ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ:04-07-2026

દિવસ: શનિવાર

મેષ: આજનો દિવસ વ્યવાસાયિક ક્ષેત્રે વૃદ્વિ કરાવવાવાળો રહેશે, ધન લાભ થશે, સંબંધોને લઇને થોડા-થોડા પરેશાન રહેશો, સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભ: આજનો દિવસ તમારી કાર્યશૈલીમાં સુધારો લાવવાની ઉત્તમ તક છે, આજના દિવસે ઉધારીના મામલે પડવું નહીં, પારિવારિક વાતાવરણમાં પણ સુખ-શાંતિ જણાશે, સ્વાસ્થ્ય પર વાતાવરણની અસર જોવા મળે.

મિથુન: ભૂલ સુધારવાનો ઉત્તમ સમય છે, આળસ છોડીને પોતાના વ્યવસાયમાં મન લગાડવું, મહિલા વર્ગ માટે પણ આજનો દિવસ વ્યસ્તતામાં પસાર થાય, આવક કરતા જાવક વધુ રહે, ખાવા-પીવામાં સાવધાની રાખવી.

કર્ક: વ્યર્થની ચિંતાઓનો માનસિક બોજ રહે, કાર્યક્ષેત્ર પર ગુસ્સાવાળો વ્યવહાર કરવો નહીં, સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ: આજે તમે તમામ કાર્યોને અવગણી આરામ વધુ પસંદ કરશો, પારીવારિક વાતાવરણ થોડો સમય માટે ઉથલપાથલ થશે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. 

કન્યા: આજના દિવસે ઉત્તમ શુભ ફળ પ્રાપ્તીનો છે, આજે કાર્યોમાં સફળતા પાકી મળશે, ધર્મ-કર્મમાં રૂચિ રહેશે, વાણીમાં સંયમ રાખવો.

તુલા: આકસ્મિક ખર્ચાથી થોડી માનસિક બેચેની અનુભવશો, ધાર્મિક ક્ષેત્ર પર અને ભાવનાત્મક સ્થળો પર વધારે રૂચિ લેશો.

વૃશ્વિક: આજે તમારા જ ઘરમાં તમારી આલોચના થશે,ધાર્મિક ક્ષેત્રનો પ્રવાસ પણ ગોઠવી શકો છો, સ્વાસ્થ્યની કાળજી રાખવી.

ધન: આજનો દિવસ અધુરા રહેલા કાર્યો પુરા કરવાનો સમય છે, કલ્પનાઓના વિચાર અમલમાં મુકશો, સંતાન તરફથી થોડી નારાજગી રહેશે.

મકર: આર્થિક અને પારિવારિક સ્થિતિ તમારા અનુકુળ રહેશે, સાંજ સુધીમાં સંતોષકારક કાર્ય પુરા થશે, દાંમપત્યજીવનમાં મધુરતા રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે. 

કુંભ: આજનો દિવસ આનંદ અને ખુશી સાથે પસાર કરશો, ધર્મમાં ખર્ચ પણ થશે, મનમાં અહંકારની ભાવના આવવા દેશો નહીં. 

મીન:  ક્રોધ અને અહમની ભાવના મનમાં આવવાથી સંબંધોમાં ખટરાગ ઉભો ન થાય તે જોવું, ધન લાભ થોડો પણ થશે, સ્વાસ્થ્ય સારું રહેશે, પ્રવાસ ટાળવો.

About The Author

Related Posts

Top News

આ કંપનીના શેર બન્યા રૉકેટ... માત્ર 14 દિવસમાં આપ્યું 120% વળતર

છેલ્લા કેટલાક દિવસોથી વેદાંતાના શેર શાનદાર તેજી બતાવી રહ્યા છે. વેદાંતા ગ્રુપના ડિમર્જર પ્લાન હેઠળ અલગ કરવામાં આવેલી ચાર નવી...
Business 
આ કંપનીના શેર બન્યા રૉકેટ... માત્ર 14 દિવસમાં આપ્યું 120% વળતર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ:04-07-2026 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ વ્યવાસાયિક ક્ષેત્રે વૃદ્વિ કરાવવાવાળો રહેશે, ધન લાભ થશે, સંબંધોને લઇને થોડા-થોડા પરેશાન રહેશો, સ્વાસ્થ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (...
Business 
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના...
Politics 
અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.