શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. અલ્પેશ માત્ર ધોરણ 9 સુધી ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.

આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલીશાન બંગલામાં રહેતો હતો.

આરોપીઓએ ઉત્રાણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈ પણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.