ખભો પકડીને બહાર ગયો... તો પછી કન્કશન સબસ્ટિટ્યૂટ કેવી રીતે મળ્યો? મોટો વિવાદ

IPL 2026ની વાનખેડેમાં રમાયેલી મેચ ફક્ત એક મેચ નહોતી; તે નિયમો, વલણ અને પરિણામ.. ત્રણેયની ટકરાવ બની ગઈ. ગુરુવારે રાત્રે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે એવું લાગતું હતું કે મુંબઈ 11 નહીં પણ 13 ખેલાડીઓ સાથે રમી રહી છે... અને અહીંથી શરૂ થઈ વાસ્તવિક કહાની, જેના કારણે મેદાન કરતા ડ્રેસિંગ રૂમના નિર્ણયો વિશે વધુ ચર્ચા થઈ.

મુંબઈએ તેના 11 ખેલાડીઓ સાથે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે દાનિશ માલેવરને મેદાનમાં ઉતાર્યો હતો, જેણે અલ્લાહ ગઝનફરની જગ્યા લીધી હતી... પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે શાર્દુલ ઠાકુર પણ આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યો. પ્રશ્નો ઉભા થયા કે, શું અમ્પાયરોએ ભૂલ કરી? કે પછી નિયમોમાં કોઈ છટકબારી મળી આવી?

આ ઘટનાની શરૂઆત થઈ મિશેલ સેન્ટનરના પડી જવાથી. લાઈવ ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાયું કે તે ખભો પકડીને મેદાનની બહાર જઇ રહ્યો હતો હતો. ખભા પર આઇસ પેક હતો. અહીંથી મૂંઝવણ ઊભી થઈ. દર્શકો અને કોમેન્ટ્રીનું નેરેટિવ સ્પષ્ટ હતું- જ્યારે ખભામાં ઈજા થાય છે, ત્યારે કન્કશન સબ્સ્ટીટ્યૂટ કેવી રીતે કરી શકાય?

Mitchell-Santner2
livehindustan.com

કેચ લેવા દરમિયાન...સેન્ટનરનું માથું પહેલા જમીન પર અથડાયું, પછી તેના ખભા પર અસર થઈ...તેને ડ્રેસિંગ રૂમમાં ચક્કર આવી રહ્યા હતા. એટલે ટીવી પર જે ખભાની ઈજા દેખાતી હતી તે તબીબી તપાસમાં  પોસિબલ કન્કશન હોવાનું બહાર આવ્યું. અને અહીંથી કન્કશન સબ્સ્ટિટ્યૂટનો માર્ગ ખુલ્યો.

તો પછી વિવાદ શા માટે?

ખરી સમસ્યા નિયમોની નહીં, પણ દૃષ્ટિકોણ અને ટાઇમિંગ હતી.

દર્શકોએ જોયું- ખભાની ઈજા

ટીમ જાણતી હતી- માથામાં ઈજા + ચક્કર

નિર્ણય આવ્યો- કન્કશન સબ્સ્ટિટ્યૂટ

આ જ લોકોને ખટક્યું. પરંતુ જ્યારે શાર્દુલ ઠાકુર જેવા ઉપયોગી ઓલરાઉન્ડરને રિપલ્સમેન્ટ મળ્યું, ત્યારે શંકાઓ વધુ ઘેરી બની કે શું ટીમે ફાયદો ઉઠાવ્યો? તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું, અને મેચ રેફરી/અમ્પાયરોએ તેને મંજૂરી આપી. આનો અર્થ એ થયો કે પ્રક્રિયા સાચી હતી, પરંતુ તેની રજૂઆતથી વિવાદ થયો.

આ સમગ્ર ઘટના વચ્ચે મેચ વધુને વધુ એકતરફી બની ગઈ. સંજૂ સેમસને શાનદાર સદી ફટકારી અને ચેન્નઈને 207 રન સુધી પહોંચાડી. જવાબમાં મુંબઈની બેટિંગ સારી ન રહી. અકીલ હુસૈનની બોલિંગે તેની કમર તોડી નાખી. પરિણામ: 103 રનની હાર.

Mitchell-Santner1
indianexpress.com

આ મેચ ફક્ત હાર કે વિવાદ નહોતી. તે મેદાન પર દેખાતું ચિત્ર અને ડ્રેસિંગ રૂમમાં લેવામાં આવેલા નિર્ણયો વચ્ચેના અંતરની કહાની હતી. ખેલાડીઓની સુરક્ષા માટે કન્કશન સબસ્ટિટ્યૂટ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે અને આ કિસ્સામાં સ્થાપિત નિયમો હેઠળ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ, એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે જો માહિતી સમયસર અને સ્પષ્ટ રીતે પૂરી પાડવામાં ન આવે, તો સાચો નિર્ણય પણ ખોટો લાગી શકે છે.

ICCના હાલના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને મેચ દરમિયાન મેદાન પર માથામાં કે આંખમાં ઈજા થાય છે, ત્યારે કન્કશન સબસ્ટિટ્યૂટ નિયમ લાગુ પડે છે. જોકે, સબસ્ટિટ્યૂટ સમાન હોવો જોઈએ.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.