શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કર્યા પછી શું નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનશે? આ એક એવો કોયડો છે જેનો જવાબ આપવો સહેલો નથી. તેમણે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. હાલ તેમના રાજ્યસભામાં 4 સભ્યો છે અને લોકસભામાં 12 સભ્યોથી તેઓ મોદી સરકારને ટેકો આપી રહ્યા છે. તેમની પાર્ટીમાંથી લલનસિંગ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. નીતિશ કુમારે સીએમ બન્યા પછી 4 જ મહિનામાં ખુરશી છોડી દીધી છે અને રાજ્યસભા જવા માગે છે. તો શું રાજ્યસભા જઇને તેઓ કેન્દ્રમાં મંત્રીપદુ મેળવશે. શું લલનસિંહને રાજીનામું આપવું પડશે. 

જો લલનસિંહની વાત કરીએ તો તેઓ નીતિશ કુમારના ખાસ તો ગણાય જ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખૂબ નજીક હોવાનું કહેવાય છે. તેમની પાસે પંચાયતી રાજ જેવું મહત્ત્વનું ખાતુ છે. રાજકીય વિશ્વલેષકો તો ત્યાં સુધી કહેતા રહ્યા છે કે જો નીતિન કુમાર ભાજપની લાઇન પર ન ચાલે તો લલનસિંહ તેમની પાર્ટીને તોડી શકે છે. એટલે લલનસિંહે મંત્રીપદુ છોડવું પડે તેવી સ્થિતિ ભાજપ પોતે પણ ઊભી નહીં થવા દે.

nitish-kumar
facebook.com/NitishKumarJDU

નીતિશને મંત્રી બનાવવા ભાજપની મજબૂરી નથી 

નીતિશ કુમારની ઉમંર 75 વર્ષની છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વની એક નીતિ રહી છે કે 75 વર્ષની ઉંમરના નેતાઓને રાજ્યસભા મોકલીને રિટાયર કરી દેવા કે પછી માર્ગદર્શક મંડળમાં મોકલી દેવા. આ ઉપરાંત કેન્દ્રની મોદી સરકારને નીતિશ કુમારના ટેકાની એટલી પણ ગરજ નથી કે તે તેમની બધી વાતો માની જ લે. છેલ્લા થોડાય સમયથી નીતિશ કુમારને તેવર પણ આક્રમક નથી એટલે તેઓ વાસ્તવિક સ્થિતિ સમજી ગયા હોય તેવું લાગે છે. જો તેઓ ટેકો પાછો ખેંચે તો પણ સરકાર કોઇ રીતે 12 સભ્યો તો મેનેજ કરી લે તે સ્થિતિમાં છે. પરંતુ હાલની સ્થિતિમાં ભાજપ આવું કરે તો તેમને ટેકો આપનાર બીજા નેતા ચન્દ્રબાબુ નાયડુને પણ ખતરો લાગે. એટલે આવું કરવા કરતા વચ્ચેનો રસ્તો કાઢ્યો હોય તેમ લાગે છે.  

ટૂંક સમયમાં મોદી કેબિનેટના ફેરબદલની શક્યતા છે 

સૂત્રો જણાવે છે કે એપ્સ્ટિન ફાઇલ્સમાં કેબિનેટ મંત્રી હરદીપ પૂરીનું નામ આવ્યા પછી સરકારની છબિ ખરડાઇ છે. કોંગ્રેસ આ મુદ્દે સતત ભાજપ પર આકરા શરસંધાન કરી રહી છે. એટલે તેમને કોઇ રીતે મંત્રીપદથી દૂર કરવા જરૂરી છે નહીં તો લાંબા સમય સુધી પૂરીના નામે સરકારની બદનામી થતી રહેશે. પુરીનું નામ આવ્યા પછી એકવાર તેમના બચાવ માટેના પ્રયત્નો કરાયા છે. પરંતુ તે એટલા અસરકારક હોય તેવું લાગતું નથી. એટલે પુરીને સેફ એક્ઝિટ આપવા માટે કેબિનેટમાં ફેરબદલ જરૂરી છે. એટલે એક શક્યતા એવી પણ છે કે તે કેબિનેટ ફેરબદલમાં નીતિશ કુમારને મંત્રીપદુ આપવામાં આવે. 

02

નીતિશ કુમારને શિવરાજ સિહ સાથે સરખાવી શકાય 

નીતિશ કુમાર અને શિવરાજસિંહ ચૌહાણ બન્નેની સ્થિતિ પૂરેપૂરી સરખાવી શકાય તેવી છે. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી શિવરાજસિંહના નામે લડાઇ. તેમને સીએમ પદનો ચહેરો પણ જાહેર કરવામાં આવ્યા. પરંતુ અંતે તેમને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા. બિહારમાં નીતિશ કુમારના ચહેરા પણ જ ચૂંટણી લડાઇ. હવે તેમને કેન્દ્રમાં લઇ જવામાં આવી રહ્યા છે. એટલે તેમને મંત્રીપદુ મળે તેવી શક્યતા પણ છે.

About The Author

Top News

રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે હિંદ મહાસાગરમાં અમેરિકા દ્વારા ઇરાની યુદ્ધ જહાજ આઇઆરઆઇએસ ડેનાને ડૂબાડવા અંગે...
National 
રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના...
Gujarat 
SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત...
Gujarat 
રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કર્યા પછી શું નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનશે? આ એક...
National 
શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.