સુરતમાં લિફ્ટ ખોટકાતા 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા, ફાયર વિભાગે તમામને હેમખેમ બહાર કાઢ્યા

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે અચાનક લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી હતી. લિફ્ટ ચાલુ હતી ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે અધવચ્ચે જ થંભી ગઈ હતી, જેના પરિણામે તેમાં સવાર અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થતાની સાથે જ અંદર રહેલા લોકોમાં ગભરાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક તંત્ર તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતા. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

312

આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે લિફ્ટમાં માત્ર 9 મહિનાનું માસૂમ બાળક પણ ફસાયું હતું. માસૂમ બાળકની સાથે અન્ય બાળકો અને મોટેરાઓ પણ લિફ્ટની અંદર કેદ થઈ ગયા હતા. બંધ લિફ્ટમાં વેન્ટિલેશનના અભાવે ગૂંગળામણ અનુભવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી.  અંદર ફસાયેલા લોકોના પરિવારજનો બહાર ચિંતાતુર હતા.

ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લિફ્ટ પેક હોવાને કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

31

લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ લિફ્ટમાં ઓવરલોડ અથવા મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું અનુમાન છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લિફ્ટ માંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ લોકોમાં વિરડીયા પરિવારના 5થી વધુ સભ્યો હતા. જેમાં 9 મહિનાના બાળક તેના માતા-પિતા અને દાદા-દાદીનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.