વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર 29 એપ્રિલ, 2026ના મતદાન થવાનું છે. આને ધ્યાનમાં રાખતા આજે (27 એપ્રિલ, 2026)ના ચૂંટણી પડઘમ શાંત થઇ જશે. આ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુગલી નદીના કિનારે આવેલા બેરકપુરમાં તેમની અંતિમ ચૂંટણી રેલી યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે લાખો લોકો એકઠા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હેલિકોપ્ટરમાંથી વિશાળ ભીડની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, આજે, બેરકપોરમાં તલ રાખવાની જગ્યા નથી. હું ટૂંક સમયમાં જાહેર સભાને સંબોધિત કરીશ.

35

જંગી જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘બંગાળ પ્રત્યેનો મારો લગાવ રહ્યો છે, શક્તિની ભક્તિનો રહી છે. મારા વ્યક્તિગત જીવની આધ્યાત્મિક યાત્રા માટે ઉર્જાનું કેન્દ્ર રહ્યું છે. બંગાળના મહાન વ્યક્તિત્વોની પ્રેરણા રહેલી છે અને જનતાનો અપાર પ્રેમ રહેલો છે. બંગાળની આ ભૂમિ પર મેં જે અનુભવો કર્યા છે, તેને હું પોતાની જાત ખૂબ મોટો આશીર્વાદ માનું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ત્રણ મજબૂત સ્તંભ જણાવતા બંગાળને મહત્ત્વપૂર્ણ હિસસો ગણાવ્યું અને કહ્યું કે, ‘બંગાળ વિના ભારતનો ભાગ્યનો ઉદય અધૂરો છે. પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણી ફક્ત બંગાળ સાથે-સાથે સમગ્ર પૂર્વીય ભારતના ભાગ્યને બદલવા માટેની પણ છે. ભૂતકાળમાં, જ્યારે પણ ભારતનો સમૃદ્વ હતું, ત્યારે તેને ત્રણ મજબૂત સ્તંભો હતા અંગ, બંગ અને કલિંગ. અંગ એટલે કે બિહાર, બંગ એટલે કે બંગાળ અને કલિંગ એટલે કે ઓડિશા. આ ત્રણ સ્તંભો નબળા થયા, ત્યારે ભારતના સામર્થ્યને પણ ઝટકો લાગ્યો છે. આજે જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અંગ, બંગ અને કલિંગ મજબૂત હોવા જરૂરી છે. ભારતના ભાગ્યોદયની સૌથી મોટી તાકત  પૂર્વોદયનો ભાગ્યોદય છે. એટલે, ભારતના પૂર્વોદય અને ભાગ્યોદય એક-બીજાની શક્તિ છે. એટલે જ્યારે, પૂર્વનો ઉદય થશે, ત્યારે દેશ આગળ વધશે.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TMC પર પણ આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘TMCમા, માટી, ઔર માનુષના નારા સાથે સરકાર બનાવી હતી અને હવે એ નારાની વાત પણ નથી કરતી. આ ચૂંટણીઓ દરમિયાન, એક પણ TMC નેતા છેલ્લા 15 વર્ષમાં તેમના પ્રદર્શનના રિપોર્ટ કાર્ડ દેખાડી શક્યા નથી. TMCએ જે નારા સાથે બંગાળમાં સરકાર બનાવી હતી તે નારો જ ભૂલાવી દીધો. તેમણે માતાઓ અને મહિલાઓની સુરક્ષા માટે કંઈ કર્યું નથી. તેમણે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. તેમણે યુવાનો માટે પણ કંઈ કર્યું નથી. જ્યારે બતાવવા માટે કંઈ નથી, ત્યારે TMCએ એક જ સૂત્ર અપનાવ્યું છે... TMCનું સૂત્ર છે: ગાળો આપો, ધમકીઓ આપો, જૂઠું બોલો, મોટેથી બોલો અને વારંવાર બોલો.

તેમણે વધુમાં કહ્યું કે, TMCએ મોદીને ગાળો આપી. તેમણે સેના, બંધારણીય સંસ્થાઓ અને બીજા બધાને ગાળો આપી. TMCએ બંગાળના લોકોને ગુંડાગીરીની ભાષામાં તેમની સાથે વાત કરી છે. છતા, છેલ્લા 15 વર્ષમાં TMCના એક પણ નેતાએ તેમના કાર્યનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો નથી. કે TMC પાસે બંગાળને આગળ લઈ જવા માટેનું ભવિષ્ય નથી. TMCએ બેરકપુરને બંગાળનું દુર્ભાગ્ય બનાવી દીધું છે; જ્યાં એક સમયે ફેક્ટરીઓ, મિલો અને કારખાના રહેતા હતા, હવે ફક્ત બો*મ્બમારા અને ગોળીઓના અવાજો સંભળાય છે.

34

તેમણે કહ્યું કે કે, ‘TMC પાસે બંગાળના ભવિષ્ય માટે કોઈ રોડમેપ નથી. તેઓ આગામી વર્ષોમાં બંગાળને ક્યાં લઈ જશે તે પણ જણાવતા નથી - કારણ કે તેમની પાસે ન તો કોઈ વિઝન છે, ન તો કંઈક કરવાની નીયત છે. બંગાળમાં પરિવર્તન શા માટે એકદમ જરૂરી છે? બેરકપુરના લોકો કરતા વધુ સારું કોણ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે એક સમયે બેરકપુરમાં લોકો કામની શોધમાં પહાડીઓમાંથી આવતા હતા; આજે પરિસ્થિતિ એવી છે કે લોકો ત્યાંથી દૂર સ્થળાંતર કરવા મજબૂર છે. જ્યાં એક સમયે મિલો, ફેક્ટરીઓ અને કારખાનામાંથી મશીનરીના અવાજો આવતા હતા, ત્યાં હવે બો*મ્બમારા અને ગોળીબારનો અવાજ આવે છે. આ પ્રદેશનો સમગ્ર ઔદ્યોગિક પટ્ટો તબાહ થઇ રહ્યો છે. આજે, બેરકપુર બંગાળનું દુર્ભાગ્ય બની ગયું છે.

બંગાળ ચૂંટણી 2026 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ રેલી

29 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા, આજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થવાનો છે. આ હિસાબે, બંગાળ વિધાનસભાની ચૂંટણી 2026 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેરકપુરમાં આ અંતિમ રેલી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલ, 2026ના રોજ કૂચ બિહારમાં બંગાળ ચૂંટણી માટે તેમની પ્રથમ રેલી યોજી હતી. ત્યારબાદ, 8-9 એપ્રિલ, 2026ના રોજ તેમણે હલ્દિયા, આસનસોલ અને બીરભૂમમાં એક જ દિવસમાં ત્રણ રેલીઓને સંબોધિત કરી. આ સાથે, બંગાળ ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનાના સમયગાળામાં બંગાળ ચૂંટણી માટે 10 થી 15 ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.