'સમૂહ લગ્ન'માં 42 વરરાજા આવ્યા પણ કન્યા એક પણ ન દેખાય, મોડેલોના ફોટા બતાવીને લાખો લીધા બાદ મોટો ખેલ થયો

મધ્ય પ્રદેશ અજીબ છે, ખરેખર ખુબ વિચિત્ર... હા, કંઇક એવું થયું કે જેને કારણે ફરી એકવાર મધ્યપ્રદેશ હેડલાઇન્સમાં આવી ગયું. મધ્યપ્રદેશના 42 વરરાજા તેમના લગ્નના દિવસે ખુબ સારી રીતે તૈયાર થઈને આવ્યા હતા. કેટલાક ચમકતી શેરવાની, ગલગોટાના ફૂલોની માળા અને મીઠાઈઓથી ભરેલા સ્ટીલના ડબ્બા લઈને આવ્યા હતા. પરંતુ કન્યાઓ ત્યાં ક્યારેય પહોંચી ન હતી, અને પછીથી તેમને ખ્યાલ આવ્યો કે તેઓ નકલી લગ્ન કૌભાંડનો ભોગ બન્યા છે.

રવિવારે દેવાસમાં જે બન્યું તે ફક્ત નાણાકીય છેતરપિંડીનો કેસ નહોતો. પોલીસના જણાવ્યા અનુસાર, દેવાસ અને આસપાસના જિલ્લાઓના ગામડાઓ અને નાના શહેરોમાંથી આવેલા ડઝનબંધ યુવકો માટે તે જાહેર અપમાન જેવું હતું, તેઓ માનતા હતા કે તેઓના લગ્ન થવાના છે. સાંજ સુધીમાં, લગ્ન સ્થળે ગુસ્સો અને અવિશ્વાસનું વાતાવરણ છવાઈ ગયું, કારણ કે પરિવારોને ખ્યાલ આવી ગયો કે તેઓ એક મોટા, સુનિયોજિત કૌભાંડમાં ફસાઈ ગયા છે. ઇન્દોરના એક અનાથાશ્રમમાંથી કન્યાઓ લાવવાનું વચન આપીને આ યુવકોની પાસેથી લાખો રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા.

32

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલો સંગઠિત લગ્ન છેતરપિંડીનો છે. બેંક નોટ પ્રેસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રીતિ કટારેએ જણાવ્યું હતું કે, 'અમને ઘણા યુવકો તરફથી ફરિયાદો મળી છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને શોધી કાઢવામાં આવી રહ્યા છે. જે અનાથાશ્રમના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના સંબંધિત દાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.'

દરેક વરરાજાએ વચેટિયાઓને 15,000થી 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. આ વચેટિયાઓએ દેવાસમાં 'સમૂહ લગ્ન સમારોહ' યોજવાનું વચન આપ્યું હતું. કેટલાકને મોબાઇલ ફોન પર ભાવિ દુલ્હનોના ફોટા અગાઉથી બતાવવામાં આવ્યા હતા. અન્ય લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે, યુવતીઓ ગરીબ અથવા અનાથ છે અને તાત્કાલિક લગ્ન માટે તૈયાર છે.

હરનિયાકલાં ગામથી આવેલા રાહુલે કહ્યું, 'અમારા દરેકની પાસેથી રજીસ્ટ્રેશન ફી તરીકે 25,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે, દુલ્હનો ઇન્દોરના માતૃછાયા આશ્રમની છે. જ્યારે અમે ફોટા માંગ્યા, ત્યારે આયોજકોએ અમને સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કરેલા મોડેલોના ફોટા મોકલ્યા. તેમણે અમને એક દિવસ પહેલા દેવાસ પહોંચવાનું કહ્યું અને સમૂહ લગ્ન બીજા દિવસે થશે. તેમણે દહેજની વસ્તુઓ આપવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ જ્યારે અમે પહોંચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું, અને પછીથી બધા ફોન બંધ થઈ ગયા.'

33

લગ્ન કરવા આવેલા વરરાજામાંથી એક અશોકે કહ્યું કે, તેમને સાદા કપડાં પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી, કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે વરરાજાના કપડાં અને લગ્નની અન્ય બધી વિધિઓ ત્યાં પૂરી પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું, 'તેઓએ અમને ખાસ કહ્યું હતું કે, આવવા પહેલા હળદર કે મહેંદી ન લગાવશો, કારણ કે બધી વિધિઓ સ્થળ પર જ કરવામાં આવશે.'

ભોપાલથી તેમના પરિવાર સાથે આવેલા ઓમ પ્રકાશે કહ્યું કે, તેમણે તેમના મોબાઇલ ફોન પર મોકલેલા ફોટોગ્રાફ્સના આધારે દુલ્હનોની પસંદગી કરી છે.

લગ્ન કરવા આવેલા એક પુરુષની બહેન રાજકુમારીએ કહ્યું, 'અમે મારા ભાઈના લગ્ન માટે ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કર્યા હતા. જ્યારે અમે પહોંચ્યા, ત્યારે આયોજકો કહેતા રહ્યા કે, એક મેડમ દુલ્હનોને લઈને આવી રહી છે, પરંતુ અડધી રાત સુધીમાં કોઈ આવ્યું ન હતું.' તેમણે ઉમેર્યું કે, ઘણા વરરાજાએ અહીં આવવા માટે કાર ભાડે લીધી હતી, અને ઘણા પરિવારોએ લગ્ન માટે સંબંધીઓ અને મહેમાનોને આમંત્રણ પણ આપ્યું હતું. આખરે, બધાને અપમાન અને નિરાશાનો સામનો કરવો પડ્યો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના 24 મેના રોજ પ્રકાશમાં આવી હતી, અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, 'મુખ્ય આરોપી મુકેશ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની મોડસ ઓપરેન્ડીની તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ વિદિશા જિલ્લાના હોવાથી, વધુ માહિતી એકત્રિત કરવા માટે એક ટીમ ત્યાં પણ મોકલવામાં આવી છે.'

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.