સુરતમાં પુલનું રાજકારણ: વિવાદો કેમ વધી રહ્યાં છે, આમ જ ચાલશે તો બીજા 18 પુલ કંઈ રીતે બનશે?

(દિલીપ પટેલ)

સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ તાપી નદી પર પુલ બનાવવા માટે  ભાજપમાં આંતરિક ડખો થયો છે. સુરત મહાનગરપાલિકાનો પ્રસ્તાવિત સુરતના સ્થાનિક રાજકારણ અને વિકાસ કાર્યોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાઈ લેવલ મેજર બ્રિજ પ્રોજેક્ટ માટે પ્રારંભિક તબક્કે રૂ. 80 કરોડ નક્કી કરાયા છે. તેનું કુલ ખર્ચ રૂ. 150 કરોડ થશે.

આવા 31 પુલ બનાવવાનો ફિજિબિલિટી અહેવાલો તૈયાર કરાયા છે. જેમાં સૌથી મોંઘો દક્ષિણ (ઉધના) ઝોન, સુરતમાં ઉધના-નવસારી રોડ નજીક ભેડવાડ જંકશન-પાંડેસરા જી.આઈ.ડી.સી. જંકશન ખાતે ફ્લાય ઓવરનું રૂ.246 કરોડના ખર્ચે બાંધકામ કરવા સરવે પુરો કરાયો છે.

વરાછા, મોટા વરાછા, કતારગામ અને ઉત્રાણ વિસ્તારના અંદાજે 3 લાખ વાહનો તેના પરથી રોજ પસાર થશે.

હાલ અમરોલી બ્રિજ પરનો અંદાજે 30થી 40 ટકા ટ્રાફિક ઓછો થઈ જશે, જેથી ત્યાં વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યા કાયમી ધોરણે હલ થશે.

વરાછાના ધારાસભ્ય કુમાર - કિશોર કાનાણી અને કતારગામ વિસ્તારના કોર્પોરેટર ભૂપેન્દ્ર રાઠોડ સામસામે આવી ગયા છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કતારગામના કોર્પોરેટર ભૂપેન્દ્ર રાઠોડે અશ્વિનીકુમાર-ઉત્રાણ પુલના ભારે ખર્ચ અને તેની જરૂરિયાત સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેની સામે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પુલ બનાવવાના  સમર્થનમાં મેદાનમાં આવ્યા છે. તેમણે સુરતના મેયરને પત્ર લખીને આકરા સવાલો કર્યા છે. કાનાણીએ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વરાછાના લોકોને શું જોઈએ છે તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી, એ અમે નક્કી કરીશું.

પુલ બનવાથી વરાછા, મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તારના વાહન ચાલકોને ફાયદો થશે.

 

બ્રિજના વિરોધ પાછળ કોઈનો ઈશારો છે. કોર્પોરેટરનો કોઈ અંગત સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે. એવું કાનાણીએ કહ્યું હતું.

કતારગામ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા રિઝર્વેશનના વિવાદ મુદ્દે આ કોર્પોરેટર કેમ કશું બોલતા નથી?

પુલ

રેલવે બ્રિજ નંબર ૪૫૨ ની સમાંતર બનાવવાનું આયોજન છે.

બે મહત્વના વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે.

પ્રોજેક્ટ કોઈ નવો નથી, સુરત મહાનગરપાલિકાના 3 વર્ષના બજેટમાં પુલ બતાવે છે. પણ થતો નથી.

મંજૂરી હોવા છતાં, જમીની સ્તર પર કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી.

હાલમાં વરાછા મેઈન રોડ અને અમરોલી બ્રિજ પર પીક અવર્સમાં જે વાહનોની લાંબી કતારો થાય છે, તેમાં ઘણો ઘટાડો થશે.

ભૂપેન્દ્ર રાઠોડે સામાન્ય સભામાં બ્રિજના અલાઈનમેન્ટ અને ભારે ખર્ચ સામે વાત મૂકી હતી. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ બ્રિજના વિરોધમાં નથી, પરંતુ બ્રિજના કારણે સ્થાનિક રહેવાસીઓના મકાનોને નુકસાન ન થાય તે માટે બ્રિજ થોડો અમરોલી તરફની સરકારી મંડળી પાસે બનાવવામાં આવે તેવું તેમનું સૂચન હતું.

Photo-(2)

સુરતમાં 100 કરોડ અને તેથી વધારે ખર્ચ થાય એવા 9 પુલ છે.

ફિજિબિલિટી અહેવાલ તૈયાર કરાયા હોય એવા 18 પુલ

1 - ડ્રાફ્ટ TPS નં.33(તલંગપોર-ઉંબર) FP નં.308, 309 અને કનસાડ ગામ ખાતે બ્રિજનું બાંધકામ ખર્ચ 20 કરોડ.

2 - અમરોલી - સયાન રોડને જોડતી લેવલ ક્રોસિંગ નંબર 5 (કોસાડ ક્રિભકો લાઇન) ના બદલે ROB/RUB નું બાંધકામ, 100 કરોડ.

3 - 30 મીટર પહોળા T.P પર કનેક્ટિંગ રેમ્પનું બાંધકામ ટી.પી.નો રોડ. સ્કીમ નં. 41 (લિંબાયત- ડીંડોલી) નંદનવન સોસાયટી પાસે પ્રમુખ પાર્ક રેલ્વે ઓવરબ્રિજ દક્ષિણ પૂર્વ ઝોન (લિંબાયત), સુરતમાં E.P.C ધોરણે. રૂ. 35.00 કરોડ

4 - T.P.56 બમરોલીમાં ક્રીક બ્રિજનું નિર્માણ 18.00m રોડ પર ગોવાલકથી સામેની બાજુ મજુરાને જોડતા (બજેટ પૂર્વે-બમરોલી ગોવાલક અને ભટારને જોડતા ક્રીક બ્રિજનું બાંધકામ હાલના ડો. હેડગેવાર ક્રીક બ્રિજની નીચેની બાજુએ.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સુરત ડુમસ રોડ પર SVNIT કોલેજ જંકશન અને કારગીલ ચોક જંકશન પર ફ્લાય ઓવર બ્રિજનું બાંધકામ. 73.53 કરોડ.

5 - પશ્ચિમ ઝોનમાં સુરત-હાજીરા મુખ્ય માર્ગ પર પાલ-ઉમરા નદીના પુલના છેડે RTO જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ 86 કરોડ.

6 - સુરતના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઉધના-મગદલ્લા રોડ પર બ્રેડલાઇનર સર્કલ ખાતે ICCC બિલ્ડીંગ પાસે ભટારથી હાલના અનુવ્રત ધ્વાર ફ્લાય ઓવર બ્રિજ સુધીના એન્ટ્રી-એક્ઝિટ રેમ્પને જોડવાનું બાંધકામ. 93 કરોડ.

7 - દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઉધના-મગદલ્લા રોડ પર ગાંધી-કુટીર જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ 132.00

ભેડવડ જંકશન-પાંડેસરા G.I.D.C. ખાતે ફ્લાય ઓવર બ્રિજનું બાંધકામ દક્ષિણ (ઉધના) ઝોન, સુરતમાં ઉધના – નવસારી રોડ પાસે જંકશન. 246 કરોડ.

8 - ટી.પી.થી ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ સ્કીમ નં. 69 મધુરમ સર્કલથી જવાહર સ્કૂલ લિંબાયત ઝોનમાં. 80.00

રેલ્વે પુલ નં. 452, સુરત. 115 કરોડ.

 

9 - સુરતમાં ઉત્તર (કતારગામ) ઝોનના જૂના કતારગામ - અમરોલી નદીના પુલને પહોળો કરવો. 180.00

45.00m અને 24.00m પહોળા T.P. વચ્ચે પ્રમુખ પાર્ક રેલ્વે ઓવરબ્રિજ હેઠળ ખાડી પુલનું બાંધકામ. રોડ ડ્રાફ્ટ ટી.પી. 62 (ડિંડોલી-ભેસ્તાન-ભેડવાડ) દક્ષિણ પૂર્વ ઝોન લિંબાયતમાં. 15 કરોડ.

10 - 60.0 મીટર પહોળા ડી.પી. પર બહાર નીકળતી કેનાલ કલ્વર્ટ/બ્રિજ સ્ટ્રક્ચરને પહોળું કરવું. પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતો માર્ગ. (વૃદ્ધિ વિસ્તારની બહાર) અંજની ઈન્ડસ્ટ્રીઝ. 15 કરોડ.

11 - 30.0 મીટર પહોળા T.P પર ક્રીક બ્રિજનું બાંધકામ અંતિમ T.P.S નો રસ્તો પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં F.P.106 (મનોરંજન) નજીક નં.37 (વરિયાવ).(વૃદ્ધિ વિસ્તારની બહાર) 15 કરોડ.

12 - વરાછા - ઝોન-એ, સહજાનંદ રોડ થી રચના સર્કલ ખાતે ફ્લાય ઓવર બ્રિજનું બાંધકામ. 50 કરોડ.

13 - સુરત-કામરેજ મુખ્ય માર્ગ પર શ્યામધામ મંદિર પાસે ફ્લાય ઓવર બ્રિજનું બાંધકામ સુરત 83.68 કરોડ.

14 - સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રિંગરોડ બ્રિજની બાજુમાં, જેજે માર્કેટથી મિલેનિયમ માર્કેટ માટે એન્ટ્રી એક્ઝિટ રેમ્પનું બાંધકામ 45 કરોડ.

15 - સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડભોલી-જહાંગીરપુરાને જોડતા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રિવર બ્રિજને અડીને ડભોલીથી ઓલપાડ સુધીના એક્ઝિટ રેમ્પનું નિર્માણ. 60 કરોડ.

17 - વરાછા-કામરેજ રોડ પર વાલક પાટિયા જંકશન ખાતે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. 100 કરોડ.

18 - ઉત્તર ઝોન વિસ્તારમાં અખંડ આનંદ કોલેજ જંકશનથી ડભોલી ચાર રસ્તા જંકશન સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. 75 કરોડ.

19 - લિંબાયત ઝોનમાં ચોર્યાસી ડેરીથી પરવત ગામ પાદર સુધી ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ. 40 કરોડ.

20 - વરાછા ઝોનમાં પરવત પાટિયા જંકશનથી અમેઝિયા સુધીની કેનાલ પર એક્ઝિટ રેમ્પનું બાંધકામ. 25 કરોડ.

21 - લિંબાયત ઝોનમાં કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ 40 કરોડ.

22 - લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 41 ઉધનાથી રામાયણ પાર્ક પર એક્ઝિટ રેમ્પનું બાંધકામ. 20 કરોડ.

23 - ઉધના ઝોનમાં ઉન્ન ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ –  100 કરોડ.

14 - કતારગામ ઝોન બુધ દરવાજાથી બુધ રોડ, સિંગણપોર આંતરછેદ, વાસ્તુકલા સુધી ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ. 40 કરોડ. 

15- T. P. સ્કીમ નંબર 19 (પર્વત-માગોબ) થી T. P. સ્કીમ નંબર 64 (ડુંભાલ-મગોબ) સુરત બારડોલી રોડને જોડતા ખાડી પુલનું બાંધકામ. 15 કરોડ.

16 - 24.0-મીટર-પહોળા ડી.પી. પર, ગામ વાલકના બ્લોક નંબર 179-180 નજીક વાલક ક્રીક પર ક્રીક પુલનું બાંધકામ. રોડ હેઠળ ટી.પી. આઉટર રીંગ રોડની બાજુમાં સ્કીમ નં. 58 (વાલક). 20 કરોડ.

17 - સુરત કામરેજ રોડ પર DFCCIL રેલ્વે લાઇનની બાજુમાં વચનામૃત સોસાયટીથી વાલક ગામ તરફ જતા રોડ પર જૂની ખાડી પુલની જગ્યાએ વાલક ખાડી પર ક્રીક બ્રિજનું બાંધકામ. 10 કરોડ.

18 - નવા પૂર્વ (સરથાણા) ઝોનના અબ્રામા ગામમાંથી પસાર થતી કાકરાપાર જમણી બનાક કેનાલ વિભાગની હજીરા શાખા નહેર પર દુખિયાણા દરબાર રોડથી DFCC રેલ્વે લાઇન વચ્ચે સ્થિત દાદા ભગવાન ત્રિમંદિરની સામે પુલનું બાંધકામ. 10 કરોડ.

About The Author

Related Posts

Top News

મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

જ્યારે રૂ. 2.6 લાખ પ્રતિ માસ કમાતી એક મહિલા કામ પર પાછી ફરી, ત્યારે તેમને નીચા પદ પર મૂકવામાં...
National 
મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે રાજ્ય વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, અગાઉની DMK સરકારના શાસન...
National 
DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-09-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળના PMએ પુર માટે ભારત-ચીન-અમેરિકા જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- દાન નથી જોઈતું વળતર આપો

નેપાળે ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારત માટે ભારત, ચીન અને અમેરિકા જેવા વિશ્વના સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન...
World 
નેપાળના PMએ પુર માટે ભારત-ચીન-અમેરિકા જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- દાન નથી જોઈતું વળતર આપો
Copyright (c) Khabarchhe All Rights Reserved.