મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાનું બોરસર ગામ આ વખતે કોઈ ઉત્સવ માટે નહીં, પરંતુ સંસ્કારોની સુનામી માટે ચર્ચામાં છે! મધ્ય પ્રદેશનું પહેલું ગાળ મુક્ત મોડેલ ગામ બન્યા બાદ, અહીંની હવામાં હવે ગાળો નહીં, પરંતુ સારા સંસ્કારોની સુગંધ વહી રહી છે. અહી રસ્તાઓ પર પગ મુકતા જ સ્પષ્ટ શબ્દોમાં લખેલું જોવા મળે છે, 'ગાળોની એન્ટ્રી બેન..'

જો કોઈ ગાળો બોલતા પકડાય છે, તો તેને 500 રૂપિયાનો દંડ અને એક કલાક માટે ગામ સાફ કરવાનો દંડ ફટકારવામાં આવે છે. આમાં તાત્કાલિક, સ્થળ પર જ કાર્યવાહી થાય છે. ભલે તે સામાન્ય નાગરિક હોય કે પ્રભાવશાળી વ્યક્તિ, જો ગાળો આપશે તો કાર્યવાહી થશે એ નક્કી છે.

borsar-village1
divyabhaskar.co.in

ગ્રામજનોએ શું કહ્યું?

ગ્રામજનોએ કહ્યું કે આ પહેલથી ખૂબ ફાયદા થયા છે, જો આ બધુ બંધ થઈ જાય તો સારું છે. ગાળા-ગાળીથી તો ઘણીવાર ઝઘડા થાય છે;, લડાઈ થઈ છે, આને રોકવાથી ગામ સારું બની જશે. અમે આ નિયમ સાથે મજબૂત રીતે ઉભા છીએ; આ મુદ્દો ઉઠાવવા આવ્યો તો અમે ત્યારથી જ તેનું પાલન કરવાનો સંકલ્પ કર્યો.

ગામના યુવાનો હવે 'ગાળો પકડો સ્પેશિયલ ફોર્સ'નો હિસ્સો બની ગયા છે. આ ટીમ સતત દેખરેખ રાખે છે. અને નિયમ તોડનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરે છે. જો કોઈ ભૂલ કરે છે, તો આ ટીમ એવી રીતે જ પકડશે જે રીતે પોલીસ 'મોસ્ટ-વોન્ટેડ' ગુનેગારોને પકડે છે. ગ્રામ પંચાયત અને સામાજિક કાર્યકર અશ્વિન પાટીલના નેતૃત્વમાં આ નવીન પહેલે ગામની સામૂહિક માનસિકતાને ખરેખર અપગ્રેડ કરી દીધી છે. બાળકોના મોઢેથી ગાળો ગાયબ અને તેના સ્થાને પુસ્તકોની સુગંધ મહેકી રહી છે.

ગામવાસીઓ ગર્વથી જણાવે છે કે ગામમાં નવી ખુલેલું પુસ્તકાલય હવે સંસ્કારોની ઉર્જા ફેલાવી રહ્યું છે. આજે, બોરસર હવે ફક્ત એક ગામ નથી; તે ખરેખર સંસ્કારોની પ્રયોગશાળા બની ચૂક્યું છે. જ્યાંથી ઉઠેલી એક ક્રાંતિએ મોટા શહેરોને પણ શરમમાં મૂકે છે.

About The Author

Related Posts

Top News

2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 8  સિંહના10...
Gujarat 
2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

સપ્ટેમ્બર 2025માં બીજિંગમાંથી સામે આવેલા શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનના એક લીક ઓડિયોએ વધતી ઉંમરના મુદ્દે સમગ્ર વિશ્વમાં નવી...
World 
પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.