આજના તમામ મુસ્લિમો એક સમયે હિન્દુ હતા; અરબથી નથી આવ્યા...’, MLA રાજા ભૈયાનું નિવેદન

ઉત્તર પ્રદેશના કુંડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં જેટલા પણ મુસ્લિમ છે, તેમના પૂર્વજો હિન્દુ જ હતા. આગળ વધતા તેમણે કહ્યું કે જે લોકોએ તે સમયમાં દબાણ કે ભય આગળ ઘૂંટણ ટેકવી દીઘા, તેઓ કાયર હતા, અને આ તેમણે જ ધર્મ પરિવર્તન કર્યું. રાજા ભૈયાનું નિવેદન સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

raja-bhaiya1
aajtak.in

રઘુરાજ પ્રતાપ સિંહે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, તમિલનાડુમાં DMK પાર્ટીના એક નેતા છે, જેમણે કહ્યું હતું કે સનાતન ધર્મને જ સમાપ્ત કરી દેવો જોઈએ. તેમણે તેને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવ્યો. બીમારીઓ સાથે તુલના કરવામાં આવી કે હિન્દુ ધર્મ સૌથી હલકી કક્ષાનો છે. 'હિન્દુત્વને સમાપ્ત કરો'. જરા કલ્પના કરો કે, જો કોઈએ કહ્યું હોત કે 'ઇસ્લામને ખતમ કરો, ખબર નહીં કેટલા ફતવા જાહેર થઇ ગયા હોત?'

તેમણે આગળ કહ્યું કે, સૌથી મહત્ત્વપૂર્ણ છે કે આપણે આપણા રાષ્ટ્ર, આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિના રક્ષણ માટે લડવા માટે તૈયાર રહીએ. બીજું કોઈ આપણા માટે આ લડાઇ લડશે નહીં. એટલે અમે કહીએ છીએ કે જાત-પાતના ભેદભાવને કહોઅલવિદા, આપણે બધા હિન્દુ ભાઇ-ભાઈ છીએ.

raja-bhaiya2
navbharattimes.indiatimes.com

તેમણે કહ્યું કે, આજે જેટલા મુસ્લિમો છે, કે બધા પહેલા હિન્દુ હતા. તેઓ અરબ કે ઓમાનથી આવ્યા નથી. જેમની પાસે શ્રદ્ધાનો અભાવ હતો, જેઓ કાયર હતા, લોભી હતા, લાલચું અને નિષ્ઠાહીન હતા, તે લોકોએ દબાણમાં આવીને ધર્મ પરિવર્તન કર્યું. જોકે, આપણે એવા લોકોના વંશજો છીએ જેઓ ધાર્મિક હતા, વીર હતા અને બલિદાની હતા.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.