આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ)

આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગ માત્ર કર વસૂલવાનું માધ્યમ નથી પણ રાષ્ટ્રના વિકાસનો એક મજબૂત આધાર સ્તંભ છે. PM નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આયકર વિભાગે ઘણા સુધારાઓ અને ડિજિટલ પરિવર્તન દ્વારા કરદાતાઓ માટે વધુ પારદર્શક, સરળ અને વિશ્વાસપાત્ર વ્યવસ્થા ઊભી કરી છે.

આયકર વિભાગનું સૌથી મોટું યોગદાન સરકારની આવકમાં છે. આજે ભારતની કુલ આવકમાં સીધા કર (આયકર)નો હિસ્સો ૬૦%થી વધુ છે. આ રકમ દેશના મૂળભૂત વિકાસ  જેવાકે માર્ગો, રેલવે, એરપોર્ટ, હોસ્પિટલો, શાળાઓ, સંરક્ષણ અને જાહેર સાહસો અને પ્રજાલક્ષી યોજનાઓમાં વપરાય છે. શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ અને રોજગારીની તકો વધારવામાં આયકરની  આવક મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે દરેક કરદાતા પોતાના કર દ્વારા સીધો રાષ્ટ્રના નિર્માણમાં અપ્રત્યક્ષ ભાગીદાર બને છે.

02

તાજેતરના વર્ષોમાં ‘ફેસલેસ એસેસમેન્ટ’, ‘ફેસલેસ અપીલ’ અને ઈ-ફાઈલિંગ જેવી સુવિધાઓએ કર વ્યવસ્થાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવી છે. કરદાતાઓએ હવે ઘરબેઠા ITR ફાઈલ કરી શકે છે, રિફંડ મેળવી શકે છે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ITR રિફંડની ઝડપી પ્રક્રિયા અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે દેશના કરદાતાઓનો વિશ્વાસ વધાર્યો છે. આજે ભારતમાં કરદાતાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જે voluntary compliance નો સ્પષ્ટ સંકેત છે. 

આયકર વિભાગે કાળા નાણાં સામે અને અર્થતંત્રને સુધારવામાં પણ મહત્વનું કામ કર્યું છે. વિશિષ્ટ સુધારાઓને કારણે કરચોરી ઘટી છે અને આર્થિક વ્યવસ્થા વધુ મજબૂત બની છે. આ વિભાગની ટીમ દિવસ રાત કામ કરીને દેશના હિતમાં સેવા આપે છે જે એક પ્રશંસનીય વિષય છે.

01

આયકર ભરવું એ માત્ર કાયદાકીય ફરજ નથી પરંતુ દેશપ્રેમનું પ્રતીક પણ છે. જ્યારે આપણે કર ભરીએ છીએ ત્યારે આપણે એક સમૃદ્ધ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ છીએ. આયકર વિભાગ આપણા સૌના સહયોગથી ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યો છે. એટલે પ્રથમ એક જાગૃત નાગરિત તરીકે આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.