પોતાની તોફાની બોલિંગમાં GTને ઉડાવી લઇ ગયો MIનો આ ટ્રમ્પ કાર્ડ અશ્વિની કુમાર કોણ છે?

સોમવારે રમાયેલી IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવ્યું, સતત 4 મેચથી હારી રહેલી MIએ આનાથી હારની પરંપરાને તોડી હતી. તિલક વર્મા આ જીતના હીરો રહ્યો, તેણે શાનદાર અણનમ સદી સાથે મેચને પલટી નાખી. જ્યારે અશ્વિની કુમારે પણ બોલિંગ વિભાગમાં 4 વિકેટ ઝડપીને પોતાની છાપ છોડી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, MIની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. કગીસો રબાડાએ પાવરપ્લેમાં 3 વિકેટ લીધી, જેનાથી MIની ટીમ પાછળ પડી ગઈ. પરંતુ ત્યારપછી તિલક વર્માએ આક્રમક બેટિંગ કરતા માત્ર 45 બોલમાં અણનમ 101 રન બનાવ્યા. તેણે ઇનિંગના છેલ્લા બોલ પર ફોર (4) સાથે પોતાની પ્રથમ IPL સદી પૂર્ણ કરી.

Ashwani-Kumar2
aajtak.in

તિલકે તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત નમન ધીરે 32 બોલમાં 45 રન બનાવીને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ઇનિંગ્સના પરિણામે MI20 ઓવરમાં 199/5નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી, રબાડાએ 3/33 અને મોહમ્મદ સિરાજે 1/25 સારી બોલિંગ કરી હતી.

રનનો પીછો કરવા ઉતરેલી GTની ટીમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી. કોઈ પણ બેટ્સમેન ખાસ કહી શકાય એવી ઇનિંગ્સ રમી શક્યો નહીં. ફક્ત વોશિંગ્ટન સુંદરે 26 રન બનાવ્યા, પરંતુ ટીમને હારથી બચાવવામાં અસમર્થ રહ્યો હતો.

મુંબઈ માટે ઇમ્પેક્ટ પ્લેયર અશ્વિની કુમારે શાનદાર પ્રદર્શન કરીને 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનરે પણ 2/16નું યોગદાન આપ્યું હતું. આખી GT ટીમ 15.5 ઓવરમાં 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

Ashwani-Kumar3
aajtak.in

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 4 વિકેટ લઈને સનસનાટી મચાવનાર 24 વર્ષીય અશ્વિની કુમારે શુભમન ગિલ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન અને રાશિદ ખાનને આઉટ કર્યા. તે ઘરઆંગણેની ક્રિકેટમાં પંજાબ માટે રમે છે. IPLમાં આ તેની બીજી સીઝન છે. તેણે 2025માં તેની ડેબ્યૂ IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પણ 4 વિકેટ લઈને હેડલાઇન્સ બનાવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી તે મેચમાં અશ્વિનીએ કોલકાતા નાઈટ રાઈડર્સના અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલને આઉટ કર્યા હતા. આનાથી તે IPL ડેબ્યૂમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

31 માર્ચ, 2025ના રોજ યોજાયેલી તે મેચમાં તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અશ્વિનીએ 2025 સીઝનની 7 મેચમાં 11 વિકેટ લીધી હતી.

Ashwani-Kumar4
lokmat.com

પંજાબના ડાબોડી ફાસ્ટ બોલર અશ્વિની કુમારે IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું. અહીં ખાસ વાત એ છે કે, તેણે તેના ડેબ્યૂ પહેલા માત્ર 4 T20 મેચ રમી હતી. અશ્વિની લગભગ 135 Km/hની ઝડપે બોલિંગ કરે છે. તેની ખાસિયત શાર્પ યોર્કર અને બેક-ઓફ-ધ-હેન્ડ ધીમી બોલિંગ છે, જેનાથી તે બેટ્સમેનોનું ધ્યાનભંગ કરે છે. 2024 શેર-એ-પંજાબ T20 ટુર્નામેન્ટમાં તેની ડેથ બોલિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

તેને IPL 2025માં રૂ. 30 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. તેની શરૂઆત આશાસ્પદ રહી હતી, પરંતુ તે પછીની મેચોમાં તે થોડો મોંઘો સાબિત થયો, બાકીની 6 મેચોમાં તેણે ફક્ત 7 વિકેટ લીધી. આમ છતાં, તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, ટીમે તેને 2026 સીઝન પહેલા જાળવી રાખ્યો હતો. હવે, 2026માં તેના પ્રભાવશાળી પ્રદર્શન સાથે, અશ્વિની મુંબઈના IPL અભિયાનમાં મહત્વનો ખેલાડી બને તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

પોતાની તોફાની બોલિંગમાં GTને ઉડાવી લઇ ગયો MIનો આ ટ્રમ્પ કાર્ડ અશ્વિની કુમાર કોણ છે?

સોમવારે રમાયેલી IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવ્યું, સતત ...
Sports 
પોતાની તોફાની બોલિંગમાં GTને ઉડાવી લઇ ગયો MIનો આ ટ્રમ્પ કાર્ડ અશ્વિની કુમાર કોણ છે?

સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

સુરત SOGએ સોમવારે 3 શખ્શોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડની પ્રતિબંધિત   વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી પાડ્યા હતા. આ...
Gujarat  South Gujarat 
સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

સમાજ ઘટિત બનાવોમાં પોતાની જાતે જ ન્યાય આપીને જજ બનનારાઓથી ભરેલો છે. તમને તમારી આસપાસ આવા ઘણા લોકો મળી જશે...
National 
રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે....
Charcha Patra 
જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 
Copyright (c) Khabarchhe All Rights Reserved.