'ચીની સેનાને કારણે LAC પર સ્થિતિ ખરાબ થાય છે..' ITBP વડાએ આપેલા નિવેદન અંગે ભારત સરકારે જાણો શું કહ્યું

ભારત સરકારે પણ સ્વીકાર્યું છે કે ચીની સેના ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિને બગાડવામાં ફાળો આપી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે ચીની સૈનિકો સ્થાપિત પેટ્રોલિંગ પેટર્નથી ભટકે છે, ત્યારે સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ તંગ બની જાય છે. આ નિવેદન ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના ડિરેક્ટર જનરલ (DG) શત્રુઘ્ન કપૂરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અનેક અથડામણો થયા પછી આવ્યું છે.

India-China-Border3
indiatv.in

23 ઓક્ટોબરના રોજ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, જ્યારે ચીની સેના સ્થાપિત પેટ્રોલિંગ પેટર્નથી ભટકે છે ત્યારે ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ ક્યારેક ક્યારેક બગડે છે. તેમણે કહ્યું, 'જેમ કે અમે પહેલા ઉલ્લેખ કર્યો છે, જ્યારે ચીની દળો પૂર્વ-નિર્ધારિત પેટ્રોલિંગ પેટર્નથી ભટકે છે, ત્યારે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ સમયાંતરે અસ્તવ્યસ્ત બની જાય છે.'

રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બંને દેશો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના પડતર મુદ્દાઓને ઉકેલવા અને ગેરસમજ ટાળવા માટે રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા વાતચીત ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી છે.

India-China-Border
aajtak.in

આ અગાઉ, 22 ઓક્ટોબરના રોજ, ITBPના મહાનિર્દેશક શત્રુઘ્ન કપૂરે રાજસ્થાનના અલવરમાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ટક્કર થવાની સ્થિતિ બનેલી છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ઘટનાઓ બની છે અને પરિસ્થિતિ હજુ પણ એવી જ બનેલી છે.

ITBP ચીફનું આ નિવેદન મહત્વપૂર્ણ છે, કારણ કે જુલાઈ પછી ઉત્તર-પૂર્વ સરહદ પર વધતા તણાવની આ પહેલી સત્તાવાર પુષ્ટિ છે. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, જુલાઈના અંતથી અરુણાચલ પ્રદેશના આસાફિલા વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવ ચાલુ છે. સરકારી સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, ચીની સેનાએ ઊંચાઈવાળા વિસ્તારોમાં તંબુ લગાવ્યા છે.

India-China-Border4
rajexpress.com

સરહદી તણાવ વચ્ચે, ITBP પણ તેની લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવી રહ્યું છે. શત્રુઘ્ન કપૂરના જણાવ્યા મુજબ, સરહદ પર તૈનાત બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન બનાવવામાં આવી રહ્યા છે. સૈનિકોને ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

India-China-Border1
prabhatkhabar.com

કમાન્ડોને ઊંચાઈવાળા પર્વતીય પ્રદેશોમાં લડાઈ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ એક અલગ બટાલિયનની રચના કરશે. ITBPએ ગલવાન ખીણ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 'સ્ટ્રાઈક' નામનો એક નવો તાલીમ અભ્યાસક્રમ પણ શરૂ કર્યો છે. તેનો હેતુ મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં મુકાબલા માટે સૈનિકોને તૈયાર કરવાનો છે.

About The Author

Related Posts

Top News

'ચીની સેનાને કારણે LAC પર સ્થિતિ ખરાબ થાય છે..' ITBP વડાએ આપેલા નિવેદન અંગે ભારત સરકારે જાણો શું કહ્યું

ભારત સરકારે પણ સ્વીકાર્યું છે કે ચીની સેના ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિને બગાડવામાં ફાળો આપી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું...
National 
'ચીની સેનાને કારણે LAC પર સ્થિતિ ખરાબ થાય છે..' ITBP વડાએ આપેલા નિવેદન અંગે ભારત સરકારે જાણો શું કહ્યું

4 દિવસમાં રૂ.21 લાખ કરોડ સ્વાહા! આ 5 કારણે શેરબજારમાં મચી અફરાતફરી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની ભારતીય શેરબજાર પર ગંભીર અસર પડી રહી છે. કાચા તેલના ભાવમાં ઉછાળો અને મોંઘવારી વધવાની...
Business 
4 દિવસમાં રૂ.21 લાખ કરોડ સ્વાહા! આ 5 કારણે શેરબજારમાં મચી અફરાતફરી

અમેરિકન કંપનીએ લેબમાં સોનું બનાવવાનો કર્યો દાવો, શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે? દાવામાં કેટલી સત્યતા છે?

શું હવે લેબમાં સોનું બનાવવું શક્ય છે? અમેરિકાની ફ્યૂઝન સ્ટાર્ટઅપ કંપની મેરેથોન ફ્યૂઝન'એ દાવો કર્યો છે કે...
Business 
અમેરિકન કંપનીએ લેબમાં સોનું બનાવવાનો કર્યો દાવો, શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે? દાવામાં કેટલી સત્યતા છે?

વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં EVMનો ઉપયોગ કેમ નથી કરાતો? બેલેટ પેપરનો ઉપયોગ કરવાનું આ છે મુખ્ય કારણ

વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીઓ 4 રાજ્યોમાં યોજાઈ રહી છે. જેના માટે આજે મતદાન પણ થયું હતું. આ રાજ્યો...
National 
વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં EVMનો ઉપયોગ કેમ નથી કરાતો? બેલેટ પેપરનો ઉપયોગ કરવાનું આ છે મુખ્ય કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.