ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર બિંદુ રહેવાના છે એ નક્કિ છે. વિધાનસભામાં, પાટીદાર સમાજના કાર્યક્રમોમાં અને સામાજિક લગ્નોત્સવોમાં એમનું મળવાનું થતું રહેવાનું અને અનેક અટકળો વહેતી રહેવાની. 

હાલના સમયે ગુજરાતમાં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીથી મજબૂત નેતૃત્વ કહી શકાય. તેઓ ભાજપની સરકાર અને ખાસ કરીને ઉપમુખ્યમંત્રી હર્ષ સાંગવીની ટીકા કરવાની કે કામમાં ઉણપની ટકોરકારવાની એકપણ તક જતી કરતા નથી પરંતુ તેઓ પાટીદાર સમાજના ભાજપના કેટલાક નેતાઓ માટે નિંદાત્મક બોલવાનું ટાળતા હોય છે! એ એક સામાજિક મર્યાદા કહી શકાય. 

01

આવુજ કઈક જયેશ રાદડિયાનું છે. તેઓ ભાજપ માટે સૌરાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર છે. ભાજપના સંગઠન અને સરકારમાં હાલ એમને કોઈ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું નથી પરંતુ તેઓ ભાજપના અદના કહ્યાગરા કાર્યકર્તા તરીકે વાણી અને વર્તનથી સાબિત થઈ રહ્યા છે. 

પાટીદાર સમાજનું નેતૃત્વ કરતા હોય અને પાટીદાર સમાજથીજ ઉજડા હોય એવા ગોપાલ ઈટાલિયા અને જયેશ રાદડિયા હાલ ખુબજ સમજુ અને જવાબદારી ભર્યું રાજકીય અને સામાજિક સંતુલનકારી રહેલા જણાઈ રહ્યા છે. 

તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અને સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આ બંને નેતાઓ ફરી એકસાથે જોવા મળ્યા છે. વિધાનસભામાં તેઓ ગળે મળીને વાતચીત કરતા દેખાયા અને સુરતના કાર્યક્રમમાં એક જ સોફા પર બેસીને લાંબી ચર્ચા કરતા હતા. આવી મુલાકાતોને જોઈને ઘણી અટકળો થાય છે પરંતુ તેને સકારાત્મક રીતે જોવી જોઈએ.

આ મુલાકાતો દર્શાવે છે કે પક્ષીય વિરોધ હોવા છતાં પાટીદાર સમાજના યુવા નેતાઓ વચ્ચે સામાજિક સંબંધો મજબૂત છે. ગોપાલ ઈટાલિયા તેમની તીખી ટીકા માટે જાણીતા છે તો જયેશ રાદડિયા સંગઠનમાં તેમની ક્ષમતા સાબિત કરી રહ્યા છે.

4

ગુજરાતમાં પાટીદાર સમાજ મહત્વપૂર્ણ છે અને સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે છે. આ બનેવ નેતાઓ સામાજિક વિભાજનને બદલે એકતાનો સંદેશ આપે છે જે યુવા પેઢીને પ્રેરણા આપે છે. તેમના વર્તનથી સ્પષ્ટ થાય છે કે સાચા નેતૃત્વમાં પાર્ટી પ્રત્યે વફાદારી અને સમાજની જવાબદારી સમાન મહત્વની છે.

આગામી વર્ષોમાં જ્યારે આ બંને વધુ મોટી જવાબદારીઓ સંભાળશે ત્યારે તેમનું આ સંતુલન સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણને વધુ સ્થિર અને તંદુરસ્ત બનાવશે. આ એક આદર્શ ઉદાહરણ છે કે વિરોધાત્મક રાજકારણ વચ્ચે પણ સામાજિક સંવાદ કેવી રીતે જાળવી શકાય છે. આ યુવા નેતાઓના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે.

About The Author

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.