AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ

સુરત - હજીરા, જુલાઈ 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સહયોગથી આજે એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે ઉદ્ઘાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તેજસ પરમાર, IAS, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત ઉપરાંત પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNIT, આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગસંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.

26

વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે. એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે તેજસ પરમાર, IAS, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરતે જણાવ્યું હતું કે, "સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે."

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ - એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, "AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ."
પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ."

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.

આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.