- Opinion
- કોંગ્રેસનું અનાવશ્યક આંદોલન: નવી યોજનાને આવકારવાને બદલે વિવાદ ઊભો કરવો
કોંગ્રેસનું અનાવશ્યક આંદોલન: નવી યોજનાને આવકારવાને બદલે વિવાદ ઊભો કરવો
(ઉત્કર્ષ પટેલ)
કેન્દ્ર સરકારે તાજેતરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)ને સંપૂર્ણ રીતે નવા સ્વરૂપે લાવી છે. હવે તેને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ અજીવિકા મિશન (ગ્રામીણ) અથવા VB-G RAM G તરીકે ઓળખવામાં આવશે. આ નવી યોજનામાં ગ્રામીણ પરિવારોને વાર્ષિક ૧૦૦ દિવસની બદલે 125 દિવસની ગેરંટીડ રોજગારી મળશે, વેતનમાં વધારો થશે અને યોજનાને વધુ આધુનિક અને પરિણામલક્ષી બનાવવામાં આવી છે. આ એક સકારાત્મક પગલું છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે અને લાખો મજૂરોને વધુ આવક આપશે.
પરંતુ કોંગ્રેસ પાર્ટી આ સુધારાને આવકારવાને બદલે તેની વિરુદ્ધ આંદોલનની તૈયારી કરી રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસ નેતાઓ 'MGNREGA બચાઓ અભિયાન'ની જાહેરાત કરી છે જાણે આ યોજના ખતરામાં હોય. વાસ્તવમાં યોજનાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહ્યું છે રોજગારની ગેરંટી, વેતન અને ગ્રામીણ વિકાસના કામો. નામ બદલાયું છે અને લાભ વધારાયા છે. કોંગ્રેસનો આરોપ છે કે મહાત્મા ગાંધીનું નામ હટાવીને તેમના વારસાનું અપમાન કરવામાં આવ્યું છે.
આ આંદોલન પાછળનું કારણ સ્પષ્ટ છે: રાજકીય લાભ. કોંગ્રેસને લાગે છે કે MGNREGA તેમની સરકારની ઉપલબ્ધિ છે તેથી તેના સુધારાને પોતાની હાર તરીકે જોવે છે. નવું શું થઈ શકે ? જેમ કે 125 દિવસની રોજગારી, વધુ બજેટ અને ડિજિટલ મોનિટરિંગ... તેના પર ચર્ચા કરવાને બદલે તેઓ નામના વિવાદમાં અટવાયા છે. આનાથી પદેશને ગેરમાર્ગે દોરવામાં આવે છે લોકોમાં અસંતોષ ફેલાવવામાં આવે છે અને દેશમાં અનાવશ્યક સંઘર્ષો ઊભા થાય છે.
દેશના વિકાસ માટે જરૂરી છે કે વિપક્ષ રચનાત્મક ભૂમિકામાં રહે, સુધારાઓને આવકારે અને તેને વધુ સારા બનાવવા સૂચનો આપે. પરંતુ કોંગ્રેસ જૂની યોજનાને બચાવવાના નામે નવી પહેલને અવરોધે છે. આ કોંગ્રેસનું ખોટું રાજકારણ છે જે ગ્રામીણ મજૂરોના હિતમાં નથી. દેશે આગળ વધવો જોઈએ, વિવાદોમાં અટકવું જોઈએ નહીં.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

