- Tech and Auto
- જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ
જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં જ ટિપ આપવા અથવા વધારાની ચૂકવણી કરવાનો વિકલ્પ જોવા મળે છે, તો હવે આવું નહીં થાય. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કેબ એગ્રીગેટર્સને તેમની મોબાઇલ એપ્લિકેશનો અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી આવી બધી સુવિધાઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે મુસાફરી શરૂ થાય તે પહેલાં વધારાની ચૂકવણી માટે અ પ્રકારનો મેસેજ વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા, 2025નું ઉલ્લંઘન કરે છે.
11 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલી એડવાઇઝરીમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરોને કેબ બુક કરતી વખતે ટિપ આપવા માટે પ્રોત્સાહિત કરતા સંદેશા અથવા વિકલ્પો બતાવવા જોઈએ નહીં. આમાં ‘એડવાન્સ ટિપ’, ‘ચૂઝ એડ-ઓન’ અને ‘ઇમ્પ્રૂવ યોર ચાન્સિસ ઓફ ક્વિકર રાઇડ કન્ફર્મેશન’ જેવા વિકલ્પો શામેલ છે. તેવી જ રીતે, જો એપ પર એવો મેસેજ આવે છે કે તમે રાઇડ જલ્દી મેળવવા માટે ટિપ આપો તો તેને પ હટાવવું પડશે.
સરકારના મતે, કોઈપણ સુવિધાથી મુસાફરને એવો અનુભવ ન થવો જોઈએ કે પ્રમાણભૂત કેબ ભાડાથી વધુ વધારાની ચૂકવણી કરવાથી કેબ કન્ફર્મ થશે. ડ્રાઇવરની સ્વીકારવાની શક્યતા વધશે અથવા તેને વધુ સારી સેવા મળશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ એપની કોઇ સુવિધા એવી ન હોવી જોઇએ જે વધારાની ચૂકવણીને સર્વિસ સાથે સર્વિસ જોડતી હોય બીજા શબ્દોમાં કહીએ તો, મુસાફરો એ સંકેત નહીં આપી શકાય કે ટિપ અથવા એડ-ઓન માટે ચૂકવણી કરવાથી તેમને ડ્રાઇવર જલદી મળશે, રાઈડ વહેલા કન્ફર્મ થશે, રાહ જોવાનો સમય ઓછો થશે અથવા સેવાની ગુણવત્તામાં સુધારો થશે.
સરકાર માને છે કે આવા વિકલ્પો મુસાફરોને વધારાની ચૂકવણી કરવા દબાણ કરી શકે છે. તેથી, એપનો ઇન્ટરફેસ એવા ડિઝાઇન કરવા જોઈએ જેથી મુસાફરો આવા કોઈપણ દબાણ વિના રાઈડ બુક કરી શકે. આ સરકારી નિર્દેશથી કેબ મુસાફરોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કેબ કંપનીઓ બુકિંગ પ્રક્રિયા દરમિયાન એક વધારાનો વિકલ્પ આપે છે, જેમાં જણાવવામાં આવે છે કે મુસાફરો કેબ શોધવામાં ઝડપી બનાવવા માટે ડ્રાઇવરને ટિપ તરીકે વધારાની રકમ ચૂકવી શકે છે.
મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા, 2025ની કલમ 14.15નો સંદર્ભ આપતા, મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફર મુસાફરી પૂર્ણ થયા પછી જ ડ્રાઇવરને સ્વેચ્છાએ ટિપ આપી શકે છે. ટિપ આપવાનું સંપૂર્ણપણે સ્વૈચ્છિક હોવી જોઈએ. ખાસ વાત એ છે કે, મુસાફર દ્વારા ચૂકવવામાં આવતી સંપૂર્ણ ટિપ રકમ સીધી ડ્રાઇવરને જવી જોઈએ. એગ્રીગેટર તેમાંથી કોઈ કપાત કરી શકતો નથી. નિયમો અનુસાર એપ્લિકેશનમાં એવું કોઈ ટિપિંગ ફીચર અથવા પદ્ધતિ ન હોવી જોઈએ, જે મૂંઝવણ પેદા કરી શકે.
મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને તાત્કાલિક અસરથી તેમની મોબાઇલ એપ્લિકેશન્સ અને ડિજિટલ પ્લેટફોર્મની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કોઈ એપ્લિકેશનમાં ઇન્ટરફેસ, મેસેજ, ચૂકવણી વિકલ્પ, એડ-ઓન અથવા બીજું ફીચર હોય જે આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેમાં વિલંબ કર્યા વિના ફેરફાર કરવો આવશ્યક છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે રાઈડ પૂર્ણ થાય તે પહેલાં મુસાફરને સીધી કે આડકતરી રીતે વધારાની ચુકવણી કરવા માટે પ્રેરિત કરતો કોઈ વિકલ્પ બતાવવો જોઈએ નહીં.
સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ પણ બુકિંગ પહેલાં ટિપ્સ માંગવાની રાઇડ-હેઇલિંગ પ્લેટફોર્મની પ્રથા અંગે વાંધો ઉઠાવ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયે હવે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના નિર્દેશનો અર્થ છે કે કેબ બુક કરતી વખતે મુસાફરોને ટિપ આપવા માટે દબાણ અથવા પ્રલોભન આપી શકાતું નથી. એટલે કે, સારી સવારી, ઝડપી કન્ફર્મેશન અથવા ડ્રાઇવરના એક્સુટેન્સના બદલામાં બુકિંગ પહેલાં ટિપ્સ પર પ્રતિબંધ લાગશે.

