ટ્રમ્પ પાસે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 3 અન્ય વિકલ્પો હતા, તો પછી તેમણે નાકાબંધી કેમ પસંદ કરી?

શુક્રવારે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ X પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

પરંતુ ઈરાનની જાહેરાતના થોડા કલાકો પછી, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝમાં 'US નાકાબંધી' ચાલુ રહેશે.

જોકે, ઈરાને અગાઉ કહ્યું હતું કે, જો અમેરિકા તેના બંદરો પર નાકાબંધી ચાલુ રાખશે તો તે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરશે.

શનિવારે, ઈરાનના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, દેશની સેના હોર્મુઝ સ્ટ્રેટ પર ફરીથી નિયંત્રણ મેળવી રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, 'US નાકાબંધી'ના જવાબમાં ઈરાને રવિવારે પણ સ્ટ્રેટ બંધ રાખ્યું હતું.

જોકે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યા પછી અમેરિકા પાસે વળતી કાર્યવાહી કરવા માટે ઘણા વિકલ્પો હતા.

02

પહેલો વિકલ્પ વાતચીત અને વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો હતો. જો કે, પ્રારંભિક વાટાઘાટો નિષ્ફળ જવાને કારણે આને થોડા સમયમાં જ છોડી દેવામાં આવ્યું.

બીજો વિકલ્પ કઠોર કાર્યવાહી કરવાનો હતો, જેનો અર્થ ઈરાનના તેલ માળખાને નષ્ટ કરવાનો હતો. આનાથી સ્પષ્ટપણે તણાવ વધી જાતે અને સમાધાનની કોઈપણ શક્યતા દૂર થઈ ગઈ હોત.

ત્રીજો વિકલ્પ યુદ્ધ પહેલાની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો હતો, એટલે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો પ્રયાસ કરવો. જો કે, આ માર્ગ પણ સરળ નહોતો.

આ માટે દરિયાઈ માર્ગ પરથી માત્ર લેન્ડમાઈન જ દૂર કરવાની નહીં, પરંતુ મિસાઈલ હુમલાઓ અને નાની બોટ હુમલાઓથી જહાજોનું રક્ષણ કરવાની પણ જરૂર હતી. પરંતુ, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોથો વિકલ્પ પસંદ કર્યો.

US હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળ કામગીરી કરવા માટે નાટો સાથીઓને એકસાથે લાવવામાં અસમર્થ હતું.

આ ઉપરાંત, US હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પ્રભાવિત એશિયન દેશો સાથે ગઠબંધન બનાવવામાં સફળ ન થાતે.

પરિણામે, USને એકલા કાર્યવાહી કરવી પડી, અને તેની ક્ષમતાઓ અને સંસાધનો તેમના અંદાજ કરતાં ઓછા સાબિત થયા.

ઈરાન સામેની ઝુંબેશની શરૂઆતમાં, યુનાઇટેડ સ્ટેટ્સે મધ્ય પૂર્વમાં પ્રમાણમાં મોટી નૌકાદળ દળની સ્થાપના કરી.

US પાસે પહેલાથી જ ત્યાં વિનાશક જહાજો, પેટ્રોલિંગ જહાજો અને અન્ય નૌકાદળ સંપત્તિઓ હતી.

આ ઉપરાંત, અસંખ્ય વિમાનો અને હેલિકોપ્ટર વહન કરતા બે વિમાનવાહક જહાજો પણ ઉમેરવામાં આવ્યા હતા.

જોકે, આ નૌકાદળ સંપત્તિનો અમુક જ ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાં અસરકારક રીતે કાર્ય કરવા સફળ થાય એમ છે.

ટ્રમ્પ દ્વારા પસંદ કરવામાં આવેલો ચોથો વિકલ્પ પહેલી નજરે વાજબી લાગે છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું ચાલુ રાખશે, તો તેને કિંમત ચૂકવવી પડશે.

આ અભિગમ હજુ પણ થોડો અવકાશ આપે છે. જોકે, તેની સાથે જ ઈરાનનું ભવિષ્ય અંધકારમય અને અનિશ્ચિત લાગે છે. તકનીકી રીતે, આ વિકલ્પ શક્ય છે.

ઓમાનના અખાત અને અરબી સમુદ્રમાં ઈરાનના 'શેડો ફ્લીટ્સ'ના જહાજોને અટકાવવા, જે ઈરાનના દરિયાકાંઠેથી ખૂબ દૂર છે, US યુદ્ધ જહાજો માટે જોખમ ઘટાડી શકે એમ છે.

હાલમાં, આવી નાકાબંધી માટે પૂરતી નૌકાદળ શક્તિ તેમની પાસે છે.

મધ્ય પૂર્વ સુરક્ષા માટે જવાબદાર US ફિફ્થ ફ્લીટ, એક લવચીક માળખું ધરાવે છે અને મિશનની જરૂરિયાતો અનુસાર તેને ઝડપથી બદલી શકાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, 'આ પ્રદેશમાં વધારાના દળો પણ મોકલવામાં આવી રહ્યા છે.'

01

ઇઝરાયલી લશ્કરી નિષ્ણાત ડેવિડ જેન્ડેલમેન લખે છે, 'જ્યારે વાચકોએ પૂછ્યું છે કે, શું અમેરિકા લશ્કરી બળ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલી શકે છે, ત્યારે મેં હંમેશા જવાબ આપ્યો છે કે, બીજા લોકો દ્વારા ખોલવું એના કરતા ઈરાન માટે તેને બંધ કરવું ખૂબ સરળ છે. અમેરિકનો હવે આ સમીકરણ સમજી ગયા છે.'

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ફક્ત ઈરાનને જ નુકસાન થશે નહીં.

US લશ્કરી કાર્યવાહીની શરૂઆતથી જહાજો માટે અત્યંત જોખમી બની ગયેલ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે અમેરિકા કોઈ ઉતાવળ બતાવી રહ્યું નથી. US ફક્ત નાકાબંધીને વધારે કડક કરી રહ્યું છે.

ઈરાની લેન્ડમાઈન અને મિસાઈલોથી ભરાયેલા દરિયાઈ માર્ગને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ ખતરનાક છે.

હોર્મુઝ સ્ટ્રેટના મુખ પર અથવા બહાર નીકળવા પર અમેરિકન વિનાશકનો સામનો જોખમને બમણું કરે છે.

ખાડી દેશોના વેપાર ભાગીદારોને સીધી રીતે આર્થિક નુકસાન થયું છે. પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે, અને વૈશ્વિક તેલના ભાવ ફરી વધી ગયા છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, ચીન કે જે જિબુટીમાં મોટું લશ્કરી થાણું અને મોટું નૌકાદળ ધરાવે છે, તે આ નાકાબંધીનો કેવી રીતે જવાબ આપશે.

આ દરમિયાન, અમેરિકાના સાથીઓ માટે આશાવાન થવું એ કોઈ ખાસ કારણ નથી. તેમાંથી ઘણા તો  યુદ્ધમાં સામેલ થયા વિના પણ તેના પરિણામોનો સામનો કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.