AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં નિર્મિત સ્ટીલથી સજ્જ ભારતનું નવીનત્તમ યુદ્ધજહાજ INS માલવણ

હજીરા - સુરત: ભારતીય નૌસેનાનું સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ પામેલું અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણ AM/NS Indiaના હજીરા સ્થિત પ્લાન્ટ દ્વારા સપ્લાય કરવામાં આવેલા 100% વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ સુરત માટે ગૌરવની ક્ષણ બની છે અને ભારતની વ્યૂહાત્મક તથા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરે છે.

જુલાઈ 22, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધજહાજ, હજીરા ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતની વિકસી રહેલી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્રેની મહત્વકાંક્ષાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

22

આ સિદ્ધિ સાથે સુરતે દેશની વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે, જેમાં હજીરા ખાતે ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના એક મહત્વપૂર્ણ યુદ્ધજહાજના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હજીરા પ્લાન્ટ સતત એ વાત સાબિત કરી રહ્યો છે કે, સુરતમાં વિકસાવવામાં આવેલી વિશ્વકક્ષાની ઉત્પાદન ક્ષમતાઓ દેશ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મજબૂત આધાર પૂરો પાડી રહી છે. ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવાથી લઈને નૌસેનાના અગ્રહરોળના યુદ્ધજહાજોને મજબૂત આધાર પૂરો પાડવા સુધી, AM/NS Indiaનો હજીરા સ્થિત સ્ટીલ પ્લાન્ટ દેશના વિકાસ, વ્યૂહાત્મક હિતો અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપતા એક મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. INS માલવણના નિર્માણમાં આપવામાં આવેલા યોગદાનને કારણે ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને રાષ્ટ્રીય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સહભાગીદારી તરીકેની સમગ્ર સુરત શહેરની ભૂમિકા વધુ મજબૂત બની છે.

 રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ - સેલ્સ એન્ડ માર્કેટિંગ, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, ‘INS માલવણને ભારતીય નૌસેનામાં સામેલ કરવું એ AM/NS Indiaના હજીરા પ્લાન્ટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જ્યાં આ યુદ્ધજહાજ માટેના વિશિષ્ટ સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ AM/NS Indiaના હજીરા સ્થિત સ્ટીલ પ્લાન્ટ ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, ટેક્નિકલ કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે તેમજ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે, તેનો અમને ગર્વ છે.’

24

કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલું INS માલવણ, માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ 8 યુદ્ધજહાજોમાંથી બીજું તેમજ ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું બીજું યુદ્ધજહાજ છે. 80%થી વધુ સ્વદેશી ઘટકો ધરાવતો આ પ્રોગ્રામ ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને મજબૂત બનાવે છે તેમજ નૌસેના માટેના યુદ્ધજહાજોની ડિઝાઇન, એન્જિનીયરિંગ, સિસ્ટમ્સ ઇન્ટીગ્રેશન અને સંરક્ષણ જહાજના નિર્માણ ક્ષેત્રે દેશની વિકસી રહેલી ક્ષમતાઓને પણ ઉજાગર કરે છે. સમુદ્રમાં સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર અને દરિયાકાંઠાની સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવેલું INS માલવણ ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India ભારતીય નૌસેના માટે નિર્માણાધીન ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે જરૂરી 100% વિશિષ્ટ સ્ટીલને સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત, કંપની INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક મહત્વપૂર્ણ નૌસેના પ્લેટફોર્મ્સ માટે પણ વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવા ઉપરાંત, હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ભારતમાં આવેલા ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી સહિત ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ભારતની સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવાથી લઈને દેશના સીમાચિહ્નરૂપ આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સને સાકાર કરવામાં યોગદાન આપવા સુધી, આ તમામ પ્રોજેક્ટ્સ દેશની વ્યૂહાત્મક અને વિકાસલક્ષી પ્રાથમિકતાઓને સમર્થન આપવામાં હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલની વધી રહેલી ભૂમિકાને ઉજાગર કરે છે. આ સાથે જ, તે રાષ્ટ્રનિર્માણમાં રાષ્ટ્રીય સ્તરે સુરતના મહત્વપૂર્ણ યોગદાનને પણ રેખાંકિત કરે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.