બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ આમ તબક્કામાં યોજાશે. આ પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં 25 વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 2006માં 5 તબક્કામાં, 2011માં 6 તબક્કામાં, 2016માં 7 તબક્કામાં, 2021માં 8 તબક્કામાં મતદાન થયું હતું. પરંતુ હવે, 2026માં માત્ર 2 તબક્કામાં મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ચૂંટણીમાં હિંસાનો ઇતિહાસ રહ્યો છે. આવું જ બિહાર અને ઉત્તર પ્રદેશનો પણ ઇતિહાસ છે, પરંતુ, થોડા મહિના અગાઉ યોજાયેલી બિહાર ચૂંટણી દરમિયાન એક પણ બૂથ પર ફરીથી મતદાનની જરૂર પડી નહોતી. કહેવાનો અર્થ છે કે ચૂંટણી દરમિયાન જાતિ આધારિત સંઘર્ષના બનાવોમાં હવે મોટો ઘટાડો થયો છે.

TMC BJP
newsonair.gov.in

બંગાળમાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે

ભૂતકાળની ઘણી ચૂંટણીઓ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા થઇ, પરંતુ તે સમયે મમતા બેનર્જી ડાબેરી પક્ષો સામે લડી રહ્યા હતા. તે સમયે ડાબેરી પક્ષોના કાર્યકરો અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે સત્તા માટે રસ્તા પર ભીષણ લડાઈઓ થતી હતી. જો કે, પરિસ્થિતિ હવે બદલાઇ ગઈ છે; ડાબેરી પક્ષો હવે ક્યાંય નથી રહ્યા, અને ભૂતકાળમાં જે સત્તા માટે સંઘર્ષવાળી વાત હતી તે હવે નથી.

આજ મોટું કારણ છે, જેને કારણે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ફક્ત બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાની બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે; પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 480 કંપનીઓ અત્યારથી જ તૈનાત છે, અને ચૂંટણી શરૂ થાય ત્યાં સુધીમાં અર્ધલશ્કરી દળોના જવાનોની વધુ મોટી ટુકડી રાજ્યમાં મોકલવામાં આવશે.

51

ઓછા તબક્કાઓથી કોને ફાયદો થાય છે?

હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ઓછા તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવાથી કોને ફાયદો થાય છે? આમ જોઈએ તો જે પક્ષ સત્તામાં રહે છે, તેને હંમેશાં ફાયદો મળે છે, કારણ કે તે પોતાના ઢંગે કાર્ય કરવાની ક્ષમતા રાખે છે. તૃણમૂલ કોંગ્રેસ દરેક તબક્કામાં જે પોતાના કોડર દરેક જગ્યાએ મોકલતી હતી, તે કદાચ આ વખત ન કરી શકે. પરંતુ, ચૂંટણીની જાહેરાત અગાઉ, મમતા બેનર્જીએ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાથી લઈને અન્ય વિવિધ પહેલ સુધીની અનેક યોજનાઓની જાહેરાત કરી હતી.

TMC BJP
newindianexpress.com

ચૂટણી બે તબક્કામાં હોય કે આઠ તબક્કામાં પશ્ચિમ બંગાળની ચૂંટણી હંમેશાં તમને આશ્ચર્યચકિત કરે છે. આ વખતે પણ એ જોવાનું રહેશે કે ભાજપ પોતાની બેઠકો વધારે છે કે તૃણમૂલ કોંગ્રેસ. મમતા બેનર્જીએ SIRની લડાઈ ચારેય તરફ લડી છે. આંદોલન દ્વારા પશ્ચિમ બંગાળમાં, કાયદાકીય માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં તેમણે વ્યક્તિગત રીતે વકીલ તરીકે દલીલ કરી હતી; અને સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરીને. આ વખતે ભાજપ પશ્ચિમ બંગાળમાં પૂરી તાકત લગાવી રહી છે, અને મમતા બેનર્જી પણ પાછળ હટવા તૈયાર નથી. એટલે, પશ્ચિમ બંગાળની આ ચૂંટણી પર બધાની નજરો છે. બધા તેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.