ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા મળશે. જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર વિગતો શેર કરી નથી, પરંતુ વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કંપની પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે.

ઓરેકલમાં અગાઉ જે છટણીઓ કરવામાં આવી હતી,તેની ખૂબ વધારે ચર્ચા થઇ હતી. આટલું જ નહીં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. તાજેતરની માહિતી અનુસાર, ઓરેકલે તેની ટીમોને બજેટ ઓછું કરવાની વાત કહી છે, જેના કારણે કર્મચારીઓમાં હાહાકાર મચી ગયો છે. આ અગાઉ ઘણા લોકોની ટીમો અને ભૂમિકાઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે કંઇક મોટું થઇ શકે છે.

oracle
aajtak.in

છટણીની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, ઘમા અહેવાલો દાવો કરવામાં આવ્યો છે કે કંપની વૈશ્વિક સ્તરે 7,000 થી 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. આ છટણીથી કેટલા ભારતીય કર્મચારીઓ પ્રભાવિત થશે તેની હાલમાં કોઈ માહિતી નથી.

31 મેના રોજ, કંપનીએ તેના કુલ કર્મચારીઓના આશરે 13 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 1,41,000 છે અને 31 મેના રોજ આશરે 21,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા.

ઓરેકલ કોર્પોરેશન એક અમેરિકા બેઝ્ડ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે મુખ્યત્વે અન્ય કંપનીઓ અને મોટી-મોટી સંસ્થાઓને ક્લાઉડ, ડેટાબેઝ અને બિઝનેસ સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઇડ કરાવે છે. ઓરેકલ ભારતમાં કાર્યરત છે અને અહીં દેશમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ પણ છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.