અજાણી વ્યક્તિને OTP શેર કરનાર ખાતેદારને બેંક પાસેથી વળતર મળવાપાત્ર નથી: ગ્રાહક કોર્ટ

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી.પી. મેખીયા અને સભ્ય ડૉ. તીર્થેશભાઈ મહેતાની બેન્ચે ઓનલાઇન બેંકિંગ ફ્રોડને લગતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં  ફરિયાદી દ્વારા બેંક ઓફ બરોડા સામે દાખલ કરવામાં આવેલી ગ્રાહક ફરિયાદ ફગાવી દીધી છે. કમિશને સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે જ્યારે ગ્રાહક પોતાની જ બેદરકારીથી OTP તથા અન્ય ગોપનીય બેંકિંગ માહિતી અજાણ્યા વ્યક્તિને આપે છે અને તેના પરિણામે ખાતામાંથી રકમ ઉપડી જાય છે, ત્યારે બેંકને જવાબદાર ઠેરવી શકાય નહીં.

ફરિયાદી સામાવાળા બેંક ઓફ બરોડામાં બચત ખાતું હતું. તા. ૦૮-૧૦- ૨૦૨૦ના રોજ ફરિયાદીને અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ તથા ત્યારબાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે બેંક સંબંધિત માહિતી અપડેટ કરવાની વાત કરી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી જરૂરી વિગતો આપી દીધી હતી. ત્યારબાદ તેના ખાતામાંથી પ્રથમ રૂ.૪૪,૯૭૫/- તથા ત્યારબાદ રૂ.૩૯,૦૦૦/- મળી કુલ રૂ.૮૩,૯૭૫/-ની રકમ ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા ઉપડી ગઈ હતી.

54

 ત્યારબાદ ફરિયાદીએ બેંક તથા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. તથા, સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય) સમક્ષ ફરિયાદ દાખલ કરાવી બેંકની સેવામાં ખામી હોવાનું જણાવી પોતે ગુમાવેલ રકમ (૮૩,૯૭૫/-) વળતર તથા અન્ય રાહત સહિત બેન્ક પાસે અપાવવાની દાદ માંગી હતી.

બેંક ઓફ બરોડા તરફ્ લેખિત જવાબ તેમજ દલીલો રજૂ કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતે જ અજાણ્યા વ્યક્તિને OTP તથા અન્ય ગોપનીય બેકિંગ માહિતી આપી હોવાનું ફરિયાદમાં કબૂલ્યું હતું. 

OTP તથા અન્ય માહિતી અજાણી/ત્રાહીત વ્યક્તિને આપી હોવાનું એટલે કે ગ્રાહકની પોતાની બેદરકારીના પરિણામે ત્રાહીત વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા હતા જેમાં બેંકની કોર બેંકિંગ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી કે બેન્કની સેવામાં ક્ષતિ નહોતી. RBIની માર્ગદર્શિકા તથા નેશનલ કન્ઝ્યુમર કમિશનના ચુકાદાઓ અનુસાર આવા સંજોગોમાં બેંકને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ દલીલો ગ્રાહક કમિશને સ્વીકારી ફરિયાદ ફગાવી દીધી હતી. કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદીએ સ્વેચ્છાએ OTP તથા અન્ય જરૂરી માહિતી અજાણ્યા વ્યક્તિને આપી હતી.

જિલ્લા ગ્રાહક કમિશને ફરિયાદ સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. આ ચુકાદો બેન્કિંગ ગ્રાહકો માટે ચેતવણીરૂપ છે જે ઓનલાઇન બેંકિંગ વ્યવહારોમાં OTP, PIN, CVV, પાસવર્ડ તથા અન્ય ગોપનીય માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવાની મહત્વપૂર્ણ ચેતવણી આપે છે.

 

About The Author

Related Posts

Top News

શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

રામ મંદિરમાંથી દાન ચોરાઈ જવાનો મુદ્દો હજુ શાંત થયો નથી. દેશભરમાં આના પર હોબાળો મચી ગયો છે. અયોધ્યામાં લાગેલી આગ...
National 
શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

રેસિડેન્સી અને સિટિઝનશિપ એડવાઇઝરી ફર્મ 'ગ્લોબલ સિટિઝન સોલ્યુશન્સ' (GCS) દ્વારા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ (GPI)ની પાંચમી વાર્ષિક...
National 
શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

ગુજરાતમાં સ્માર્ટ મીટરના સ્થાપનને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ   દ્વારા એક...
Gujarat 
સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં 4 વિકેટથી પરાજય થયો. 4 જુલાઈ, શનિવારના રોજ માન્ચેસ્ટરના...
Sports 
કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.