- Entertainment
- SIRમાં અભિનેતા પ્રકાશ રાજનું નામ કપાયું, બોલ્યા- ‘આ કેવી મજાક છે?
SIRમાં અભિનેતા પ્રકાશ રાજનું નામ કપાયું, બોલ્યા- ‘આ કેવી મજાક છે?
પ્રખ્યાત બોલિવુડ અભિનેતા અને સામાજિક-રાજકીય કાર્યકર પ્રકાશ રાજને એ સમયે આઘાત લાગ્યો, જ્યારે તેમને જાણ થઇકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પછી બેંગલુરુ મતદાર યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા એક વીડિયોમાં આ ઘટનાક્રમની મજાક ઉડાવી. બેંગલુરુ સેન્ટ્રલ સંસદીય બેઠક માટે અગાઉ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા આ અભિનેતાએ કહ્યું કે તેમનો આ જ મતવિસ્તારમાં જન્મ થયો, શિક્ષિત અને થિયેટરનું કામ થયું; છતાં, તેમનું નામ લાખો અન્ય નાગરિકોની સાથે ચૂપચાપ દૂર કરી દેવામાં આવ્યું હતું.
તેમના વીડિયો સંદેશમાં પ્રકાશ રાજે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા પછી બેંગલુરુ મતવિસ્તારના આશરે 65 લાખ મતદારોમાંનો મત આપવાનો અધિકાર છીનવી લેવાયો છે, જેમાંથી તેઓ પણ એક છે. તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી કે, નાઇસ જોક, જાણો છે? મારો જન્મ આ મતવિસ્તારમાં થયો હતો, હું અહીં રહ્યો હતો, અને મારા સ્કૂલ, કોલેજ અને થિયેટરના દિવસો બધા અહીં જ વિત્યા. તમારી માહિતી માટે જણાવી દઉં કે મેં આ બેઠક પરથી સંસદીય ચૂંટણી પણ લડી છે. મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા, તેમણે વહીવટીતંત્રની કામગીરીની તીવ્ર ટીકા કરી.
મતદાર યાદી વિવાદ વચ્ચે, પ્રકાશ રાજે ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા નજીક વિરોધ કરી રહેલા JPSC અને JSSC ઉમેદવારો સામે પોલીસ દ્વારા બળપ્રયોગની પણ સખત નિંદા કરી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા, જેમાં પોલીસ ટીયર ગેસના શેલ છોડતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે, તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. #justasking હેશટેગનો ઉપયોગ કરીને તેમણે લખ્યું, "શા માટે... શા માટે... શા માટે? આ બર્બરતા હવે સહન કરવામાં આવશે નહીં... આ ફક્ત એક ઘમંડી શાસનને તોડી પાડવા માટે જ કામ કરશે."
નોંધનીય છે કે JPSC-JSSC સુધારા મંચના બેનર હેઠળ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. પોતાની માંગણીઓના સમર્થનમાં, વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને વિધાનસભા સંકુલ તરફ કૂચ કરી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આંદોલનકારી ઉમેદવારો JSSC-સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા રદ કરવા અને ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓની CBI તપાસની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે રાજ્ય સરકાર તેમની કાયદેસર માંગણીઓને અવગણી રહી છે, જે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

