સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

સુરત શહેરમાં જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી ચતુર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમરોલી વિસ્તારમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના બહાને પહોંચેલી બે અજાણી મહિલાઓએ વેપારીને પોતાની વાતોમાં પરોવીને નજર ચૂકવી હતી અને દુકાનમાંથી મોટી માત્રામાં ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે બંને મહિલાઓએ એકબીજાને સાસુ-વહુ તરીકે ઓળખાવીને વેપારીનો વિશ્વાસ જીત્યો હોવાનું સામે આવ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમરોલીમાં માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં 'સતનામ જ્વેલર્સ'માં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ₹2 લાખની કિંમતની ચાંદીની 11 જોડી ઝાંઝરીની ચોરી કરી હતી. વહુએ ઝાંઝરી આપતા જ સાસુએ ચણીયામાં છુપાવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ, છાપરાભાઠા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી ઠાકોરભાઈ જીવાભાઈ પારેખની દુકાને તેમનો પુત્ર માર્કેટમાં કામ અર્થે ગયો હતો, ત્યારે બપોરે 2:00 વાગ્યાના સુમારે આશરે 40-45 વર્ષની એક મહિલા ચાંદીની ઝાંઝરી લેવા આવી હતી. ત્યારબાદ 60થી 65 વર્ષની અન્ય એક મહિલા પણ દુકાનમાં આવી હતી. પોતે પ્રથમ મહિલાની સાસુ હોવાનું જણાવ્યું હતું. બંને સાસુ-વહુએ ઝાંઝરીના માપ લેવાના બહાને વેપારીને વાતોમાં ભોળવી રાખી નજર ચૂકવીને કુલ 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી ઝાંઝરી ચોરી રફુચક્કર થઈ ગઈ હતી.

વેપારીના પુત્રે પરત આવીને દાગીનાનો સ્ટોક ચકાસતાં ₹2 લાખની કિંમતનો માલ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. CCTV ફુટેજ ચકાસ્યા બાદ ચોરીની આશંકા સ્પષ્ટ થતાં વેપારી ઠાકોરભાઈ પારેખે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે CCTV ફુટેજના આધારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બંને મહિલા ચોરો સામે ગુનો દાખલ કર્યો છે.

theft1
divyabhaskar.co.in

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, બપોરે બે વાગ્યાના સુમારે લગભગ 40-45 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક બનીને દુકાનમાં આવી હતી. મહિલાએ વેપારીને ચાંદીની પાયલ અને ઝાંઝરીઓ બતાવવાનું કહ્યું હતું. ગ્રાહક હોવાથી ઠાકોરભાઈએ પણ અલગ-અલગ ડિઝાઇનની ચાંદીની પાયલ અને ઝાંઝરીનો સ્ટોક બહાર કાઢીને બતાવવાનું શરૂ કર્યું હતું.

પ્રથમ મહિલા દુકાનમાં દાગીના જોઈ રહી હતી તે દરમિયાન આશરે 60-65 વર્ષની વયની બીજી મહિલા પણ ત્યાં આવી પહોંચી હતી. આ મહિલાએ પોતે પ્રથમ આવેલી મહિલાની સાસુ હોવાનું જણાવ્યું હતું. બંને મહિલાઓએ સાથે મળીને વિવિધ ડિઝાઇનની પાયલ અને ઝાંઝરીઓ જોવાનું શરૂ કર્યું હતું. દાગીનાની પસંદગીના બહાને તેઓ લાંબા સમય સુધી દુકાનમાં રોકાઈ હતી. પાયલનું માપ, ડિઝાઇન અને અન્ય વિગતો અંગે વેપારી સાથે વાતચીત કરીને બંને મહિલાઓએ તેમનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત રાખ્યું હતું. વેપારી એક પછી એક ચાંદીના દાગીના બતાવી રહ્યા હતા ત્યારે બંને મહિલાઓએ કથિત રીતે તકનો લાભ લીધો હતો.

દાગીના જોવા અને પસંદગી કરવાની પ્રક્રિયા લાંબી ચાલ્યા બાદ બંને મહિલાઓએ આખરે કંઈ પસંદ ન આવ્યું હોવાનું કહીને દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. તે સમયે વેપારીને પણ કોઈ શંકા ગઈ નહોતી. થોડીવાર બાદ વેપારીનો પુત્ર ઉમંગ માર્કેટનું કામ પૂર્ણ કરીને દુકાન પર પરત આવ્યો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલા ચાંદીના દાગીનાના સ્ટોકની તપાસ કરવામાં આવી હતી. સ્ટોક તપાસતા કેટલાક દાગીના ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ વેપારીએ સમગ્ર સ્ટોક ફરી તપાસ્યો હતો અને ચાંદીની પાયલ તથા ઝાંઝરીની અનેક જોડી ગુમ હોવાનું સામે આવ્યું હતું.

theft2
divyabhaskar.co.in

ચકાસણી બાદ જાણવા મળ્યું હતું કે દુકાનમાંથી અલગ-અલગ ડિઝાઇન અને વજનની કુલ 11 જોડી ચાંદીની ઝાંઝરી-પાયલ ગાયબ હતી. આ દાગીનાનું કુલ વજન આશરે 900 ગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂ. ૨ લાખ હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ ગ્રાહક બનીને દુકાનમાં આવી હતી અને દાગીના ખરીદવાના બહાને લાંબો સમય વેપારીને વાતોમાં રાખ્યા બાદ ચોરી કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં વેપારી દ્વારા સમગ્ર મામલે અમરોલી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે બંને અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત દુકાનની આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી બંને મહિલાઓ દુકાનમાંથી નીકળ્યા બાદ કઈ દિશામાં ગઈ અને કયા વાહનનો ઉપયોગ કર્યો હતો તેની માહિતી મેળવી શકાય. પોલીસ દ્વારા મહિલાઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને મહિલાઓએ અગાઉ પણ આવી જ રીતે કોઈ અન્ય જ્વેલર્સ અથવા વેપારીને નિશાન બનાવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ થવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

સુરત શહેરમાં જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી ચતુર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમરોલી વિસ્તારમાં પણ આવી જ એક...
Gujarat 
સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકશાહીની સુંદરતાનો પુરાવો એ છે કે દિલ્હીમાં સંસદ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વિવિધ મુદ્દાઓ પર ટકરાઈ રહ્યા...
Politics 
રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.