રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી હાલ વિપક્ષના નિશાન પર છે. વિપક્ષે તેમના રાજીનામાની માગ કરતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે અમેરિકામાં બાળકીઓના યૌનશોષણના ક્રિમિનલ અને જેલમાં મોતને ભેંટેલા ફાયનાન્સર જેફરી એપસ્ટિન સાથે તેમના સંબંધ હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સંસદમાં આ મુદ્દો ઉપાડ્યો હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે રીલીઝ કરેલા ડોક્યુમેન્ટસમાં બહાર આવ્યું છે કે હરદીપ પૂરીએ એપસ્ટિન સાથે ઘણીવાર ઇ-મેઇલથી વાતચીત કરી હતી. આ મામલે મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા જગાવી છે. તેને લઇને પૂરીએ પોતાને પક્ષ મૂકવો પડ્યો છે.  

હરદીપ સિંહ પુરીએ પહેલા તો પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની ઉપર લાગેલા આરોપોને સંદતર ખોટા ગણાવ્યા. ત્યારબાદ તેમણે જુદી જુદી ચેનલોમાં આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીને મૂર્ખ, વિદૂષક સહિતના ઘણા આરોપો લગાવ્યા. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી તેમની ઉપર ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેમના એપસ્ટિન સાથે માત્ર પ્રોફેશનલ સંબંધ હતા. તેઓ એપસ્ટિનને 4 વાર મળ્યા હતા. તે પણ બીજા લોકોની સાથે. તેઓ એકલા ક્યારેય એપસ્ટિન ને મળ્યા ન હતા. જ્યારે એવો સવાલ કરાયો કે તેઓ એપસ્ટિન સાથે કેમ સંપર્કમાં હતા તો તેમણે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા સાઇટ લિન્ક્ડ ઇનના સીઇઓ સાથે મળીને ભારતમાં સ્નેપડિલ માટે મૂડીરોકાણ કરાવવા માગતા હતા. તેઓ તો ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે એપસ્ટિન સાથે સંપર્કમાં હતા. ત્યારે તેઓ કોઇ સરકારી પદ પર ન હતા.  

01

ઉલ્લેખનીય છે કે હરદીપ પૂરી અગાઉ અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂક્યા હતા. રાજદૂત પદેથી રિટાયર થયા પછી તેઓ એક સંસ્થામાં કામ કરતા હતા ત્યારે તેમણે એપસ્ટિનને સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ વર્ષ 2017માં કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા. તેઓ પહેલા શહેરી વિકાસ મંત્રી બન્યા અને પછી તેઓ પેટ્રોલિયમ મિનિસ્ટ બન્યા. હવે એપસ્ટિન ફાઇલોમાં નામ આવ્યા પછી તેમની ઉપર ભારે પસ્તાળ પડી રહી છે. વિપક્ષ તેમના રાજીનામાની માગ કરી રહ્યું છે. 

આ મુદ્દે તેમણે જુદી જુદી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપ્યા. તેમને જ્યારે પૂછાયું કે એપસ્ટિન જેવા ક્રિમિનલને તેઓ કેમ મળ્યા તો તેમણે કહ્યું કે મળ્યા ત્યારે તેમને ખબર ન હતી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે એક રાજદૂત તરીકે તેઓ ઘણા લોકોને મળતા હતા. તેમાં શ્રીલંકાના અતિવાદી સંગઠન એલટીટીટીઇના પ્રમુખ પ્રભાકરનને પણ મળ્યા હતા. 

એક એન્કરે એમને સવાલ પૂછ્યો કે એપસ્ટિનને તેમણે જે ઇ-મેઇલ કર્યા છે તેમાં તેમણે એક વાર લખ્યું છે કે એપસ્ટિન તેના એક્ઝોટિક આઇલેન્ડ એટલે કે વૈભવી ટાપૂ પરથી પરત ફરે ત્યારે રૂબરૂ મળીશું... હેવ ફન એટલે મઝા કરજો.. તો તમને કેવી રીતે ખબર પડી કે તેની પાસે એક વૈભવી ટાપુ છે અને મઝા એટલે શું?

આ સવાલના જવાબમાં હરદીપ પૂરીએ કહ્યું કે રાહુલ ગાંધી પણ વિયેતનામ મઝા કરવા જાય છે. તો એન્કરે પૂછ્યું કે કયા પ્રકારની મઝા તો પૂરીએ કહ્યું મને તેની ખબર નથી. મારે તેમની સાથે નજીકના સંબંધો નથી. તેમણે રાહુલ ગાંધીને બાળકબુદ્ધિ, મૂર્ખ, વિદૂષકથી લઇને ઘણા બધા શબ્દોથી નવાજ્યા હતા. 

02

હવે જો રાહુલ ગાંધીની વિયેતનામ વિઝિટની વાત કરીએ તો ગત વર્ષે તેઓ 22 દિવસની વિયેતનામ મુલાકાતે ગયા હતા. ત્યારે ભાજપના મોટા નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધી નવું વર્ષ અને હોળી બન્ને વિયેતનામમાં જ કરે છે. તેઓ રાયબરેલી કરતા વધુ સમય તો વિયેતનામમાં વિતાવે છે. વિયેતનામમાં એવું શું છે. એવો પણ આરોપ લાગે છે કે દુનિયાભરમાં સરકારોને પાડી દેવામાં જેનો રોલ કહેવાય છે તે જ્યોર્જ સોરોસને મળવા રાહુલ વિયેતનામ જાય છે. આમ, રાહુલની વિયેતનામ યાત્રા અગાઉ પણ ભાજપના નેતાઓના નિશાન પર રહી છે. 

ઉલ્લેખનીય છે કે એપસ્ટિનના વૈભવી ટાપૂ પર દુનિયાભરના નેતાઓ, બુદ્ધિજીવિયો જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, ઇંગ્લેડના પ્રધાનમંત્રી અને રોયલ ફેમેલીના સભ્યો ઉપરાંત માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ, ટેસ્લાના માલિક એલન મસ્ક સહિત જઇ આવ્યા હોવાના આરોપો છે. આ ટાપુ પર દુનિયાભરની છોકરીઓ અને તે પણ સગીર છોકરીઓ જુદા જુદા પાવરફૂલ લોકોને સપ્લાય કરવાનો આરોપ એપસ્ટિન પર લાગ્યો હતો. વિપક્ષે આજે લોકસભાની બહાર ભેગા થઇને બેનરો સાથે હરદીપ પૂરીના રાજીનામાની માગ કરી. લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત છે. આ મામલે હવે શું થાય છે તે જોવાનું રહ્યું. શું હરદીપ પૂરી રાજીનામું આપશે...

About The Author

Top News

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.