Realmeએ લોન્ચ કર્યો 7000mAh બેટરીવાળો સસ્તો ફોન, જાણો ફીચર્સ અને કિંમત

Realmeએ બજારમાં 7000mAh બેટરીવાળો એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન MediaTek પ્રોસેસર અને 'Pulse Light' ફીચર સાથે આવે છે. આ લાઇટ ફોનની પાછળના ભાગમાં ટ્રિપલ-કેમેરા સેટઅપમાં લગાવવામાં આવ્યા છે અને જે નોટિફિકેશન પ્રાપ્ત થતા વપરાશકર્તાઓને જોવા મળે છે. ચાઇનીઝ બ્રાન્ડે આ ફોનને પોતાના બજેટ C-સીરિઝમાં ઉતાર્યો છે. આ ફોન Realme C100 નામથી રજૂ કરવામાં આવ્યો છે.

Realme-C100
realme.com

Realme C100ની કિંમત અને ફીચર્સ

Realmeનો આ સસ્તો સ્માર્ટફોન સિંગલ સ્ટોરેજ વેરિયન્ટ 6GB RAM + 128GBમાં ઉપલબ્ધ છે જેની કિંમત VND 6,399,000 છે એટલે કે લગભગ 22,500 રૂપિયા છે. Realmeએ હાલમાં આ ફોન વિયેતનામમાં લોન્ચ કર્યો છે. તે ટૂંક સમયમાં અન્ય વૈશ્વિક બજારોમાં રજૂ થવાની અપેક્ષા છે. કંપનીએ અગાઉ પણ ભારતીય બજારમાં પણ તેની C-સીરિઝના સસ્તા મોડેલો લોન્ચ કર્યા છે. આ ફોન 3 રંગ વિકલ્પોમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. તેને Eternal Brown, Purple અને White Glowમાં ખરીદી શકાય છે.

Realme-C1002
realme.com

Realmeનો આ સસ્તો ફોન 6.8-ઇંચ HD+ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનની ડિસ્પ્લનું રિઝોલ્યુશન 1570 x 720 પિક્સેલ છે અને 120Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે જ, ડિસ્પ્લે પ્રોટેક્શન માટે 'આર્મર શેલ' આપવામાં આવ્યું છે. આ ફોનમાં MediaTek Helio G92 Max 4G પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ફોન Android 14 પર બેઝ્ડ Realme UI 7 પર કામ કરે છે.

Realme-C1001
realme.com

આ ફોનમાં 8GB સુધીની RAM અને 256GB સુધી સ્ટોરેજને સપોર્ટ મળે છે, જેને MicroSD કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેમાં 7000mAhની બેટરી આપવામાં આવી છે અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. પાછળના ભાગમાં, ફોનમાં 50MP મેઇન કેમેરા છે, જેની સાથે બે વધારાના કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ફોનમાં 8MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરાથી આપવામાં આવ્યો છે.

Realme-C1004
realme.com

આ સસ્તા ફોનમાં કનેક્ટિવિટી માટે ડ્યૂઅલ 4G સિમ સપોર્ટ, Wi-Fi 5, બ્લૂટૂથ અને NFC જેવા વિકલ્પો છે. સાથે જ, આ ફોન IP66, IP68, IP69, અને IP69K રેટિંગ્સને સપોર્ટ કરે છે, ફોન પાણી અને ધૂળથી ખરાબ નહીં થાય. આ ફોનમાં સુરક્ષા માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.