કોણ છે મુકુલ ચૌધરી? જેણે પોતાના દમ પર મેચનું પાસુ પલટી નાખ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 15મી મેચ, 9 એપ્રિલ (ગુરુવાર)ના રોજ, કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાઈ હતી. ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 3 વિકેટથી હરાવી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ લખનૌ માટે 182 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને મહેમાન ટીમે મેચના છેલ્લા બોલ પર હાંસલ કર્યો.

લખનૌ સુપર જાયન્ટ્સની જીતનો હીરો રહ્યો 21 વર્ષીય મુકુલ ચૌધરી, જેણે હાઇ-પ્રેશરવાળી પરિસ્થિતિમાં માત્ર 27 બૉલમાં અણનમ 54 રન બનાવીને મેચનું પાસું પલટી નાખ્યું. તેની આ ઇનિંગમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. લક્ષ્યનો પીછો કરતા લખનૌની ટીમ એક તબક્કે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. 128 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી, અને જીત લગભગ કોલકાતાના પક્ષમાં જતી રહી.

ત્યારથી મુકુલ ચૌધરીએ સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લીધી. 17મી ઓવરમાં મુકુલ ચૌધરીએ વૈભવ અરોરાને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે 18મી ઓવરમાં કાર્તિક ત્યાગીના બૉલ પર બે છગ્ગા ફટકાર્યા. 19મી ઓવરમાં મુકુલે કેમેરોન ગ્રીન પર કોઈ દયા ન બતાવી; ગ્રીનની આ ઓવરમાં મુકુલે માત્ર 2 છગ્ગા સાથે એક ચોગ્ગો પણ ફટકાર્યો.

લખનૌને અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરૂર હતી. વૈભવ અરોરા આ ઓવર ફેંકવા આવ્યો હતો. અવેશ ખાને પહેલા જ બોલ પર એક સિંગલ લીધો. બીજા બોલ પર મુકુલે છગ્ગો ફટકારીને દબાણ હળવું કરી દીધું. ત્યારબાદ, વૈભવે સતત બે ડોટ બોલ ફેંક્યા. ત્યારબાદ મુકુલે પાંચમા બોલ પર છગ્ગો ફટકારી દીધો. અંતિમ બોલ પર ફક્ત 1 રનની જરૂર હતી ત્યારે, મુકુલની બેટ સાથે બોલ ન લાગ્યો; જોકે તે બાય દ્વારા સિંગલ લેવામાં જરૂર સફળ રહ્યો, જેના કારણે લખનૌની ટીમ મેચ જીતી શકી.

મુકુલ ચૌધરી કોણ છે અને તેની કારકિર્દી કેવી રહી છે?

મુકુલ ચૌધરી જમણા હાથનો એક આક્રમક મધ્યમ ક્રમનો બેટ્સમેન છે. મુકુલનો જન્મ 6 ઓગસ્ટ, 2004ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં થયો હતો. તે ફક્ત રાજસ્થાન માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધી, મુકુલે 4 ફર્સ્ટ-ક્લાસ, 5 લિસ્ટ-A અને 10 T20 મેચ રમી છે. ફર્સ્ટ-ક્લાસ મેચોમાં મુકુલે 17.16ની સરેરાશથી 103 રન બનાવ્યા છે. તો, લિસ્ટ-A ક્રિકેટમાં મુકુલે 14.20ની સરેરાશથી 71 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં મુકુલે 46.66 ની સરેરાશ અને 164.70ના સ્ટ્રાઇક રેટથી 280 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે.

mukul-chaudhary3
BCCI

મુકુલ ચૌધરીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025-26માં તેની વિસ્ફોટક બેટિંગ માટે લાઈમલાઇટ મેળવી હતી. મુકુલે પાંચ ઇનિંગ્સમાં 57.66ની સરેરાશ અને 198.85ના સ્ટ્રાઇક રેટથી 173 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થતો હતો. IPL 2026 સીઝન માટે યોજાયેલ મીની-ઓક્શનમાં મુકુલને લખનૌ સુપર જાયન્ટ્સે ₹2.60 કરોડમાં ખરીદ્યો હતો. મુકુલની બેઝ પ્રાઈસ ₹30 લાખ હતી.

mukul-chaudhary
BCCI

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના બેટિંગની વાત કરીએ તો, અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. તો, કેપ્ટન અજિંક્ય રહાણેએ માત્ર 24 બોલમાં 41 રનની ધમાકેદાર ઇનિંગ રમી. રોવમેન પોવેલ (39 રન, અણનમ) અને કેમેરોન ગ્રીન (32 રન, અણનમ) એ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ગ્રીન અને પોવેલ વચ્ચેની 70 રનની ભાગીદારીએ ટીમનો કુલ સ્કોર 181 રન સુધી પહોંચાડ્યો હતો.

રન ચેઝમાં લખનૌએ શરૂઆત સારી રહી અને 41 રનના સ્કોર પર તેની પહેલી વિકેટ પડી. ઓપનર એડન માર્કરમ અને મિશેલ માર્શે અનુક્રમે 22 અને 15 રન બનાવ્યા. ઓપનિંગ ભાગીદારી તૂટી ગયા બાદ, લખનૌની વિકેટો પડવા લાગી. કેપ્ટન ઋષભ પંત (10 રન), નિકોલસ પૂરન (13 રન) અને અબ્દુલ સમદ (2 રન) કઈ ખાસ યોગદાન આપી ન શક્યા. આયુષ બદોની (54)એ લડત ચાલુ રાખી, પરંતુ તે આઉટ થતાં જ ત્યારે મેચ લગભગ સમાપ્ત માનવમાં આવી રહી હતી. અહીથી મુકુલ ચૌધરીએ પોતાનો 'ફિનિશર મોડ' ઓન કર્યો અને એકલા હાથે મેચ પલટી નાખી.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.