આ 17 વર્ષના ભારતીય યુવાનને USની યુનિવર્સિટીએ 3.55 કરોડની સ્કોલરશિપ ઓફર કરી

તમિલનાડુના ઇરોડમાં રહેતા 17 વર્ષીય વિદ્યાર્થી પ્રણવ ઈલાંગોએ એક સમયે પ્રતિષ્ઠિત અમેરિકન સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોયું હતું. હવે, તે સ્વપ્ન સાકાર થયું છે. પ્રણવને બ્રાઉન યુનિવર્સિટીમાં 3.55 કરોડ રૂપિયાની પુરી શિષ્યવૃત્તિ સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. મળેલી આ મોટી રકમમાં તેના 4 વર્ષના શિક્ષણ, રહેઠાણ અને ભોજનનો સમાવેશ થાય છે. પ્રણવ હવે ત્યાં જાહેર આરોગ્ય અને એપ્લાઇડ ગણિતનો અભ્યાસ કરશે.

Pranav-Ilango.jpg-3

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પ્રણવ ઈલાંગો CS એકેડેમી (ઇરોડ)માં વિદ્યાર્થી છે. તેને હોંગકોંગ યુનિવર્સિટી તરફથી 100 ટકા શિષ્યવૃત્તિની ઓફર પણ મળી છે. તેણે ખૂબ જ નાની ઉંમરે તેની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફર માટે તૈયારી શરૂ કરી દીધી હતી. માત્ર 13 વર્ષની ઉંમરે, પ્રણવ ડેક્સ્ટેરિટી ગ્લોબલના નેશનલ સ્કોલર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં જોડાયો હતો.

Pranav-Ilango.jpg-4

આ કાર્યક્રમનો હેતુ ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને સંપૂર્ણ શિષ્યવૃત્તિ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ દ્વારા મળેલા માર્ગદર્શન અને તાલીમથી પ્રણવને માત્ર તેના શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ એક લીડર અને સમસ્યાનું નિરાકરણ કરનાર તરીકે પણ આગળ વધવાનો મોકો મળ્યો.

Pranav-Ilango.jpg-5
dnaindia.com

પ્રણવ ઈલાંગોની શૈક્ષણિક યાત્રા ઘણી બધી સિદ્ધિઓથી ભરેલી રહી છે. પ્રણવે IGCSE ગણિતમાં 'વર્લ્ડ ટોપર'નું બિરુદ મેળવ્યું અને 'આઉટસ્ટેન્ડિંગ કેમ્બ્રિજ લર્નર્સ'ની યાદીમાં તેનો સમાવેશ થયો. આનો અર્થ એ થયો કે, તેણે વિશ્વમાં 140થી વધુ દેશોના લાખો વિદ્યાર્થીઓને પાછળ છોડી દઈને ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવ્યા.

IGCSEનો અર્થ 'ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન' છે. જેમ ભારતમાં 10મા ધોરણ માટે CBSE અથવા ICSE બોર્ડ હોય છે, તેમ IGCSE બોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે 10મા ધોરણની સમકક્ષ છે.

Pranav-Ilango.jpg-2

પ્રણવ માટે, ગણિત ફક્ત સારા ગુણ મેળવવા માત્ર નથી. તે સમસ્યાઓને સમજવા અને તેને ઉકેલવાના રસ્તાઓ શોધવાનો એક માર્ગ છે. પ્રણવને સોફ્ટવેર, ઉદ્યોગસાહસિકતા, એન્જિનિયરિંગ અને સમસ્યાનું નિરાકરણ કરવામાં ઊંડો રસ છે. તેનો રસ હવે એક મોટા પ્રશ્ન તરફ કેન્દ્રિત થઇ ગયો છે કે, લોકોના જીવનને સુધારવા માટે ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આશા છે કે, પ્રણવ આ સવાલનો જવાબ જરૂર શોધી લેશે.

About The Author

Related Posts

Top News

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Opinion 
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

ભારતીય સિનેમાના મહાનાયક અને સદીના મહાનાયક ગણાતા 83 વર્ષીય અમિતાભ બચ્ચન તેમની અદ્ભુત અદાકારી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે....
Entertainment 
83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.