વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું મોત થઇ ગયું. મહિલા અનિયમિત માસિક ધર્મથી પીડાતી હતી. NDTVના અહેવાલ મુજબ, પીડિતાનું નામ પ્રાચિતિ ભીકુરામ ભુવડ હતું. તે અનિયમિત માસિક ધર્મથી પીડાતી હતી. જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ, ત્યારે પરિવારે સંદેશ યશવંત પશ્તે નામના એક વ્યક્તિનો સંપર્ક કર્યો, જેણે પોતાને ડૉક્ટર ગણાવ્યો હતો.

પશ્તે મહિલાના સેક્ટર-11ના ઘરે પહોંચ્યો. તેણે તપાસ કર્યા બાદ કહ્યું કે, પ્રાચિતિને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) છે. આરોપીએ સારવાર માટે 5 ઈન્જેક્શનનો કોર્સ સૂચવ્યો, જેના પાટે પરિવાર પાસેથી 15,000 રૂપિયા વસૂલ્યા હતા અને ઈન્જેક્શન પોતે જ લગાવવાની વાત કહી હતી.

doctor
x.com/i/grok

5 ફેબ્રુઆરીના રોજ, પશ્તે પ્રાચિતિના ઘરે પહોંચ્યો અને બે ઈન્જેક્શન આપ્યા. ઇન્જેક્શન લગાવતા જ, પ્રાચિતિ બેભાન થઈ ગઈ. આ જોઈને પશ્તે ગભરાઈ ગયો અને પ્રાચિતિના પિતાને વપરાયેલી સીરિંજ અને મેડિકલ વેસ્ટ ફેંકી દેવા કહ્યું. પરિવાર તાત્કાલિક પ્રાચિતિને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ બે કલાક બાદ તેનું અવસાન થઈ ગયું.

પરિવારે સવાલ કરતાં પશ્તેએ સત્ય કબૂલ્યું. તેણે કહ્યું કે તે ડૉક્ટર નથી, પરંતુ મુંબઈના અંધેરીમાં એક ખાનગી નર્સિંગ હોમમાં વોર્ડ બોય છે.  મૃતક મહિલાના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રીને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસિઝ (PCOD) છે અને તેની ભત્રીજી પ્રિયંકા મહાદિકે સારવાર માટે સંદેશ પશ્તેને બતાવવાનું સૂચન કર્યું હતું. સંદેશ પશ્તેએ દાવો કર્યો હતો કે, તે ડૉક્ટર છે અને સારવાર માટે તેમના ઘરે આવશે. પ્રિયંકા મહાદિકે અગાઉ પણ સંદેશ પાશ્તે પાસેથી આવી જ બીમારીની સારવાર કરાવી હતી અને તે સાજી થઈ ગઈ હતી. ત્યારબાદ ખાતરી થતા પ્રચિતિ ભુવડે 5 ફેબ્રુઆરીએ સંદેશ પાશ્તે પાસે સારવાર માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી.

doctor1
x.com/i/grok

સંદેશ પશ્તે HSC પાસ હતો અને તેણે એમેસેટ અને ડાયનાપાર ઇન્જેક્શન આપ્યું હતું. જ્યારે પ્રચિતિની તબિયત બગડવા લાગી, ત્યારે તેના પિતા તેને વાશીની એક ખાનગી પીકેસી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.

પરિવારે વાશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ, પોલીસે 6 ફેબ્રુઆરીએ સંદેશ યશવંત પશ્તેની ધરપકડ કરી. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગેરઇરાદે હત્યા, છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.