- Gujarat
- ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ
ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ
સુરત, 11 ઓગસ્ટ, 2026: AURO યુનિવર્સિટી, સુરત ખાતે ‘Integral Education: Theory, Practice and Transformation’ વિષય પર 10 અને 11 ઓગસ્ટે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. SAILCના સત્સંગ હોલ ખાતે યોજાયેલી પરિષદમાં શિક્ષણવિદો, સંશોધકો, શાળાના આચાર્યો અને શિક્ષણ નિષ્ણાતોએ Integral Educationના તત્ત્વજ્ઞાન, સંશોધન અને વ્યવહારુ અમલીકરણ અંગે વિચારવિમર્શ કર્યો.
પરિષદની શરૂઆત પ્રોફ. પરિમલ એચ. વ્યાસ, Provost, AURO Universityના સ્વાગત સંબોધનથી થઈ. પ્રોફ. નિમેષ જોશી, Coordinator, SAILC અને Conference Organising Secretary, દ્વારા પરિષદની રૂપરેખા રજૂ કરવામાં આવી. ડૉ. અલોક પાંડે, Sri Aurobindo Ashram, Pondicherryએ ‘Sri Aurobindo and The Mother on Integral Education’ વિષય પર ઉદ્ઘાટન સંબોધન કર્યું, જ્યારે ડૉ. અંજલિ જયપુરિયા, Founder, Sheth M. R. Jaipuria School, Lucknowએ શાળા શિક્ષણમાં Integral Educationના અમલીકરણ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા.

પ્રથમ દિવસે રંજન મિસ્ટર, ડૉ. વી. આનંદ રેડ્ડી, ડૉ. અજિત સબનિસ અને ડૉ. સંજીવ રંગનાથનએ અનુક્રમે Integral Educationની સંસ્થાકીય પ્રથાઓ, Free Progress System, મુખ્ય પ્રવાહના શિક્ષણમાં Integral Education અને ઉચ્ચ શિક્ષણ-ઉદ્યોગ વચ્ચે integrality અંગે રજૂઆતો કરી. સંશોધન પેપર પ્રેઝન્ટેશન દ્વારા Indian Knowledge Systems, Generative AI, Dharmic Pedagogy, Teacher Development સહિતના વિષયો પર પણ ચર્ચા થઈ.
પ્રથમ દિવસનું સમાપન ‘Bridging East and West, SAILC and LaGrace Center’ વિષયક આંતરરાષ્ટ્રીય સત્રથી થયું, જેમાં ડૉ. Vladimir Yatsenko, ડૉ. Rede Fao અને ડૉ. Kiran Singh જોડાયા હતા.

બીજા દિવસે ચર્ચા સિદ્ધાંતથી વ્યવહાર તરફ આગળ વધી. Shiva Kumar, ડૉ. Jayanthi Ramchandran, ડૉ. Chhalamayi Reddy સહિતના વક્તાઓએ Integral Educationને દૈનિક શૈક્ષણિક અને સંસ્થાકીય વ્યવહારમાં અમલમાં મૂકવા અંગે વિચારો રજૂ કર્યા. ડૉ. અંજલિ જયપુરિયા અને ડૉ. Jayanthi Ramchandranની ‘Psychic Being in Higher Education: Why the Soul Cannot Wait?’ વિષયક પેનલ ચર્ચાનું સંચાલન પ્રોફ. નિમેષ જોશીએ કર્યું.
Valedictory Session દરમિયાન ‘AURO Journal of Integral Education’નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે The Maharaja Sayajirao University of Barodaના Vice Chancellor પ્રોફ. Bhalchandra Bhanage વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. પોતાના સમાપન સંબોધનમાં તેમણે શિક્ષણને માત્ર શૈક્ષણિક સિદ્ધિ પૂરતું મર્યાદિત ન રાખીને વિદ્યાર્થીના સર્વાંગી અને આંતરિક વિકાસ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પરિષદે Integral Educationને જીવંત અને સતત વિકસતી શૈક્ષણિક પ્રક્રિયા તરીકે રજૂ કરતાં શિક્ષણમાં જ્ઞાન, મૂલ્યો, આંતરિક વિકાસ અને સર્વાંગી માનવ વિકાસના સમન્વયની જરૂરિયાતને રેખાંકિત કરી.

