UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, 'લુટિયન કોંગ્રેસીઓએ UPની બધી 403 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ, આગામી 5 પેઢીઓમાં કહેવાતા કોઈ ગાંધી ક્યારેય PM નહીં બને.' ગાંધી પરિવાર 1989થી PMની ખુરશી પર બેઠો નથી, અને આવનારા ઘણા દાયકાઓ સુધી પણ નહીં બને. SP નેતા IP સિંહ આટલેથી જ ન અટકતા આગળ કહ્યું કે બધા કોંગ્રેસીઓ દિલ્હીમાં બેસીને મુંગેરી લાલ જેવા દિવાસ્વપ્નો જોઈ રહ્યા છે.

19

IP સિંહે કહ્યું કે, 'લુટિયન્સ કોંગ્રેસના જાતે બની બેઠેલા રણનીતિકારો માટે મારો સીધો પ્રશ્ન છે... જો કોંગ્રેસ પાસે UPમાં આટલો મજબૂત લોકોનો જનાદેશ છે, તો તેઓ બધી 403 બેઠકો પર એકલા ચૂંટણી લડીને પોતાની તાકાત કેમ ચકાસતા નથી? તેઓ ક્યાં સુધી ગઠબંધન રૂપી કાખઘોડી અને રાજકીય પ્રચારક ઘટનાઓ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરતા રહેશે? રાહુલ ગાંધી અઢી દાયકાથી રાજકારણમાં આવેલા છે.' પેઢીઓ વીતી ગઈ છે, પરંતુ કોંગ્રેસ પક્ષ હજુ પણ એ જ પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. આખરે તેને શું મળ્યું છે?

લોકોમાં સંગઠન કેટલું મજબૂત બન્યું છે? તેના કાર્યકરોએ પાયાના સ્તરે કેટલી શક્તિ મેળવી છે? કેમેરા, પ્લેટફોર્મ અને ફક્ત મોટા મોટા નિવેદનો જ રાજકીય આધાર બનાવતા નથી. શેરી સંઘર્ષ, બૂથ પર સતત હાજરી, સંગઠન અને લોકોની સાથે સતત હાજરી દ્વારા બનાવવામાં આવે છે. અને રહી કથિત કોંગ્રેસ-BJP કરારની વાત તો, આ કોઈ આરોપ નથી, પરંતુ જનતા સામે ઉઠી રહેલો રાજકીય સવાલ છે.

22

કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કરવું જોઈએ કે તેની રાજનીતિ ખરેખર કોના માટે છે અને કઈ દિશા તરફ જઈ રહી છે. મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં SP 120 બેઠકો પર ચૂંટણી લડશે, જેના માટે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આખરે, નિર્ણય પ્લેટફોર્મ પર નહીં, જનતાની વચ્ચે રહીને કરવામાં આવે છે. જ્યારે વિનાશ થવાનો હોય છે ત્યારે બુદ્ધિ ખરાબ થઇ જાય છે.

21

અહીં તમને બતાવી દઈએ કે, કોંગ્રેસ અને SPએ 2024ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. તેથી, આ ગઠબંધન ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. જોકે, બંને પક્ષો વચ્ચે ચોક્કસ બેઠકો પર ખેંચતાણ ચાલી રહી છે. હવે જ્યારે, IP સિંહના આ નિવેદનથી SP-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડવા અંગે વિવાદ થઈ શકે છે. પરંતુ અખિલેશ યાદવે પહેલાથી જ તેમના પક્ષના નેતાઓને કોંગ્રેસ વિરુદ્ધ આવા નિવેદનો આપવા સામે ચેતવણી આપી ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ એક કાર્યક્રમમાં કહ્યું કે, IPOના ક્ષેત્રે ભારત હવે આખી દુનિયામાં નંબર વન બની...
Business 
IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

ભારતમાં, ઇલેક્ટ્રિક કાર અનેક ફાયદાઓ સાથે આવે છે, જેમ કે સબસિડી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ...
Tech and Auto 
શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

ટ્વિશા શર્મા કેસ હોય કે દીપિકા નાગર કેસ, આ કેસોએ લગ્ન પછી છોકરીઓના જીવન અને તેમના સાસરિયાંના ઘરમાં તેમની...
Lifestyle 
જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.