ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજ પર એવું શું નિવેદન આપ્યું કે બાદમાં માફી માંગવી પડી?

અભિનેતા-ફિલ્મ નિર્માતા રિતેશ દેશમુખે કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓ પર તીખી પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે રિતેશ પોતે શિવાજી મહારાજના જીવન પર આધારિત એક ભવ્ય ફિલ્મ રીલિઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રિતેશ દેશમુખ, જે પોતાને મહારાજના કટ્ટર ભક્ત માને છે, તેઓ આ ટિપ્પણીઓથી એટલા દુઃખી થયા કે તેમણે સોશિયલ મીડિયા પર બાબાને આકરા શબ્દોમાં આઇનો બતાવી દીધો.

રિતેશ દેશમુખે શું કહ્યું?

રિતેશ દેશમુખે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર મરાઠીમાં એક સંદેશ પોસ્ટ કર્યો. પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે લખ્યું કે, ‘જ્યારે કોઈ આપણા આરાધ્ય દેવ વિશે આવી બનાવટી અને અપમાનજનક ટિપ્પણી કરે છે, ત્યારે 'શિવભક્ત' હોવાને કારણે લોહી ગુસ્સાથી ઉકળે તે સ્વાભાવિક છે. રિતેશે કહ્યું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, શિવાજી મહારાજના વારસાને ઓછું બતાવાના આવા નિરર્થક પ્રયાસોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ આવીને બકવાસ નહીં કરી શકે.

અભિનેતાએ આગળ લખ્યું કે, ‘તેમને કોઇ મર્યાદિત સીમાઓમાં બાંધવાના આવા નિરર્થક પ્રયાસ, સમયના ગર્ભમાં જ સમાઇ જશે. પરંતુ, જેમ સહ્યાદ્રી પર્વતમાળાઓ લાખો વર્ષોથી ઉભી છે, તેવી જ રીતે 'તે' એક નામ આવનારા કરોડો વર્ષો સુધી અમર રહેશે. અને તે નામ છે... પ્રતાપ પુરંદર... ક્ષત્રિય કુલ ભૂષણ... સિંહાસનના સ્વામી... સમ્રાટોના સમ્રાટ... ધન્ય રાજશિવ છત્રપતિ મહારાજ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું હતું?

સમગ્ર વિવાદ નાગપુરમાં એક કાર્યક્રમથી ઉદ્ભવ્યો હતો, જ્યાં કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધો લડતા-લડતા સંપૂર્ણપણે થાકી ગયા હતા. બાબાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘એક દિવસ, મહારાજ તેમના ગુરુ રામદાસ સ્વામી પાસે ગયા, પોતાનો મુગટ તેમના ચરણોમાં મૂક્યો, અને કહ્યું કે, 'હું હવે વધારે લડવા માંગતો નથી; હું સંપૂર્ણપણે થાકી ગયો છું. તમે જ આ રાજ્યને સંભાળો.બાબાના આ દાવાને ઇતિહાસ સાથે છેડછાડ માનવામાં આવે છે, કારણ કે શિવાજી મહારાજના અનુયાયીઓ દાવો કરે છે કે તેમણે ક્યારેય હાર સ્વીકારી નથી અને ન તો તેઓ ક્યારેય 'થાક્યા' છે.

વિવાદ બાદ માફી માંગી

તો આ દરમિયાન, ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ સમગ્ર વિવાદ અંગે માફી માંગી છે. કથાવાંચકે કહ્યું કે, ‘ગઈકાલથી, સોશિયલ મીડિયા પર કેટલાક વ્યક્તિઓએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. અમને આ અંગે ખૂબ દુઃખ અને પસ્તાવો થાય છે. આજે આ દેશમાં જે પણ સનાતની જીવીત છે, જો તેઓ હિન્દુત્વ પ્રત્યે સમર્પિત છે, તો તેનો સૌથી મોટો શ્રેય છત્રપતિ વીર શિવાજી મહારાજને જાય છે. અમને એ વાતનું દુઃખ છે કે, જે લોકો છત્રપતિ વીર શિવાજીનો આદર કરે છે, તેઓ આપણા પોતાના લોકો છે. અમે પણ છત્રપતિ શિવાજીમાં વિશ્વાસ રાખીએ છીએ, તેઓ પણ તેમનામાં વિશ્વાસ રાખે છે. જો આપણે જ પરસ્પર ઝઘડો કરીશું, તો બીજાઓને તક મળી જશે... જો કોઈને ઠેસ પહોંચી હોય, તો અમે દિલથી માફી માંગીએ છીએ.

11

રિતેશ દેશમુખનું વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રિતેશ દેશમુખ હાલમાં તેની ઐતિહાસિક ફિલ્મ, ‘રાજા શિવાજીની રીલિઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પોતે છત્રપતિ શિવાજી મહારાજનું મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ 1 મેના રોજ સિનેમાઘરોમાં આવવાની છે અને મહારાજના પ્રારંભિક જીવન અને 'સ્વરાજ્ય'ની સ્થાપનાના સંઘર્ષ બતાવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.