વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ પરના મુખ્ય ID સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

પોલીસ અને વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ દ્વારા સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અન્યોને બદનામ કરવાના કેસો સામે આવી રહ્યા હતા. અલગ-અલગ ગુનાઓ અને ફરિયાદોને આધારે પ્લેટફોર્મ ઓનર 'મેટા'ને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ મેટા દ્વારા કડક કાર્યવાહી કરીને કીર્તિ પટેલના IDને ભારત દેશ પૂરતું બેન કરી દેવામાં આવ્યું હોવાની શક્યતા છે.

kirti patel
instagram.com/kirti_patel_official5143

કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ પરના બે ID પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવતા કીર્તિએ નવી ID બનાવી કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘હું UK, લંડન, કેનેડા, USA, દુબઈ... આઈ એમ ફોરેનર ભૂરી, યુ નો! તેણે પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું કે, હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઈન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહી છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે, તે બદલ તમારો આભાર!

પોતાના વિરોધીઓ સામે આક્રમક વલણ અપનાવતા કીર્તિ પટેલે ખુલ્લી ચીમકી આપતા કહ્યું કે, હવે હું રાત-દિવસ એક કરી દઈશ અને 24 કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહીશ. 2424 કલાક હું લાઈવ આવીને ધમાકો બોલાવીશ, કેમ કે તમે મને શાંત રહેવા ન દીધી અને હવે મારે ચૂપ રહેવું નથી.

kirti patel
instagram.com/kirti.patel.official5143

કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેલની હવા પણ ખાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર લોકોને ધમકી આપવી અને બદનામ કરવા જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો ગુનો દાખલ થયો હતો.

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ બાદ કીર્તિ પટેલે પુણા પોલીસ સ્ટેશનની બહાર ભારે હોબાળો કર્યો હતો અને તેનો પણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ, જેઓ વારંવાર પકડાવા છતા સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

kirti patel
hindi.news18.com

પોલીસના જણાવ્યા અનુસાર, ચર્ચાસ્પદ કીર્તિ રણછોડભાઇ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી, જોકે આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી.

PASA એક્ટનો મુખ્ય ઉદ્દેશ એવા 'આદતી ગુનેગારો'ને સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું.

કીર્તિના કાંડ

2017: માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો

2019: અમરોલીમાં ધાકધમકીનો કેસ

2020: સુરતના પુણામાં હત્યાનો પ્રયાસ

2020: કામરેજમાં ધાકધમકી

2021: પાટણમાં મારામારી

2022: જૂનાગઢનાં ભેસાણમાં રાયોટિંગ

2022 અને 2023: અમદાવાદના વસ્ત્રાપુરમાં ખંડણી-બદનક્ષી, મારામારી

2024: બિલ્ડરની બદનક્ષી અને ખંડણી

2026 (જૂનાગઢ)માં ત્રણ ફરિયાદ: PIને ધમકી અને ફરજમાં રૂકાવટ મૃગી કુંડમાં ગેરકાયદે પ્રવેશ અને સ્નાન છેતરપિંડી, ધમકી અને અશ્લીલ કૃત્યો

12 જુલાઈ, 2026: બદનક્ષી અને ધમકીની સુરતમાં ફરિયાદ.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.