કોણ છે ગાલિબફ? જેને અમેરિકા અસલી સુપ્રીમ લીડર બનાવવા માંગે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે સસ્પેન્સ યથાવત છે. એક તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વાટાઘાટો શરૂ થઈ ગઈ છે; બીજી તરફ ઈરાનનું કહેવું છે કે, તેણે અમેરિકા સાથે કોઈ વાત કરી નથી. આ દરમિયાન, યુદ્ધવિરામને લઈને અમેરિકના એક પ્લાનનો ખુલાસો થયો છે. અમેરિકા ઇરાનના એક કટ્ટરપંથીને પોતાના પક્ષમાં કરવા માંગે છે, જે આગામી સમયમાં તેના માટે કામ કરે. તેના માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ આ અધિકારીને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અધિકારીનું નામ છે મોહમ્મદ બી. ગાલિબફ છે.

અમેરિકન મીડિયા આઉટલેટ એક્સિયોસએ વ્હાઇટ હાઉસના સૂત્રોના સંદર્ભે જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગાલિબફને વિશ્વાસમાં લઈ રહ્યું છે. વહીવટીતંત્રને લાગે છે કે, ગાલિબફ દ્વારા ઈરાનમાં તેના હિતોને આગળ વધારી શકાય છે. ગાલિબફ સાથે વાતચીત કરવા માટે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના ઉપરાષ્ટ્રપતિ, જે.ડી. વાન્સને મોકલવા માટે પણ તૈયાર છે.

MB-Ghalibaf2
en.puic.org

કોણ છે બી. ગાલિબફ?

ગાલિબફને ઈરાનમાં કટ્ટરપંથી નેતા માનવામાં આવે છે. હાલમાં, તેઓ ઈરાની સંસદના સ્પીકર છે. તેમને અગાઉ ઈરાનના બીજા સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઇના નજીકના વિશ્વાસુ માનવામાં આવતા હતા. ગાલિબફે તેમની કારકિર્દીની શરૂઆત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક જવાનના રૂપમાં કરી હતી. બાદમાં તેમને કોર્પ્સમાં જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લશ્કર છોડ્યા બાદ, ગાલિબફને તેહરાનના મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગાલિબફે બે વાર ઈરાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી છે. તેઓ પહેલી વાર 2013માં રાષ્ટ્રપતિની રેસમાં મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ હસન રૂહાનીએ તેમને હરાવી દીધા હતા. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ગાલિબફ ફરી એકવાર મસૂદ પેઝેશ્કિયાન સામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

MB-Ghalibaf1
ndtv.com

અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ગાલિબફ હાલમાં એકમાત્ર નેતા છે જે મોજતબા ખામેનેઇના નિર્ણય લેવામાં દખલઅંદાજી કરી શકે છે. ખામેનેઇ તેમના નિર્ણય માની શકે છે. આ જ કારણ છે કે અમેરિકા ગાલિબફ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકન વહીવટીતંત્ર આગામી સર્વોચ્ચ નેતા તરીકે ગાલિબફને પસંદ કરે છે. તેમની ઇચ્છા છે કે ગાલિબફને મોજતબાના સ્થાને સર્વોચ્ચ નેતાના પદ પર નિયુક્ત કરવામાં આવે. સોમવારે (23 માર્ચ) પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઈરાનના સર્વોચ્ચ નેતા સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રિત કરીશું.

MB-Ghalibaf1
ndtv.com

જ્યારે આ બાબતે વધુ સવાલ કરવામાં આવ્યા, ત્યારે ટ્રમ્પે ટિપ્પણી કરી કે, ‘હું વધુ કંઈ કહીશ નહીં, કારણ કે તેમનો જીવ લઈ શકાય છે.

જોકે, અમેરિકન મીડિયામાં ટ્રમ્પ વહીવટીતંત્રના ગાલિબફ સાથે વાત કરવાના સમાચાર અમેરિકન મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયા, ત્યારે ગાલિબફ પોતે સોશિયલ મીડિયા પર સામે આવ્યા. તેમણે એક પોસ્ટ દ્વારા કોઈની સાથે કોઈ વાત ન થઈ હોવાની દાવો કર્યો.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.