બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી. તેમના કબજામાંથી ₹4,30,500ની કિંમતની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ગેંગમાં એક આરોપી સાહિલ ચૌધરી છે, જે જયપુરમાં કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા આર.સી. ચૌધરીનો પુત્ર છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી નોટોનો જથ્થો ગેંગના માસ્ટરમાઇન્ડ દ્વારા બાંગ્લાદેશથી જયપુર પહોંચ્યો હતો, અને આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન તેને ખપાવવાની યોજના હતી.

Fake-currency4
openthemagazine.com

પૂછપરછ દરમિયાન, આરોપીએ પોલીસને જાણ કરી કે નકલી નોટો માસ્ટરમાઇન્ડ અમન રાણા દ્વારા લાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અમન રાણા હરિયાણાના રોહતકનો રહેવાસી છે અને હાલમાં બાંગ્લાદેશથી ગેંગ ચલાવી રહ્યો છે. આ નેટવર્ક દ્વારા નકલી નોટો જયપુર પહોંચાડવામાં આવી હતી. સૌથી મોટો ખુલાસો એ છે કે નકલી નોટોનો આ કન્સાઈનમેન્ટ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન ખપાવવા માટે લાવવામાં આવ્યું હતું. એટલે કે ચૂંટણી દરમિયાન આ નકલી નોટો બજારમાં ચલાવવાની તૈયારી હતી.

પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગેંગે જયપુરમાં કેટલી નકલી નોટો પહોંચાડી છે અને તે કોને પહોંચાડવાની હતી. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને તેમની પાસેથી ₹4,30,500ની કિંમતની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ, નકલી નોટોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા બે લક્ઝરી વાહનો- સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

RC-Chaudhary3
x.com/rcchoudharyinc

ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અંશુલ, સાહિલ ચૌધરી, પ્રિયાંશુ અને આકાશ તરીકે થઈ છે. સાહિલ ચૌધરી કોંગ્રેસના પ્રવક્તા આર.સી. ચૌધરીનો પુત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આર.સી. ચૌધરી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ (RPCC)ના મહાસચિવ, મુખ્ય અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના સભ્ય છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 178, 179 અને 180 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે, વધુ નકલી ચલણી નોટો મળી આવવાની શક્યતા છે.

સ્પેશિયલ પોલીસ કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે નકલી નોટોની આ આંતરરાજ્ય ગેંગના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ₹4,30,500ની કિંમતની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નોટો ગેંગના નેતા દ્વારા બાંગ્લાદેશથી લાવવામાં આવી હતી અને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમિયાન તેનો ઉપયોગ કરવાની તૈયારી હતી. આ મામવે વધુ તપાસ ચાલુ છે, અને ગેંગ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની...
National 
બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

વારાણસીમાં 22 વર્ષની શ્રેયા ઉપાધ્યાયની દર્દનાક હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતની તપાસમાં પોલીસ તેને પાગલ પ્રેમીનું કૃત્ય...
National 
પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.