સાડા ત્રણ વર્ષમાં રાજુ કરપડાની સંપત્તિ 61 લાખથી વધીને 3.12 કરોડ થઈ ગઈ, 46 તોલા સોનું અને આટલા વીઘા જમીન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આગામી 26 એપ્રિલે મતદાન થશે. ત્રણેય મુખ્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી કરી દીધી છે. ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ચકાસણીની તારીખ પણ પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ખેડૂત નેતા સુરેન્દ્રનગર વિસ્તારમાં ખેડૂત નેતા તરીકે જાણીતા રાજૂ કરપડા 9 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારબાદ 11 એપ્રિલે તેમણે ઉમેદવારી નોંધાવી દીધી હતી. આ સમયે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સંપત્તિની વિગત સામે આવી છે.

રાજૂ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની છે. રાજૂ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજૂ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.

raju-karpada1
facebook.com/Rajubhaikarpada21

2018 બાદ રાજૂ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી. તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતા. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, માત્ર સાડા ત્રણ વર્ષના સમય ગાળામાં રાજૂ કરપડાની સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો મળ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ 61 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 3.12 કરોડે પહોંચી ગઈ છે. આમ તેમની સંપત્તિમાં 5 ગણો વધારો થયો છે. તેમની પાસે રહેલી 55 વીઘા જમીનમાંથી અંદાજે 40 વીઘાનો વધારો થયો છે. જે તેમણે માત્ર વર્ષ 2023ના પ્રથમ પાંચ મહિનામાં જ ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

raju-karpada3
facebook.com/Rajubhaikarpada21

આ ઉપરાંત, દંપતી પાસેના સોના-ચાંદીના દાગીનાની કિંમત 12.50 લાખ રૂપિયાથી વધીને 69 લાખ રૂપિયા સુધી પહોંચી છે, જેમાં તેમની પત્ની પાસે 60 લાખ રૂપિયાની કિંમતનું 400 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ છે. 2022માં તેમના પરિવારમાં 25 તોલા સોનું હતું, જે હવે 46 તોલા સોનું થઈ ગયું છે આ ઉપરાંત વાહનોમાં પણ વધારો થયો છે, જેમાં હવે ઇનોવા ક્રિસ્ટા અને મારુતિ અર્ટિગા સહિત કુલ 5 વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 28.50 લાખ રૂપિયા છે.

સોગંદનામા મુજબ સંપત્તિની સાથે-સાથે રાજૂ કરપડા પરના દેવામાં પણ વધારો થયો છે. 2022માં વિવિધ બેંક લોન પેટે 24.97 લાખ રૂપિયાનું દેવું હતું, જે 2026માં વધીને 48.59 લાખ રૂપિયા પર પહોંચ્યું છે. આ ઉપરાંત, કાયદાકીય મોરચે પણ તેમની મુશ્કેલીઓ વધી હોય તેમ લાગે છે; 2022માં તેમની વિરુદ્ધ નોંધાયેલા કોર્ટ કેસોની સંખ્યા 3 હતી, જે હવે વધીને 6 થઈ ગઈ છે.

raju-karpada4
divyabhaskar.co.in

માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં રોકડ રકમમાં ઘટાડો (1.54 લાખ રૂપિયાથી ઘટીને 62,170 રૂપિયા) થયો હોવા છતા, સ્થાવર મિલકતો અને સોનામાં થયેલો આકસ્મિક અને જંગી વધારો લોકોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. ખાસ કરીને જમીન ખરીદીના સોદાઓ અને આવકના સ્ત્રોતને લઈને રાજકીય વિશ્લેષકોમાં અનેક ચર્ચાઓ છે. આ આંકડાઓ આગામી ચૂંટણીમાં તેમના માટે કેવો માહોલ તૈયાર કરશે તે જોવું રહ્યું.

raju-karpada5
divyabhaskar.co.in

2021-22માં રાજૂ કરપડા આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

About The Author

Related Posts

Top News

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા...
Business 
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, ...
આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક (પોલિમર)ની નોટો રજૂ કરવાનું વિચારી રહી છે. પટના અને મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બેંકના...
Business 
પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.