કોણ છે દેવેન્દ્ર નાથ મહતો? જેઓ બન્યા રાંચીના Gen-Z વિદ્યાર્થી આંદોલનનો ચહેરો

રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના વિરોધ આંદોલનમાં હવે જંતર-મંતરની જેમ જ વચ્ચે સોનમ વાંગચુકની યાદ અપાવે તેવી એક વ્યક્તિ ઉભરી આવી છે. આ છે વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો. તેમણે JPSC અને JSSC બંને એજન્સીઓની સંપૂર્ણ સફાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભૂખ હડતાળ પર રહેવાનો સોગંધ ખાધા છે. તેમની સાથે ઝારખંડના યુવાનોની સંવેદનાઓ ખૂબ ઊંડી રીતે જોડાયેલી છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

આજતકના અહેવાલ મુજબ, દેવેન્દ્ર નાથ મહતોએ જણાવ્યું કે, ‘હમણાં નહીં તો ક્યારેય નહીં. JPSCની 14મી સિવિલ સર્વિસીસ પરીક્ષાના પ્રારંભિક પરિણામો જાહેર થયા પછી, તેમણે 5 જુલાઈના રોજ આંદોલન માટે બ્યુગલ ફૂંક્યું હતું. મહતો કહે છે કે અસંખ્ય ગેરરીતિઓ હતી, જે હવે પબ્લિક ડોમેનમાં બધા સામે છે. એવામાં મારી પાસે ભૂખ હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજિત દિપકેએ તેમની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી અને વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવાની ખાતરી પણ આપી હતી; બંને વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી. 

Devendra Nath Mahto
jagran.com

રાંચી જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર રાહે બ્લોકના કાપડીહ ગામના વતની દેવેન્દ્ર નાથ મહતોએ પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાનું શિક્ષણ શરૂ કર્યું હતું. સંઘર્ષ અને અવિરત મહેનત દ્વારા તેમણે બે વિષયોમાં ફર્સ્ટ ક્લાસ સાથે અનુસ્નાતક ડિગ્રી તેમજ બી.એડ.ની ડિગ્રી મેળવી. આટલું જ નહીં, તેમણે 2006મા મેટ્રિક પરીક્ષા (JAC, રાંચી બુંદુથી) ફર્સ્ટ ક્લાસ અને 2008માં ઇન્ટરમીડિયેટ સાયન્સની પરીક્ષા,પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી. તેમણે રાંચીની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસના સન્માન સાથે સંસ્કૃતમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી.

ત્યારબાદ, તેમણે સત્ર 2015-2017માં હજારીબાગથી બી.એડ. પણ ફર્સ્ટ ક્લાસ સાથે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે રાંચીની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત (2018–2020)  અનુસ્નાતક કર્યું અને પછી 2020-22માં આ જ યુનિવર્સિટીમાંથી કુરમાલી, જનજાતિય અને  પ્રાદેશિક ભાષાઓમાં ફર્સ્ટ વિભાગમાં  નુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. તેઓ છઠ્ઠી JPSC પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે ચાલી રહેલા આંદોલનમાં સક્રિયપણે ભાગ રહેવા  દરમિયાન તેમણે તેમની માતાને ગુમાવ્યા હતા, છતા  તેઓ વિદ્યાર્થીઓના અધિકારો માટેની લડાઈમાં ડગમગ્યા નહીં.

Devendra Nath Mahto
abplive.com

વર્ષ 2015થી, તેમણે વિદ્યાર્થીહિત સંબંધિત મુદ્દાઓ, જેમ કે શિષ્યવૃત્તિ, પેપર લીક, ભરતી નિયમો, ગેરરીતિ, રોજગાર નીતિઓ અને JPSC અને JSSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં અનિયમિતતાઓને પ્રમુખતાથી ઉઠાવે છે. તેમણે દરેક સ્તરે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો છે, તેમના અધિકારો અને હકો સુરક્ષિત કરવા માટે સતત સંઘર્ષ કર્યો છે.

About The Author

Related Posts

Top News

UPI અને ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ લાગી શકે છે! સંસદમાં નવું બિલ રજૂ થયું

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, સરકારે UPI પેમેન્ટ અને કાર્ડ પેમેન્ટ મફત રાખ્યા છે, પરંતુ આ ટૂંક સમયમાં...
Business 
UPI અને ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ લાગી શકે છે! સંસદમાં નવું બિલ રજૂ થયું

મોરબીના ગામમાં જોવા મળ્યો અજીબોગરીબ નજારો, કૂવાનું પાણી હિલોળે ચડ્યું; વીડિયો

મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલા એક ખેતરના કૂવામાં છેલ્લા બે દિવસથી એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના જોવા મળી રહી છે....
Gujarat 
મોરબીના ગામમાં જોવા મળ્યો અજીબોગરીબ નજારો, કૂવાનું પાણી હિલોળે ચડ્યું; વીડિયો

સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સામે નોંધાયો કેસ, જાણો શું છે આખો મામલો

સુરતના લિંબાયત વિસ્તારમાં હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનો સભ્ય અને સામાજિક કાર્યકર્તાની ઓળખ ધરાવતા અહમદ મોહંમદશફી શેખ સામે 4...
Gujarat 
સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સામે નોંધાયો કેસ, જાણો શું છે આખો મામલો

‘સન્માન’, ‘પવિત્રતા’, અને ‘બીચારી મહિલા’ જેવા શબ્દોથી બચો... ન્યાયાધીશો માટે સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા

સુપ્રીમ કોર્ટે દેશભરના ન્યાયાધીશો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નિર્દેશમાં જણાવાયું છે કે બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં ચૂકાદાઓ...
National 
‘સન્માન’, ‘પવિત્રતા’, અને ‘બીચારી મહિલા’ જેવા શબ્દોથી બચો... ન્યાયાધીશો માટે સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા
Copyright (c) Khabarchhe All Rights Reserved.