સુરત પૂર પીડિતો માટે હર્ષ સંઘવીની અનેક સહાયની જાહેરાત, 1 લાખ સુધી સહાય તેમજ 30 લાખ સુધી લોન મળશે અને વ્યાજ...

સુરતની શરૂઆતના અઠવાડીયામાં (6 જુલાઈ)એ પડેલા ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાઇ ગયા હતા. પૂરના પાણી વેપારીઓની દુકાનો અને ધંધાના સ્થળોમાં ઘૂસી જતા લાખો રૂપિયાના સામાનને નુકસાન થયું હતું અને અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર-ટૂ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

surat
divyabhaskar.co.in

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.

surat2
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સરકારે વેપારીઓને 7,500 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય તેમજ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે 30 લાખ રૂપિયા સુધીની લોન અને વ્યાજ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.  કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લારી-રેકડી ચલાવતા અને નુકસાન પામેલા લોકોને 7500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને 25 હજાર રૂપિયા અને 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ છેલ્લા 3 મહિનામાં GST રિટર્ન ભરનાર વેપારીઓને મળશે.

સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. યોજનાના માપદંડ મુજબ, જીએસટીમાં 7 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને 20 લાખ રૂપિયા સુધીની લોન અને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય મળશે. 7.5 લાખ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 25 લાખ રૂપિયા સુધીની લોન અને 8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે 7.5 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખ રૂપિયા સુધીની લોન અને 10 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.