- Gujarat
- AM/NS India હજીરાના બ્લાસ્ટ ફર્નેસે ઐતિહાસિક 30 મિલિયન ટન ઉત્પાદનની સિદ્ધિ હાંસલ કરી
AM/NS India હજીરાના બ્લાસ્ટ ફર્નેસે ઐતિહાસિક 30 મિલિયન ટન ઉત્પાદનની સિદ્ધિ હાંસલ કરી
હજીરા-સુરત, ઓક્ટોબર 23, 2026: આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ તેના હજીરા સ્ટીલ પ્લાન્ટ ખાતે વર્ષ 2010માં બ્લાસ્ટ ફર્નેસ કમિશન થયા પછીથી અત્યાર સુધીમાં 30 મિલિયન ટનનું સંચિત હોટ મેટલ ઉત્પાદન પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર AM/NS India માટે જ નહીં, પરંતુ સુરત અને ગુજરાત માટે પણ ગૌરવની બાબત છે, જે દર્શાવે છે કે હજીરા સ્થિત એક જ પ્રોડક્શન યુનિટે ભારતના ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ સ્કેલ અને વિશાળતાને સમજીએ તો, 30 મિલિયન ટન હોટ મેટલ એ લગભગ 3,000 એફિલ ટાવરના વજન જેટલું થાય છે. આટલું ઉત્પાદન 1,700 થી વધુ ઓલિમ્પિક-સાઈઝના સ્વિમિંગ પૂલ ભરી શકે તેટલું છે. જો આ હોટ મેટલને સ્ટીલ કોઈલમાં ફેરવવામાં આવે, તો તેની લંબાઈ આશરે 3.18 મિલિયન કિલોમીટર થશે, જે પૃથ્વીની ફરતે લગભગ 80 વાર પ્રદક્ષિણા કરવા માટે અથવા ચંદ્ર સુધીની 8 થી વધુ વાર યાત્રા કરવા માટે પૂરતી છે. દેશની બહુ ઓછી ઔદ્યોગિક સુવિધાઓ આટલી વિશાળ ક્ષમતાની સિદ્ધિનો દાવો કરી શકે છે.
વર્ષ 2010માં કમિશન કરવામાં આવેલ બ્લાસ્ટ ફર્નેસની વાર્ષિક ડિઝાઈન ક્ષમતા 1.75 મિલિયન ટન ઉત્પાદનની હતી. સતત સુધારાઓ, ઓપરેશનલ એક્સેલન્સ (કાર્યક્ષમતા) અને કાર્યબળના સમર્પણના માધ્યમથી, આ ફર્નેસે તેની મૂળ ડિઝાઈન ક્ષમતા કરતાં સતત વધુ ઉત્પાદન કર્યું છે અને આજે તેની સમગ્ર ઓપરેટિંગ લાઈફ દરમિયાન 30 મિલિયન ટનથી વધુ હોટ મેટલ સફળતાપૂર્વક ડિલિવર કર્યું છે.
સ્ટીલ મેકિંગ પ્રોસેસની શરૂઆત તરીકે ઓળખાતી બ્લાસ્ટ ફર્નેસ આયર્ન ઓર (કાચું લોખંડ) ને હોટ મેટલમાં રૂપાંતરિત કરે છે, જે બાદમાં સ્ટીલમાં પરિવર્તિત કરવામાં આવે છે, જે આ બ્લાસ્ટ ફર્નેસને પ્લાન્ટની કામગીરીનો એક મહત્વપૂર્ણ સ્તંભ બનાવે છે.
બ્લાસ્ટ ફર્નેસ ખાતે પીગળેલું લોખંડ હજીરા ખાતે સ્ટીલ બનાવવાનો પાયો છે. તેને સ્ટીલ મેલ્ટિંગ શોપ ખાતે સ્ટીલમાં ફેરવવામાં આવે છે અને આગળ સ્લેબમાં પ્રોસેસ કરવામાં આવે છે, જેને પ્લેટ મિલ અને કોમ્પેક્ટ સ્ટ્રીપ પ્રોડક્શન (CSP) મિલ ખાતે રોલ કરવામાં આવે છે. આ સુવિધાઓમાંથી ઉત્પાદિત સ્ટીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, એનર્જી, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે. તેથી, હજીરાની બ્લાસ્ટ ફર્નેસ ખાતે ઉત્પાદિત હોટ મેટલના દરેક ટને પ્લાન્ટની સીમાઓથી ઘણે દૂર સુધી ભૂમિકા ભજવી છે, જે ભારતના આર્થિક વિકાસને વેગ આપતા અને તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત કરતા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સમર્થન આપે છે.
વીતેલા વર્ષોમાં, AM/NS Indiaની બ્લાસ્ટ ફર્નેસ દેશની શ્રેષ્ઠ કામગીરી કરતી ફર્નેસમાંથી એક તરીકે ઉભરી આવી છે, જેણે પ્રોડક્ટિવિટી અને ઓપરેશનલ એક્સેલન્સમાં સતત નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આ ફેસિલિટીએ વાર્ષિક 2 મિલિયન ટનથી વધુ ઉત્પાદન સ્તર હાંસલ કર્યું છે અને ઉદ્યોગમાં અગ્રણી એવી કેટલીક ઓપરેશનલ પદ્ધતિઓ શરૂ કરી છે, જેણે ભારતના સૌથી આધુનિક સ્ટીલ ઉત્પાદન સ્થળોમાંથી એક તરીકે હજીરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે.
આ સિદ્ધિ કર્મચારીઓની પ્રતિબદ્ધતા, કુશળતા અને સતત પ્રયાસોને દર્શાવે છે, જેમના સામૂહિક પ્રયાસોએ બ્લાસ્ટ ફર્નેસને એક નવા કમિશન થયેલા યુનિટમાંથી વિશ્વાસનીયતા, નવીનતા અને ઉચ્ચ પ્રદર્શનના પ્રતીકમાં પરિવર્તિત કર્યું છે. 30 મિલિયન ટનનો આ માઈલસ્ટોન ભારતના મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં હજીરાની વધતી જતી ભૂમિકાને વધુ મજબૂત કરે છે અને ઝડપથી વિકસતા દેશ માટે વિશ્વસ્તરીય સ્ટીલના નિર્માણની પ્લાન્ટની સફરમાં એક અગત્યનું નવું પ્રકરણ અંકિત કરે છે.
ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે. તેથી, હજીરાની બ્લાસ્ટ ફર્નેસ ખાતે ઉત્પાદિત હોટ મેટલના દરેક ટને પ્લાન્ટની સીમાઓથી ઘણે દૂર સુધી ભૂમિકા ભજવી છે, જે ભારતના આર્થિક વિકાસને વેગ આપતા અને તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત કરતા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સમર્થન આપે છે.
વીતેલા વર્ષોમાં, AM/NS Indiaની બ્લાસ્ટ ફર્નેસ દેશની શ્રેષ્ઠ કામગીરી કરતી ફર્નેસમાંથી એક તરીકે ઉભરી આવી છે, જેણે પ્રોડક્ટિવિટી અને ઓપરેશનલ એક્સેલન્સમાં સતત નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આ ફેસિલિટીએ વાર્ષિક 2 મિલિયન ટનથી વધુ ઉત્પાદન સ્તર હાંસલ કર્યું છે અને ઉદ્યોગમાં અગ્રણી એવી કેટલીક ઓપરેશનલ પદ્ધતિઓ શરૂ કરી છે, જેણે ભારતના સૌથી આધુનિક સ્ટીલ ઉત્પાદન સ્થળોમાંથી એક તરીકે હજીરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે.
આ સિદ્ધિ કર્મચારીઓની પ્રતિબદ્ધતા, કુશળતા અને સતત પ્રયાસોને દર્શાવે છે, જેમના સામૂહિક પ્રયાસોએ બ્લાસ્ટ ફર્નેસને એક નવા કમિશન થયેલા યુનિટમાંથી વિશ્વાસનીયતા, નવીનતા અને ઉચ્ચ પ્રદર્શનના પ્રતીકમાં પરિવર્તિત કર્યું છે.
30 મિલિયન ટનનો આ માઈલસ્ટોન ભારતના મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં હજીરાની વધતી જતી ભૂમિકાને વધુ મજબૂત કરે છે અને ઝડપથી વિકસતા દેશ માટે વિશ્વસ્તરીય સ્ટીલના નિર્માણની પ્લાન્ટની સફરમાં એક અગત્યનું નવું પ્રકરણ અંકિત કરે છે.

