- National
- ‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી
સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાની હિમાયત કરી. કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે પર્સનલ લૉને અમાન્ય જાહેર કરીને એક શૂન્યાવકાશ ઉત્પન્ન કરવાને બદલે, સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માટે કાયદાકીય વિવેકબુદ્ધિ પર છોડી દેવી વધુ સારું રહેશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ આર. મહાદેવનની બેન્ચે સૂચન કર્યું હતું કે વિધાયીકાથી પર્સનલ લૉને કારણે ઊભી થતી મુશ્કેલીઓથી બચવા પર કામ કરે.
બધી મહિલાઓ માટે સમાન અધિકારો માટે UCC જરૂરી
મુસ્લિમ મહિલાઓ માટે સમાન વારસાના અધિકારોની માંગ કરતી જનહિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું કે દેશની બધી મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો છે. કોર્ટે પહેલાથી જ સમાન નાગરિક સંહિતાની ભલામણ કરી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ... તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરતા એકપક્ષીય છૂટાછેડા આપી શકે છે.
કોર્ટે આગળ કહ્યું કે, ‘શું આપણે પર્સનલ લૉ પર આધારિત બધા જ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં? એટલે, આપણે મૂળભૂત ફરજોને અમલમાં મૂકવા માટે કાયદાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.’ CJI સૂર્ય કાંતે કહ્યું કે, જેમ યોગ્ય કહેવામા આવ્યું છે, તેનો જવાબ સમાન નાગરિક સંહિતા છે.
તમે અરજીમાં સંશોધન કેમ નથી કરતા: SC
મુસ્લિમ મહિલાઓ માટે સમાન વારસાના અધિકારોની માંગ કરતી જન હિતની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશની બધી મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો સમગ્ર ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો છે.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને વારસાના અધિકારોથી વંચિત રાખવાના મુદ્દા પર મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન અધિનિયમ 1937ને પડકારતી અરજીમાં સુધારો કરવા પણ કહ્યું. મુખ્ય ન્યાયાધીશે અરજદાર પ્રશાંત ભૂષણને કહ્યું કે, ‘તમે અરજીમાં સુધારો કેમ નથી કરતા? અને વૈકલ્પિક જોગવાઈઓ પર પણ વિચાર કેમ નથી કરતા?’ ભારતીય મહિલાઓ અધિકારોના એક મહત્ત્વપૂર્ણ ભાગથી તેમણે વંચિત કરવામાં આવી રહ્યા છે; આ સવાલ માત્ર 1937ના કાયદાનો નથી.
આના પર વકીલ ભૂષણે કહ્યું કે, ‘હું આમ કરીશ, અને અમે અરજીમાં સુધારો પણ કરીશું.’ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કેસને સ્થગિત કરી દીધો અને અરજદારને તે દરમિયાન સુધારેલી અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી.

