બે બંધારણીય નિયમો, વસ્તી ગણતરીનો મુદ્દો; 850 બેઠકોકરવામાં NDAને કંઈ સમસ્યા નડે છે?

કેન્દ્રમાં BJPની આગેવાની હેઠળની NDA સરકાર આગામી ચોમાસુ સત્રમાં 2029થી મહિલા અનામત લાગુ કરવા માટે એક નવો બંધારણીય સુધારો બિલ અને લોકસભા બેઠકોની સંખ્યા 543થી 850 કરવા માટે સીમાંકન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, આ ઐતિહાસિક બિલોને પસાર કરવાનો સરકાર માટે સૌથી મોટો પડકાર બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાનો રહેશે. 131મો બંધારણીય સુધારો બિલ સંસદના છેલ્લા બજેટ સત્રમાં સંખ્યાના અભાવે ફેલ ગયો હતો, ત્યારપછી સામાન્ય બહુમતીથી પસાર થયેલ સીમાંકન બિલ આગળ વધી શક્યું ન હતું. આ વખતે, સરકાર નવી રણનીતિ બનાવી રહી છે.

NDA-Lok-Sabha4
news18marathi.com

બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં હાજર અને મતદાન કરતા સભ્યોના બે તૃતીયાંશ સમર્થન જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિમાં, પક્ષ પલટો કરીને આવેલા સાંસદોને સમાવ્યા પછી પણ, NDA બહુમતી આંકડાથી હજુ દૂર છે. લોકસભામાં NDAની હાલની સંખ્યા 319 સાંસદો થઇ ચુકી છે. આમાં TMCના 20 અને શિવસેના (UBT)ના 6 સાંસદોનો સમાવેશ થાય છે. BJPને હવે સંસદમાં 41 બેઠકોની જરૂર છે. 543 બેઠકોવાળી લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી માટે 360 સાંસદોની જરૂર છે.

રાજ્યસભામાં NDAની હાલની સંખ્યા 152 સાંસદો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 161 સાંસદોની જરૂર છે. BJPને અહીંયા પણ 9 સાંસદોના સમર્થનની જરૂર છે. આને દૂર કરવા માટે, સરકારને કાં તો વિપક્ષી પક્ષોના સીધા સમર્થનની જરૂર પડશે અથવા બે તૃતીયાંશ બહુમતી માટે જરૂરી કુલ સંખ્યા ઘટાડવા માટે મતદાન દરમિયાન વોકઆઉટની જરૂર પડશે.

NDA-Lok-Sabha2
jansatta.com

વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોનો ટેકો મેળવવા માટે, નવા બિલમાં તેમની ચિંતાઓને દૂર કરવી મહત્વપૂર્ણ રહેશે. 22 લોકસભા સાંસદો સાથે DMKએ સતત બેઠક ફાળવણી પર વર્તમાન સ્થિતિ જાળવી રાખવાની હિમાયત કરી છે. DMK માને છે કે દક્ષિણ રાજ્યો, જેમણે વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કર્યું છે, તેમની બેઠકો ઓછી ન થવી જોઈએ. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પછી, CM જોસેફ વિજયની TVK પાર્ટી સત્તામાં આવ્યા પછી રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે, જેના કારણે BJP સામે DMKના કડક વલણમાં નરમાઈ આવી છે. જોકે, DMKના સાંસદ તિરુચી શિવ કહે છે કે, સત્તાવાર ઠરાવ રજૂ થાય તે પહેલાં ટિપ્પણી કરવી અકાળે ગણાશે.

NDA-Lok-Sabha1
ndtv.com

આ વિવાદ અને નવા બિલના કેન્દ્રમાં કલમ 81ની બે મુખ્ય, કડક જોગવાઈઓ છે, આંતર-રાજ્ય બેઠકોની ફાળવણી, અથવા કલમ 81(2)(a). આ જોગવાઈ જણાવે છે કે, રાજ્યોને તેમની વસ્તીના પ્રમાણમાં લોકસભા બેઠકો મળવી જોઈએ. દેશમાં રાજ્યો વચ્ચે બેઠકોનું સંતુલન જાળવવા માટે, 1971ની વસ્તી ગણતરીના આધારે બેઠકોની ફાળવણી છેલ્લા 50 વર્ષથી સ્થિર કરેલી છે. પ્રથમ 1976માં અને બીજી 2001માં અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન સ્થિર કરવામાં આવી હતી. આની સમયમર્યાદા 2026 પછી થનારી પ્રથમ વસ્તી ગણતરીના ડેટા જાહેર થયા પછી સમાપ્ત થશે.

NDA-Lok-Sabha
instagram.com

જો સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે નવી સીમાંકન લાગુ કરે છે, તો ઉત્તર ભારતની વસ્તી ઝડપથી વધી હોવાથી, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં કેરળ અને તમિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોની તુલનામાં ખુબ મોટો વધારો થશે. અન્ય પક્ષોનો ટેકો મેળવવા માટે, કેન્દ્ર સરકાર કલમ ​​81માં સુધારો કરીને આ સ્થગિતતા સમયગાળાને થોડા વધુ દાયકાઓ સુધી લંબાવી શકે છે, જેનાથી રાજ્યો માટે હાલનો બેઠક ગુણોત્તર જળવાઈ રહે છે.

આ નિયમ રાજ્યની અંદર વિવિધ મતવિસ્તારોની સીમાઓ નક્કી કરે છે, જેથી રાજ્યની અંદરના તમામ વિસ્તારોમાં વસ્તી ગુણોત્તર બરાબર રહે. હાલમાં, 2001ની વસ્તી ગણતરીનો ઉપયોગ આ માટે આધાર માનવામાં આવ્યો છે. નવા બિલમાં, સરકાર તેને 2011ની વસ્તી ગણતરીના ડેટામાં બદલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે, જેનાથી વિરોધ પક્ષોમાં વ્યાપક સંમતિ મેળવવાની શક્યતા વધુ છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.