ઈશાન કિશન, શમી સહિત આ 4 ખેલાડીઓની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી

7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના પહેલા દિવસે ગ્રુપ સ્ટેજ મેચમાં અમેરિકા સામે મેદાનમાં ઉતરશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં બધાની નજર ઈશાન કિશન પર રહેશે, જે તાજેતરમાં ટીમમાં પાછો ફર્યો છે અને ત્યારથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. પરંતુ પોતાની કમાલ બતાવે તે અગાઉ, BCCIએ તેને મોટો ઝટકો આપ્યો છે. એક અહેવાલ મુજબ, ઈશાનને ભારતીય બોર્ડ દ્વારા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

BCCI દર વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરે છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ, આ ખેલાડીઓને તેમના મહત્ત્વ અને ફોર્મેટના આધારે અલગ-અલગ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બોર્ડ આ ખેલાડીઓને આખા વર્ષ માટે નિશ્ચિત પગાર ચૂકવે છે, પછી ભલે તેઓ તે વર્ષે કોઈ મેચ રમે કે નહીં. આ વખતે BCCI 2025-26 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તૈયાર કર્યા છે, જેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

ishan-kishan
BCCI

જોકે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, પરંતુ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનનું નામ આ યાદીમાં શામેલ નથી. ઇશાન તાજેતરમાં જ લગભગ અઢી વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો છે, જ્યારે તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝ અને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. એટલે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરવામાં આવશે, કારણ કે આ સીરિઝ અને વર્લ્ડ કપ ચાલુ સીઝનમાં આવી રહ્યો છે, જેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે.

ચોંકાવનારી વાત એ છે કે, ગત સીઝનમાં તે આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ હતો, જોકે તે દરમિયાન તેને એક પણ વખત ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ઇશાનને C ગ્રેડમાં રાખવામાં આવ્યો હતો, જેના માટે તેને દર વર્ષે 1 કરોડ રૂપિયા મળતા હતા. જો કે, સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, અને એવામાં, T20 વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનના આધારે ઇશાનને સીઝનના મધ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવી શકે છે.

આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી માત્ર ઇશાન જ નહીં, પણ 4 અન્ય નામ પણ ગાયબ છે. ગયા વર્ષે, BCCI34 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો, જેમાંથી 5ને રિલીઝ કરવામાં આવ્યા છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને નવા ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. બહાર થનારા ખેલાડીઓમાં ઇશાન ઉપરાંત, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે. શમી ગયા વર્ષે A ગ્રેડમાં હતો, જેના માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળ્યા હતા.

shami
cricketaddictor.com

જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલો શમી છેલ્લા કેટલાક મહિનામાં ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે પણ વકયુદ્ધમાં ગૂચાવાયો હતો અને હવે તેની તેના કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી થઈ રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીમ ઇન્ડિયાના દરવાજા હવે શમી માટે કાયમ માટે બંધ થઈ ગયા છે.

આ ઉપરાંત, યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. સરફરાઝ ગયા વખતે C ગ્રેડમાં હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ (2024-25) પર ટેસ્ટ સીરિઝ પછી તે ટીમમાં પાછો ફરી શક્યો નથી. બંગાળના ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને મધ્ય પ્રદેશના કેપ્ટન રજત પાટીદાર પણ આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા મેળવી શક્યા નથી. બંને C ગ્રેડમાં હતા, જેમાં ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર મળે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.