હોય અને જે બંગાળમાં મોટા થયા હોય. ભાજપ આ વખતે જંગી જીતનો દાવો કરી રહી છે. શાહે કહ્યું કે બંગાળમાં ભાજપની જીત બાદ સંદેશખાલી, આર.જી. કર, દક્ષિણ કલકત્તા લૉ કોલેજ અને દુર્ગાપુર લૉ કોલેજ જેવી ઘટનાઓ ફરી થવા નહીં દઇએ.

શાહે કહ્યું કે તૃણમૂલ સરકારે કૌભાંડો દ્વારા ₹5,000 કરોડની ઉચાપત કરી. ભાજપ સત્તામાં આવ્યા બાદ કૌભાંડીઓએ દરેક પૈસો જનતાને પરત કરવો પડશે. મમતા બેનર્જી સરકારે સરહદ પર વાડ માટે જમીન ફાળવી નથી; બંગાળમાં સત્તા સંભાળ્યાના 45 દિવસની અંદર ભાજપ આ માટે જમીન ફાળવશે.

62

બીરભૂમ જિલ્લાના મયુરેશ્વરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના બહુમતી સમુદાયને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી, રાજ્ય અને દેશમાંથી ઘુસણખોરોને બહાર કાઢવાની છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય દળો તૈનાત કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ચૂંટણીના દિવસે ઘરે જ રહે, નહીં તો 4 મે પછી જેલમાં મોકલી દેવામાં આવશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર અને 19 રાજ્યો તેમની સામે એક થયા છે, અને તેઓ એકલા જ સામાન્ય લોકો માટે લડી રહ્યા છે. બીરભૂમ જિલ્લાના સૂરીમાં એક રેલીને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડાએ કહ્યું કે દિલ્હીની તાકતોનો ઉપયોગ કરીને ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતી નહીં શકે. તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 226થી વધુ બેઠકો જીતશે. બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો કે યુવાનોને પ્રભાવિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

CM-Mamata-Banerjee2
hindi.news18.com

બીજી તરફ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ બંગાળમાં પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંગાળમાં મુસ્લિમોની સ્થિતિ આટલી ખરાબ કેમ છે. છેલ્લા 50-60 વર્ષથી બંગાળમાં ધર્મનિરપેક્ષ સરકારો શાસન કરી રહી છે, પરંતુ તેઓ લઘુમતીઓના જીવનધોરણમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. એટલે, લઘુમતીઓને સ્વતંત્ર રાજકીય નેતૃત્વની જરૂર છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.