પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી કરીને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને બરાબર મધ્યમાં ઉભા હોય તેમ બતાવી શકાય.

પાકિસ્તાને પોતાની લાક્ષણિક આદત મુજબ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ વર્તન કર્યું. પાકિસ્તાનના PM કાર્યાલય (PMO) દ્વારા શેર કરાયેલ SCO નેતાઓના ગ્રુપ ફોટોમાંથી ભારતના PM નરેન્દ્ર મોદીને કાપીને દૂર કરવામાં આવ્યા હતા.

28

કાપેલા ફોટામાં ચાલાકીપૂર્વક શાહબાઝ શરીફ મધ્યમાં ઉભેલા દેખાયા. જોકે, ભારતના PM નરેન્દ્ર મોદીના પોસ્ટ કરેલા ફોટામાં શાહબાઝ સહિત આખું જૂથ દેખાયું. આ ફોટો મંગળવારે બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમાં 10 સભ્ય દેશોના નેતાઓ એકસાથે પોઝ આપતા હતા.

જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા પોસ્ટ કરાયેલ ફોટામાં ભારતના PM નરેન્દ્ર મોદી, ઈરાની રાષ્ટ્રપતિ અને કેટલાક અન્ય નેતાઓને કાપી નાખવામાં આવ્યા હતા. ફોટોનું કાપેલું વર્ઝન ફ્રેમ કરવામાં આવ્યું હતું, જેથી શાહબાઝ શરીફ જૂથની બરાબર વચ્ચે દેખાય. આનો હેતુ એવી છાપ પાડવાનો હતો કે પાકિસ્તાની PM શાહબાઝ શરીફ એકદમ મહત્વની જગ્યાએ ઉભેલા છે.

જોકે, ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરાયેલ મૂળ ફોટો દર્શાવે છે કે, પાકિસ્તાનના PMOનો ફોટો સત્યથી ઘણો દૂર છે. PM શાહબાઝ શરીફ ખરેખર જમણી બાજુથી ચોથા સ્થાને હતા, જેમ કે આપેલા ફોટામાં દેખાય છે.

29

આ મામલો અહીં જ સમાપ્ત થયો નહીં. પાકિસ્તાન PM શાહબાઝ શરીફના સત્તાવાર ફેસબુક એકાઉન્ટે બિશ્કેકમાં SCO નેતાઓની ગોળમેજી બેઠકના વીડિયોમાંથી પણ ભારતના PM નરેન્દ્ર મોદીને દૂર કરી દીધા. જોકે, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ પાકિસ્તાનની મુર્ખામી ભરેલી હરકત જોઈ લીધી. ઘણા લોકોએ પાકિસ્તાનના આ પ્રપંચનો ખુલાસો કરવા માટે આખા પરિવારના ફોટા પણ પોસ્ટ કર્યા.

કેટલાક લોકોએ તો ફોટામાં શાહબાઝને ભીખ માંગવાનો વાટકો પકડેલો દર્શાવ્યો હતો. આ પાકિસ્તાની PMના અગાઉના નિવેદનની યાદ અપાવે છે, જેમાં તેમને નાણાકીય સહાય મેળવવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.