અમેરિકામાં ભારતીય મૂળના જજને 10 વર્ષની જેલની સજા, કેરળ સાથે કનેક્શન

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જ (KP George) ને નાણાકીય ગુનાઓ બદલ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીના પ્રથમ ભારતીય મૂળના જજ બનીને ઇતિહાસ રચનાર કેપી જ્યોર્જ હવે મની લોન્ડરિંગ અને ચૂંટણી ભંડોળના દુરુપયોગના કેસમાં જેલના સળિયા પાછળ જશે.

કેરળ સાથે જોડાયેલા છે તાર

જજ કેપી જ્યોર્જ મૂળ ભારતના કેરળ રાજ્યના વતની છે. તેમણે અમેરિકામાં કાયદાકીય ક્ષેત્રે મોટી નામના મેળવી હતી, પરંતુ તાજેતરના ચુકાદાએ તેમની કારકિર્દી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.

Photo-(2)

શું છે સમગ્ર મામલો?

'ફોક્સ 26 હ્યુસ્ટન'ના અહેવાલ મુજબ, ટેક્સાસની એક જ્યુરીએ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના બે કેસમાં દોષિત જાહેર કર્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના ચૂંટણી અભિયાન (Campaign) માટે મળેલા નાણાંનો અંગત ફાયદા માટે ખોટો ઉપયોગ કર્યો હતો. સરકારી વકીલોએ પુરાવા રજૂ કર્યા કે તેમણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાણાં ટ્રાન્સફર કરીને હેરાફેરી કરી હતી. તેમણે સત્તાવાર ફાઈલિંગમાં ખોટી માહિતી આપી અને ભંડોળ બાબતે જૂઠું બોલ્યા હતા.

સજા અને જામીન

એક અઠવાડિયા સુધી ચાલેલા ટ્રાયલ બાદ જ્યુરીએ તેમને 'થર્ડ-ડિગ્રી ફેલોની' (ગંભીર ગુનો) હેઠળ દોષિત માન્યા છે. અમેરિકી કાયદા મુજબ આ ગુના માટે 2 થી 10 વર્ષની જેલની જોગવાઈ છે. ચુકાદા બાદ તરત જ તેમને કસ્ટડીમાં લેવાયા હતા, જોકે બાદમાં 20,000 ડોલર (આશરે 18 લાખ રૂપિયા) ના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે. શરત મુજબ, તેમણે પોતાનો અમેરિકી પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો છે.

10

રાજકીય કારકિર્દીનો અંત?

કેપી જ્યોર્જ 2026 માં ફરીથી ફોર્ટ બેન્ડ કાઉન્ટી જજ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં તેમની સ્થિતિ અત્યંત નબળી રહી હતી:

  • 3 માર્ચ 2026 ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેઓ 5 ઉમેદવારોમાંથી 5મા ક્રમે રહ્યા હતા.
  • તેમને માત્ર 8.4% મતો મળ્યા હતા.
  • ભ્રષ્ટાચારના આરોપો બાદ તેમને મળતું ચૂંટણી ચંદુ (Donation) લગભગ બંધ થઈ ગયું હતું અને તેમના સલાહકારોએ પણ જુબાની આપી હતી કે લોકો હવે તેમને પૈસા આપવા તૈયાર નહોતા.

કોર્ટમાં પક્ષ અને પ્રતિપક્ષની દલીલો

સરકારી વકીલ કેથરીન પીટરસને જ્યુરીને જણાવ્યું હતું કે, પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યોર્જે પૈસાની હેરાફેરી કરી છે અને અંગત સ્વાર્થ માટે કાયદાનો ભંગ કર્યો છે. બીજી તરફ, કેપી જ્યોર્જના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ માત્ર અધૂરા રેકોર્ડ અને ખોટી ધારણાઓ પર આધારિત છે, અને સરકારી પક્ષ કોઈ પણ ગેરકાયદેસર હેતુ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.