સુરતમાં બનશે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન

સુરતના ટેક્સ્ટાઈલ વેપારીઓ માટે હવે આનંદના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પહેલુ ટેક્સ્ટાઈલ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. જેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. કરોડો રુપિયાના કાપડો વેપાર અને સુરક્ષાને વધુ સારી બનાવવા કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે શહેરમાં દેશના પ્રથમ સમર્પિત ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે.

TV9 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે. આગામી દિવસોમાં જગ્યા નક્કી કરી ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવશે. સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂના, સારોલી, ગોધરા અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાપડના વેપારને લગતી બધી ફરિયાદો હવે આ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. સરકાર આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના છે.

surat-textile-police-station1
lunarenterprise.in

ઉલ્લેખનીય છે કે, સુરત ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન માટે માંગણી કરી રહ્યા હતા. આ પોલીસ સ્ટેશન બની જવાથી ટેક્સટાઇલ વેપારીઓને રાહત મળશે કારણ કે તેમની ફરિયાદો અને સમસ્યાનો નિકાલ માત્ર એક જ એક જ છત નીચે લાવવામાં આવશે. હાલના સમયમાં કાપડ વેપાર સાથે જોડાયેલ છેતરપિંડીની ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતી હતી. આનાથી એક જ આરોપી સામે દાખલ થયેલા અનેક કેસોના રેકોર્ડ એકત્રિત કરવાનું મુશ્કેલ બને છે. નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બધી ફરિયાદોનો કેન્દ્રિય રેકોર્ડ જાળવશે, જેનાથી કોઈપણ આરોપી સામે દાખલ થયેલા કેસોની બધી માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેનાથી કાર્યવાહી સરળ અને ઝડપી બનશે.

વેપારીઓનું માનવું છે કે, આનાથી છેતરપિંડી જેવા કેસ મામલે તપાસ જલ્દી થશે. ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું સરળ બનશે. તેમજ વારંવાર ગુના કરનારા આરોપી પર બાજ નજર રાખવામાં આવશે. આ સાથે વેપારીઓનો સમય અને ખર્ચ બંને વધશે. કાપડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, આ પગલું સુરતના મોટા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગને વધુ સુરક્ષિત અને સંગઠિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે.

surat-textile-police-station2
newindianexpress.com

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા) ના અધ્યક્ષ કૈલાશ હાકિમ અને સચિવ દિનેશ કટારિયાએ જણાવ્યું કે સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી આ માંગ સરકાર પાસે કરી રહ્યું હતું. તેમનું કહેવું છે કે દેશમાં પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની સ્થાપનાથી કપડા વેપારીઓને મોટી રાહત મળશે અને છેતરપિંડીના મામલામાં તત્કાલ કાર્યવાહી સંબંધ થઈ શકશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.