AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે મુશ્કેલ બની ગયો છે. ક્યારેક કોઈ નેતાનું નકલી નિવેદન વાયરલ થાય છે, તો ક્યારેક કોઈ સામાન્ય માણસનો ડીપફેક વીડિયો ફેલાય છે. AI ટુલ્સ દ્વારા કન્ટેન્ટ બનાવવું સરળ તો બન્યું છે, પરંતુ સાથે જ જૂઠ અને છેતરપિંડીના રસ્તા પણ ખુલી ગયા છે. ઘણીવાર યુઝરને ખબર પણ નથી પડતી કે જે દેખાઈ રહ્યું છે તે અસલી છે કે મશીન દ્વારા બનાવેલું.

આ જ ગરબડને નિયંત્રિત કરવા માટે સરકારે AI દ્વારા નિર્મિત કન્ટેન્ટ પર નવા નિયમો લાગુ કર્યા છે. હવે સોશિયલ મીડિયા કંપનીઓ અને યુઝર્સ બંને પર જવાબદારી લાદવામાં આવી છે. કયું કન્ટેન્ટ AI દ્વારા બનાવાયેલું છે, તે જણાવવું હવે ફરજિયાત રહેશે. નકલી અને ભ્રામક કન્ટેન્ટ પર ઝડપથી કાર્યવાહી કરવી પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્ટરનેટ પર ફેલાતા નકલી વીડિયો અને ફોટા પર હવે સરકારે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે.

કોઈપણ AI વિઝ્યુઅલના 10% ભાગમાં લેબલિંગ ફરજિયાત

નિયમ મુજબ, કોઈપણ AI જનરેટેડ વિઝ્યુઅલના 10% ભાગમાં લેબલ હોવું મેન્ડેટરી (ફરજિયાત) છે. ઓડિયો અને વીડિયો ક્લિપમાં પણ 10% હિસ્સો લેબલિંગ માટે રાખવો પડશે, જેથી લોકોને ખબર પડી શકે કે આ વિઝ્યુઅલ AI જનરેટેડ છે. પ્લેટફોર્મ્સને દરેક યુઝરને પૂછવું પડશે કે જે વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યો છે તે સિન્થેટિક છે કે નહીં. આ માટે પ્લેટફોર્મ્સે વેરિફિકેશન ટૂલ્સનો ઉપયોગ કરવો પડશે. જો યુઝર્સ નિયમો તોડશે, તો તેમને દર ત્રણ મહિને પેનલ્ટી (દંડ) માટે રિમાઇન્ડર આપવામાં આવશે.

01

ભારતમાં AI જનરેટેડ કન્ટેન્ટ માટેની 5 મુખ્ય જોગવાઈઓ:

AI કન્ટેન્ટ પર ટેગ લગાવવો ફરજિયાત: જો કોઈ વીડિયો, ફોટો કે ઓડિયો AI થી બનેલો હોય, તો તેને ઓળખ વગર પોસ્ટ કરી શકાશે નહીં. સોશિયલ મીડિયા કંપનીઓએ આવા કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ બતાવવું પડશે જેથી યુઝર સમજી શકે કે તે અસલી નથી.

ફેક AI કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે: જો કોઈ પ્લેટફોર્મને ખબર પડે કે કોઈ ડીપફેક કે ભ્રામક AI કન્ટેન્ટ ફેલાઈ રહ્યું છે, તો તેને ત્રણ કલાકની અંદર હટાવવું પડશે. અગાઉ આ સમય 36 કલાકનો હતો. હવે વિલંબ થવા પર સીધી જવાબદારી કંપનીની રહેશે.

યુઝરે જણાવવું પડશે કન્ટેન્ટ AI છે કે નહીં: પોસ્ટ કરતી વખતે હવે યુઝરે પોતે જ જાહેર કરવું પડશે કે કન્ટેન્ટ AI થી બનેલું છે કે નહીં. પ્લેટફોર્મ ફક્ત યુઝરના ભરોસે નહીં રહે; કંપનીઓએ ટેક્નોલોજી દ્વારા તપાસવું પડશે કે યુઝર સાચું બોલે છે કે નહીં.

બાળકો અને ખાનગી તસવીરો બાબતે કડકાઈ: બાળકો સાથે જોડાયેલું ખોટું કન્ટેન્ટ, સહમતિ વગર બનાવેલા ફોટા કે વીડિયો, નકલી ડોક્યુમેન્ટ્સ અને હિંસા દર્શાવતું AI કન્ટેન્ટ હવે સીધું નિયમો હેઠળ હટાવી દેવામાં આવશે. આવા કિસ્સામાં પ્લેટફોર્મે કોઈની રાહ જોવી પડશે નહીં.

નિયમ તોડશો તો પ્લેટફોર્મ સામે પણ કાર્યવાહી: જો સોશિયલ મીડિયા કંપનીઓ આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમની કાયદેસરની સુરક્ષા (Safe Harbour Protection) ખતમ થઈ શકે છે. મતલબ કે હવે માત્ર યુઝર જ નહીં, પણ પ્લેટફોર્મ પણ ગુના માટે જવાબદાર ગણાશે.

 

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.