વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એટલે કે શિક્ષક પાત્રતા પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષાના આશરે 24 કલાક પહેલા જ થાણેમાંથી લીક થઈ ગયું હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે રવિવારે લેવાનારી TET પરીક્ષા રદ કરવામાં આવી છે, જોકે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસને પેપર લીક થયું હોવાની ગુપ્ત માહિતીમળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ થાણેમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યાંથી લીક થયેલું પ્રશ્નપત્ર જપ્ત કરી લીધું છે. આ કૌભાંડના કનેક્શનમાં પોલીસે અત્યાર સુધીમાં કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે, પરંતુ તપાસના હિતમાં હજુ સુધી તેમના નામ કે ઓળખ જાહેર કરવામાં આવી નથી.

02

સૂત્રોએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતી એક પ્રેસ નોટ જાહેર કરશે. આ મામલે સત્તાવાર નિર્ણય લેવાયા બાદ, શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું નવું અને સુધારેલું ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ પ્રશ્નપત્ર કંઈ રીતે અને ક્યાંથી લીક થયું, તેમજ આ કૌભાંડ પાછળ અન્ય કેટલા લોકો સામેલ છે તે શોધવા માટે પોલીસ હાલમાં સઘન તપાસ ચલાવી રહી છે. શિક્ષણ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ આ મામલે વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આના પર કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું- મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થઈ ગયું છે. કાલે આ પરીક્ષા થવાની હતી, જેને રદ્દ કરી દેવામાં આવી છે. ભાજપની સરકારમાં કોઈ એવું પેપર નથી, જે લીક નથી થતું. આ સરકાર પેપર લીક સરકાર બની ચૂકી છે.

About The Author

Related Posts

Top News

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ...
Education 
વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના...
Education 
ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

ઓલાના સ્કૂટર અને તેમની ખરાબ સર્વિસ વિશે કોઈપણ ટિપ્પણી કરવી સમયનો બગાડ છે, કારણ કે કંપનીના અનેક દાવાઓ છતાં...
Tech and Auto 
રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.