- Gujarat
- પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ 3.0નું આયોજન, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક આગેવાનો એક મંચ પર આવ...
પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ 3.0નું આયોજન, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક આગેવાનો એક મંચ પર આવ્યા
ગુજરાતની વડોદરા સ્થિતિ પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ 3.0નું આયોજન થયું હતું, જેમાં વિવિધ દેશોના એમ્બેસેડર (રાજદૂતો), હાઈ કમિશનર, રાજદ્વારા પ્રતિનિધિઓ, નીતિનિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક આગેવાનોએ એકમંચ પર આવીને દુનિયાની રાજનીતિ, ઉચ્ચ શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર ચર્ચાવિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સંબંધોને વિકસાવવા અને વિવિધ દેશો વચ્ચે સાથસહકારની તકો પેદા કરવામાં શિક્ષણની ભૂમિકા પર ચર્ચા થઈ હતી. યુનિવર્સિટીએ કાર્યક્રમમાં જીવંત શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કર્યું હતું, જેમાં 75થી વધારે દેશોના વિદ્યાર્થીઓ એકછત હેઠળ આવ્યા હતા અને અહીં વિવિધ સંસ્કૃતિઓ, વિચારો અને લોકોનો સંગમ થયો હતો.
આ સંવાદનું મુખ્ય કેન્દ્ર શૈક્ષણિક અને સંસ્થાગત ભાગીદારીઓને શ્રેષ્ઠ બનાવવાનું, વિદ્યાર્થીઓની અવરજવર અને એક્સચેન્જ પ્રોગ્રામનું વિસ્તરણ કરવાનો, સંયુક્તપણે સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું તથા ક્ષમતા, નિર્માણ અને જ્ઞાન વહેંચવાની દિશામાં આગેકૂચ કરવા પર કેન્દ્રિત હતું. આ ચર્ચાવિચારણાઓમાં સતત વિકાસ, વૈશ્વિક નાગરિકતા અને સાંસ્કૃતિક સમજણમાં શિક્ષણની ભૂમિકાની સાથે સાથે રાજકીય મિશનો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સાથસહકારની સંભાવનાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, મોઝામ્બિક, તિમોર-લેસ્તે, પેલેસ્ટાઇન, સુદાન, પાપુઆ ન્યૂ ગિની, યમન, કેમરુન, તાજિકિસ્તાન, નાઉરુ, દક્ષિણ આફ્રિકા, બેનિન, બુર્કિના ફાસો, ઇથિયોપિયા, અલ્જીરિયા, અંગોલા, ભૂટાન, બુરાન્ડી, ઇક્વાડોર, ઇક્વેટોરિયલ ગીનીઆ, એરિટ્રીયા, એસ્વાતિની, ઇન્ડોનેશિયા, કેન્યા, લીસોથો, મેડાગાસ્કર, માલી, મોરિટાનિયા, મોંગોલિયા, નિકારગુઆ, નાઇજર, ગિની ગણરાજ્ય, સોલોમન દ્વિપ, સોમાલિયા, શ્રીલંકા, સૂરીનામ, ટોગો, યુગાન્ડા અને વેનેઝુએલાના રાજકીય પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સંવાદનો મુખ્ય વિષય એ હતો કે, કઈ રીતે આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને સમુદાયો માટે ખરેખર તકોનું સર્જન કરી શકે છે.

આ કાર્યક્રમના ભાગરૂપે પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય એકતા, સંયુક્ત પ્રગતિ અને ભારતીય વિકાસની દિશામાં સહિયારા વિઝનની ક્ષમતાનું પ્રતીક સમાન સીમાચિહ્નરૂપ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એક સહિયારા ભવિષ્ય માટે લોકો, સંસ્થાઓ અને રાષ્ટ્રોને એકસાથે લાવવામાં સહયોગના મહત્વ પર વિચાર કરવાની તક હતી. આ કાર્યક્રમમાં ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, કેમ્પસની મુલાકાત, સંસ્થાઓ સાથે સંવાદ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ શામેલ હતો. આંતરરાષ્ટ્રીય સાથસહકારના મહત્વ પર ભાર મૂકીને પારુલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. દેવાંશુ પટેલે કહ્યું હતું, “શિક્ષણમાં ખભેખભો મિલાવીને શીખવાનું, પરસ્પર સમજણ અને અર્થસભર સાથશહકારના માધ્યમથી રાષ્ટ્રોને નજીક લાવવાની શક્તિ છે. ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ સાથે અમને દુનિયાભરના વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને સમુદાયો માટે નવો માર્ગ મોકળો કરીશું એવી આશા છે.”
પારુલ યુનિવર્સિટીની નવરાત્રિના પાવન પર્વની ઉજવણીમાં ગુજરાતના પરંપરાગત ગરબા અને દાંડિયાનો આનંદ 75થી વધારે દેશોના 6000થી વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ લીધો હતો, જેથી આ આયોજનમાં એક સાંસ્કૃતિક સ્પર્શ મળ્યો હતો. ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ 3.0માં શામેલ પ્રતિનિધિઓએ પણ દુનિયાભરના વિદ્યાર્થીઓ સાથે નવરાત્રિના રંગ, સંગીત અને પરંપરાઓની મજા માણી હતી. ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, મલાવી, લીસોથો, નેપાળ, ભૂટાન, મ્યાન્માર, બાંગ્લાદેશ, પાપુઆ ન્યૂ ગિની અને ફિજી જેવા વિવિધ દેશોના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના બહુસાંસ્કૃતિક વાતાવરણને વધારે સમૃદ્ધ કર્યું હતું. આ આયોજન વિશે વાત કરતા પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. પારુલ પટેલે કહ્યું હતું, “સાંસ્કૃતિક ઉત્સવ અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને એકબીજાને સમજવા, પરંપરાઓને પહેંચવા અને સરહદોની પાર મિત્રતાને સ્થાપિત કરવાની તક આપે છે.”

ડિપ્લોમેટ્સ ઇન ડાયલોગ 3.0 અને PU નવરાત્રિ 2026 જેવા આયોજનોએ શૈક્ષણિક સાથસહકાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે આંતરરાષ્ટ્રીય જોડાણને લઈને યુનિવર્સિટીના દ્રષ્ટિકોણને દર્શાવ્યો હતો. જ્યારે આ સંવાદે શૈક્ષણિક ભાગીદારી, સંશોધનમાં સાથસહકાર અને વિદ્યાર્થીઓની અવરજવરની સંભાવનાઓના દ્વાર ખોલ્યા, ત્યારે નવરાત્રિએ પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓને ભારતીય સાંસ્કૃતિક વારસાનો એક સહિયારો અનુભવ આપ્યો હતો. પારુલ યુનિવર્સિટીએ અલગ-અલગ સંસ્કૃતિઓ ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને રાજકીય પ્રતિનિધિઓને એકમંચ પર લાવીને શિક્ષણ, પરસ્પર સન્માન અને સાંસ્કૃતિક સમજણ પર આધારિત સંબંધોને વધારે ગાઢ કર્યા છે, જે વિવિધ દેશો વચ્ચે અર્થસભર સંબંધોનું મહત્વ દર્શાવે છે.

